Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 207
________________ ૯૬. અનુપમાદેવી વિક્રમના તેરમા સૈકામાં ગુજરાતના સુવર્ણયુગની છેલ્લી આભા પ્રકાશી રહી હતી. ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળતેજપાળની બાંધવબેલડીની કારકિર્દીનું પહેલું પ્રભાત ઊઘડતું હતું. તેજપાળની પત્ની અનુપમાનો વાન ભીનો હતો. ઘાટ પણ નમણો કહેવાય તેવો નહોતો, પરંતુ બુદ્ધિમાં એ જાણે સરસ્વતીનો અવતાર હતી. કુટુંબસંસારની જ નહીં, પણ રાજકારણની ગૂંચ ઉકેલવાનીય એનામાં અજબ હૈયાઉકલત હતી. તેજપાળ અને અનુપમાદેવી બંને ધર્મપરાયણ હોવાથી એમને ત્યાં સાધુ-સંતોની સદૈવ વૈયાવચ્ચ ભક્તિ થતી હતી. એક વાર અનુપમાદેવી યતિઓને ભિક્ષા આપતા હતા. યતિના હાથમાંથી ભિક્ષાનું પાત્ર છટકી ગયું અને એમાં રહેલા ઘીથી અનુપમાનાં વસ્ત્રો લથબથ થઈ ગયાં. બાજુમાં ઊભેલા મંત્રી તેજપાળનો ગુસ્સો ફાટવાની તૈયારીમાં હતો. તેજપાળ રાતાપીળા થઈ ગયા અને ઘી ઢોળાયું તેમાં તેમને અમંગળ ભાવિની આશંકા આવવા લાગી. અનુપમાદેવીએ પરિસ્થિતિને સંભાળી લીધી અને કહ્યું, “અરે ! કોઈ થાંચીને ઘેર જન્મી હોત તો મારી સ્થિતિ કેવી હોત ? પરંતુ આજે હું ઘણી ભાગ્યશાળી છું, કારણ કે ગુરુના પાત્રમાંથી માંગ્યો પણ ન મળે તેવો ધૃત-અભિષેક મને પ્રાપ્ત થયો છે. " અનુપમાદેવીની વાતથી તેજપાળનો ગુસ્સો શમી ગયો અને વિચારવા લાગ્યો કે મીઠી વાણી સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, ક્ષમા સાથેનું સામર્થ્ય અને ત્યાગ-ભાવના સાથેનું ધન - એ ચારેય વસ્તુ અત્યંત દુર્લભ છે, કિંતુ અનુપમાદેવીના જીવનમાં ચારેનો સંગમ થયો છે. અનુપમાદેવી સહુને મુક્ત મને દાન કરતાં હોવાથી ષડ્દર્શનમાતા તરીકે એમની ખ્યાતિ હતી. વસ્તુપાળ અને તેજપાળ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા. પોતાની જે કંઈ સંપત્તિ હતી તે સાથે લઈને આ મંત્રી-કુટુંબ યાત્રાર્થે નીકળ્યું હતું. એક દિવસ બંને ભાઈઓ વચમાં આવતા હડાળા નામના ગામમાં નિરાંતે બેઠા હતા, ત્યાં વિચાર આવ્યો કે સોરઠમાં તો ભલભલા લોકો લૂંટારાનો ભોગ બનીને લૂંટાઈ જાય છે. આથી એમણે પોતાની સાથેની મિલકતનો ત્રીજો ભાગ જંગલમાં ક્યાંક ભંડારી દેવાનું નક્કી કર્યું. રાત્રે બંને ભાઈઓ પોતાનું એ ધન ધરતીમાં દાટવા ગયા, ત્યાં તો ધરતીમાંથી સોનામહેરો ભરેલો ચરુ નીકળી આવ્યો. એમણે વિચાર્યું કે આપણે લક્ષ્મીને ભૂમિમાં ભંડારવા ગયા પરંતુ ભૂમિમાંથી વધુ લક્ષ્મી મળી. બંને ભાઈઓએ વિચાર્યું કે આ આપણી મહેનતનું ધન નથી તેથી તેનો શો ઉપયોગ કરવો ? આ અંગે અનુપમાદેવીની સલાહ પૂછી તો એમણે કહ્યું કે ધનને ધરતીમાં ભંડારીને રાખવાને બદલે ઊંચે શિખર પર મૂકવું જોઈએ. એમાં જ માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. લોભી વ્યક્તિ ધનને દાટીને અધોગતિ પામે છે. એ જ ધનને ઊંચે ગિરિવરો ઉપર જિનાલયોમાં ખર્ચીને ઊર્ધ્વગતિ પણ મેળવી શકાય, માટે શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ કહ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી ગઈ. તેજપાળ એમના નિર્લોભીપણા માટે રાજી-રાજી થઈ ગયો. શ્રી શત્રુંજય મહાતીર્થમાં વામદેવ સલાટ પાસે નંદીશ્વર જિનપ્રાસાદ બનાવ્યો અને એ મહાતીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. સં. ૧૨૯૨માં પંચમી તપનું ઉજવણું કરતી વખતે પચીસ સમવસરણ બનાવ્યાં અને શત્રુંજય તીર્થની તળેટીમાં બત્રીસ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં સોળ વાડીઓ બનાવી. તેજલપુરમાં જિનાલય, સરોવર અને પોશાળ બનાવ્યા. આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂણિગવસહી નામે મનોહર, કલામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમાદેવીએ શિલ્પીઓની માતાની માફક સંભાળ લીધી. એમનાં શરીર સ્વસ્થ અને સ્ફૂર્તિવાળાં રહે તે માટે મર્દન કરવાવાળા માણસો રાખ્યા. બધાને પુરતી રકમ આપી. અને આબુમાં અજોડ જિનાલયોની રચના કરી. અનુપમાદેવી વિશે એમના સમયના કવિઓએ લખ્યું, ‘લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શોક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.) પૂ. મુનિ શ્રી શ્રેયચંદ્રવિ Jain Education International ધર્મસ્નેહસૌજન્ય Formula & Parsurial User Only www.jalallllrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244