Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 235
________________ સોમચંદ્ર વિ... પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ. મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ... આદિ ધર્મરાજાપુ દેવના શિ-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. વિશ્વમાં અજોડ સમવસરણ મંદિર સમવસરણ મંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે. જેમાં શ્રી પાર્શ્વનાથ ૧૦૮, તીર્થ પટ્ટી ૧૦૮ અને ચિત્રપટ્ટી ૫૪ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહામંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન કસ્તુરસુરીશ્વરજી ધર્માધાન આવે છે. સુંદર કારીગરીથી સોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દુરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અદ્ભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ કમળાકાર ધરાવતા વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન થયું છે. આ સ્થાપત્યનું ઘણા સંઘોએ અનુકરણ કરેલું છે. લીલી-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમા હાયે એક અજોડ અને અદ્વિતીય મંદિરનાં દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢચા વગર રહેતાં નથી. અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તા માટે ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહીં પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન બને છે. પાવન મુખ્ય દ્વારના ઉભરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું ? તે વિચારમાં મુગ્ધ બનેલ (મૂંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિનાં દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના હરવાજે પહોંચી જાય છે અને પહોંચતાં જ આંખ ઠરી જાય છે. અહો, કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નિરખી ન શકાય તેટલો ઊંચો માણે ંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪ર ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ લુમ્મટ (ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માર્ણકર્યભ રત્નની જેમ દીપી ઊઠે છે, માણેકસ્તંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મુર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાજ, શ્ર શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાયાની ૪૧-૪૧ ઇંચની આધ્યાત્મિક ચેતનાને સજાગ કરતી પ્રતિમાઓ સુંદર પબાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૩ના વિભાગમાં, જુદા-જુઠા નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી નાનીશી દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરી છે. દરેક પ્રભુની પલાંઠીમાં શ્રી સમવસરા મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવ્યા છે. આ રીતે એક્સાથે થતા ૨૪+૧૦૮=૧૩૨ પ્રભુનાં દર્શનથી જીવન ધન્ય અને મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાચન શ્વિક પ્રાણપ્યારાં એવાં ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જ્યાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે જે તે તીર્થોમાં જઈને લીધેલી આબેહૂબ તસવીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવી છે. શ્રી ગિરિરાજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોનાં દર્શનથી ભાવિકજન જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં, ધર્મ-સંપ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમ કરનાર પુણ્યવંત એવા ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવકો અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યા છે. આ ચિત્રપોથી મંદિરની દર્શનીયતા અને ઐતિહાસિકતામાં વધારો થયો છે. જૈન ઇતિહાસની સુવર્ણગાથાઓ આ ચિત્રપટ્ટમાં કંડારાઈ છે. તીર્થપી અને ચિત્રપોનો વિશ્વવ્યાપી મહિમા : * ૧૩૮ જૈન તીર્થ દર્શના ' ગ્રંથમાં તમામ તીયોનો ચિત્રમય પરિચય આપવામાં આવ્યો. આ ગ્રંથ દેશ-વિદેશના અનેક યાત્રાળુઓને લાભદાયી માહિતી આપનારો બન્યો. આ ધની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન થયું. ભારતના ધાર્મિક મહોત્સવ વખતે આ તીર્થોના ચિત્રપટોના પ્રદર્શન યોજાયા, પરંતુ એથીયે વિશેષ વિદેશોમાં વસતા જૈન સમાજના વિશાળ અધિવેશનોમાં પણ આ ચિત્રપટો અને તીર્થપટો મુકવામાં આવ્યા. બ્રિટનના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244