Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ TIGE ૭૮. કમhttહ ચિત્તોડના તોલાશાહના હૃદયમાં વેદનાનો પાર નહોતો. એનું હૈયું વલોવાતું હતું. જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની રોજ સવારે સ્મરણ-વંદના કરતા હતા એ તીર્થાધિરાજની ગરિમા વિદેશીઓને હાથે ખંડિત થતી હતી. જ્યારથી તોલાશાહે જાણ્યું કે મહમ્મદ બેગડાના પુત્ર અહમ્મદ સિકંદરે શ્રી શત્રુંજય તીર્થનાં દેરાસરો અને મૂર્તિઓનો વિનાશ કર્યો છે, ત્યારથી તોલાશાહ માટે જીવન શુળી પરની સેજ સમું બન્યું હતું. એની ધર્મભાવના એને ઊંડેઊંડેથી પોકાર પાડતી હતી કે આવા મહાતીર્થની થયેલી આવી ઘોર આશાતના ક્યારે દૂર કરી શકાશે. તોલાશાહનો છઠ્ઠો અને સૌથી નાનો પુત્ર કર્માશાહ પિતાની વેદના જોઈને મનોમન વિચાર કરતો હતો કે ક્યારે આ ર્ણોદ્ધાર કરું ? ક્યારે એની પાવન પવિત્રતાને પુનઃ જાગ્રત કરું ? બન્યું પણ એવું કે આચાર્ય રત્નસિંહસૂરિએ દુઃખી તોલાશાહને કહ્યું કે તમે મહાતીર્થ વિશેની વેદના ભૂલી જાઓ. કારણ એટલું જ કે તમારો પુત્ર કર્માશાહ શ્રી શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવનાને સાકાર કરવાનો છે. આ સમયે ઉપાધ્યાયશ્રી વિનયમંડન કર્ભાશાહને મહાતીર્થ અંગે વખતોવખત ઉપદેશ આપતા હતા. એવામાં તપાગચ્છના આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી ચિત્તોડમાં પધાર્યા અને એમણે પણ કર્માશાહને આ માટે પ્રોત્સાહિત કર્યા. વિ. સં. ૧૫૮૩ની શ્રાવણ વદિ ૧૪ને દિવસે બહાદૂરશાહ ગુજરાતનો સુલતાન બન્યો. એ અગાઉ પોતાના પિતાથી રિસાઈને બહાદૂરશાહ તોલાશાહનો અતિથિ બન્યો હતો. એને કારણે એ સમયે શાહજાદા બહાદૂરશાહ અને કર્માશાહ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. ચિત્તોડથી ગુજરાત જતાં પહેલાં શાહજાદાએ વાટખર્ચની રકમ માગી, ત્યારે કમશાહે વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા. કર્માશાહને જ્યારે જાણ થઈ કે બહાદૂરશાહ ગુજરાતના સુલતાન બન્યા છે, ત્યારે તેને મળવા માટે તેઓ અમદાવાદ આવ્યા. સુલતાને એમને આદર આપ્યો, એમની પાસેથી લીધેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા અને સ્નેહથી પૂછયું, “મારે યોગ્ય કોઈ કામ હોય તો જરૂર જણાવો. હું તમારો અહેસાનમંદ છું.” કર્માશાહે કહ્યું કે, “મારી ભાવના શ્રી શત્રુંજય તીર્થમાં મારા પ્રભુજીની પ્રતિમા બેસાડવાની છે તો મને તેની રાજઅનુમતિ આપો.” સુલતાને કમશાહને પરવાનગી આપતું ફરમાન કર્યું. કર્માશાહ અમદાવાદથી ખંભાત ગયા અને ઉપાધ્યાય શ્રી વિનયમંડનજીને સઘળી હકીકત જણાવી. એમને શ્રી શત્રુંજય તીર્થ પર પધારવા વિનંતી કરી. કર્માશાહ શ્રીસંઘ સાથે પાલીતાણા ગયા. એ સમયે સોરઠના સુબા ખાન મઝદખાનને શ્રી શત્રુંજય તીર્થ સ્થપાય તેવી ઇચ્છા નહોતી, પરંતુ સુલતાનના હુકમ આગળ એનું કશું ચાલ્યું નહીં. ઉપાધ્યાય વિનયમંડનજી સાધુ-સાધ્વીઓના પરિવાર સાથે પાલિતાણા આવ્યા. એક બાજુ મૂળ જિનપ્રાસાદનો જી ર્ણોદ્ધાર ચાલ્યો. બીજી બાજુ મહામંત્રી વસ્તુપાળે મૂકી રાખેલી મમ્માણી પાષાણની શિલાને બહાર કાઢી. આદિતીર્થકર ભગવાન ઋષભદેવની જિનપ્રતિમા તૈયાર કરાવી. છરી પાળતો યાત્રાસંઘ લઈને કર્માશાહ પાલિતાણા આવ્યા. જિનપ્રતિમાની અંજનશલાકાની મોટી વિધિ કરાવી. અહમ્મદ સિકંદરે આ મૂળ પ્રતિમા ખંડિત કરી હતી, તેને સ્થાને ભગવાને આદ્યશ્વરનાથની નવી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને શ્રી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. શ્રી શત્રુંજય મહાતીર્થના કર્માશાહે કરાવેલા સોળમા મહા જીર્ણોદ્ધારની પ્રશસ્તિ તપાગચ્છના પંન્યાસ લાવણ્યસમયગણિએ રચી હતી અને પંન્યાસ વિવેકબીરગણિએ એને શિલા પર આલેખી હતી. એ પ્રશસ્તિ-શિલાલેખમાં નોંધાયું છે કે સંઘવી કર્માશાહે કરેલા આ તીર્થ-પ્રતિષ્ઠાના ઉત્સવમાં આચાર્ય શ્રી સોમજય વગેરે દસ આચાર્યો અહીં હાજર હતા અને તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજય મહાતીર્થ છે અને તે ૮૪ ગચ્છોનું શ્વેતામ્બર જૈન તીર્થ છે. આ કર્મશાહ રાણા સંગના પુત્ર અને ઉત્તરાધિકારી રત્નસિંહના મંત્રી હતા. મંત્રી બન્યા પૂર્વે સાહસિક વેપારી કર્માશાહ બંગાળ અને ચીન જેવા દેશોમાંથી કાપડ આયાત કરતા હતા અને કાપડના વેપારમાંથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હતું. મંત્રી બન્યા બાદ પિતાની શ્રી શત્રુંજય મહાતીર્થના મહા ઉદ્ધારની ભાવના કર્માશાહે સાકાર કરી. ધર્મહસૌજન્ય પૂ. પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી પન્નાલાલ પી. શાહ પરિવાર, અમદાવાદ Jairi Education www.jalitelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244