Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 494
________________ જિનતત્ત્વ (૫) મય : હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદા કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું. ૪૮૪ (૬) નિદાન : નિદાન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર, વેપારમાં અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું. (૭) સંશય : સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોને ખબર છે એવો સંશય રાખ્યા કરવો. (૮) રોષદોષ : રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું. (ક્રોધથી ઉપરાંત અન્ય કષાયો સહિત સામાયિક કરવું તે.) (૯) અવિનય દોષ : વિનયના ભાવ વગર સામાયિક કરવું. (૧૦) અબહુમાન દોષ : સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ-ઉમંગ વગર પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે. સામાયિકના દસ પ્રકારના વચનના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. - कुवयण सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस (૧) કુવચન : સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દો, અપમાનજનક શબ્દો, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે. (૨) સહસાકાર : અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવા આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં. (૩) સ્વચ્છંદ : શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવા અસત્યમય, મનમોજી, હલકાં, સ્વચ્છંદી વચનો બોલવાં. (૪) સંક્ષેપ : સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઇત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો. અક્ષરો, શબ્દો ટુંકાવી દઈને બોલવા. Jain Education International (૫) કલહ : સામાયિકમાં બીજાની સાથે ક્લેશ-કંકાસ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં. વળી એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે જેથી બીજા લોકો વચ્ચે કલહ થાય, ઝઘડા થાય, ક્લેશ-કંકાશ થાય, અણબનાવ થાય. (૬) વિકથા : ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516