Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 191
________________ ૮૮. મનોરમા શીલ તો સુદર્શન શેઠનું. સદાચારી જીવન ગાળનાર સુદર્શન શેઠના જીવનમાં શીલની કપરી અગ્નિપરીક્ષા થઈ. અંગ દેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનની રાણી અભયાએ શેઠ સુદર્શનનો ગર્વ ઉતારવાનો નિર્ણય કર્યો. રાણી અભયા માનતી કે એના અપાર દેહસૌંદર્યને કા૨ણે જો એ કોઈનો કામાતુર બની તે હાથ પકડે તો પથ્થર પણ પીગળી જાય, તો પુરુષને ચળાવવામાં કઈ મુશ્કેલી હોય ? કઠોર વનવાસીઓ અને તપસ્વીઓએ નારીના મોહને કારણે વન અને તપ છોડી દીધા, ત્યારે આ મૃદુ મનવાળો ગૃહસ્થ સુદર્શન તે વળી શી વિસાતમાં? પુરોહિતની પત્ની કપિલા શેઠ સુદર્શન પર મોહ પામી હતી, પરંતુ શેઠ સુદર્શન એની મોહજાળમાં ફસાયા નહીં, તેથી એણે રાણી અભયાના આ ગર્વમાં ઘમંડનું ઘી હોમવાનું કામ કર્યું. પર્વના દિવસે પોતાના આવાસમાં સુદર્શન કાયોત્સર્ગ કરીને ઊભા હતા ત્યારે અભયા રાણીના સેવકો સુદર્શનને પકડીને મહેલમાં લઈ આવ્યા. રાણી અભયાએ એને વશ કરવા સામ, દામ, દંડ અને ભેદ અજમાવી જોયાં. એને અંગસ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પરંતુ શેઠ સુદર્શને તો પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આવી પડેલી આફત દૂર નહીં થાય, ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ રહીશ અને કાયોત્સર્ગ રહેશે ત્યાં સુધી અનશન ચાલુ રાખીશ. રાણી અભયાના તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં એ વધુ ઉશ્કેરાઈ અને એણે સુદર્શનને કલંકિત કરવા જાતે પોતાના શરીર પર ઉઝરડા ભરીને શેઠ સુદર્શન પર બળાત્કારનો આરોપ મૂક્યો. રાજા દધિવાહન સુદર્શનના શીલ-ધર્મને જાણતો હતો, પરંતુ વારંવાર પૂછવા છતાં સુદર્શન મૌન રહ્યા. એમને હતું કે જો હું સાચી વાત ៩ કહીશ, તો રાણીની શી હાલત થશે ? બોલે તો રાણીને માથે આફત આવે અને એને શૂળીએ ચડવું પડે. એને બદલે મૌન રહીને પોતાના માથે આફત ઓઢી લેવાનું વધુ મુનાસિબ માન્યું. રાજાએ સુદર્શનને શૂળી પર ચડાવવાની સજા કરી. સુદર્શનના મુખ પર મેંશ ચોપડી, શરીરે લાલ ગેરુનો લેપ કર્યો, ગળામાં ચિત્ર-વિચિત્ર માળાઓ પહેરાવી અને ગધેડા પર બેસાડ્યો. માથે સૂપડાનું છત્ર ધર્યું અને આગળ ફૂટેલું ઢોલ પીટતા પીટતા સુદર્શનને ગામમાં ફેરવવામાં આવ્યો. સુદર્શન તો ધ્યાનમાં અને પ્રભુસ્મરણમાં ડૂબેલો હતો. નગરજનોનો શેઠ સુદર્શનના શીલ માટેનો વિશ્વાસ ડગવા માંડ્યો, પરંતુ એની પત્ની સતી મનોરમાને પતિની પવિત્રતામાં પૂર્ણ આસ્થા હતી. એને વિશ્વાસ હતો કે એના સદાચારી પતિ કદી આવું દુષ્કૃત્ય કરે નહીં. ઊંડો વિચાર કરતાં સતી મનોરમાને લાગ્યું કે આ કોઈ પૂર્વના અશુભ કર્મનું ફળ ઉદયમાં આવ્યું લાગે છે. આપત્તિના સમયે ધર્મશ્રદ્ધા એ જ સાચું શરણું. સતી મનોરમા પ્રભુભક્તિમાં ઊંડા ઊતરી ગયાં. એના ઘરની આગળ હો-હા મચી ગઈ. શેઠ સુદર્શનને ગામમાં ફેરવતા-ફેરવતા તેમના ઘરની આગળ લાવ્યા હતા. ચોતરફ કોલાહલ થતો હતો. ઢોલ પિટાતો હતો. એની આગળ રાજસેવકો ચાલતા હતા. તેઓ ઘોષણા કરતા હતા કે આ સુદર્શને રાણીવાસમાં ગંભીર ગુનો કર્યો છે. એની સજારૂપે એનો જાહેરમાં વધ કરવામાં આવશે. શેઠ સુદર્શન ધ્યાનમગ્ન હતા. સતી મનોરમા પ્રભુમગ્ન હતી. મનોરમાને દૃઢ વિશ્વાસ હતો કે આ અણધારી આફત જરૂર દૂર થશે. અગ્નિપરીક્ષામાંથી પોતાના પતિ પાર ઊતરશે. સતી મનોરમાએ મનોમન દૃઢ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા પતિ પર આવેલી આ આફત દૂર થાય નહીં, ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીશ અને અનશન રાખીશ. સતી મનોરમાની ભક્તિ જોઈને શાસનદેવી પ્રગટ થયાં. એમણે સતીની શ્રદ્ધા અને સંકલ્પ જોઈને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી. શાસનદેવીએ કહ્યું કે એના પતિ આ સંકટમાંથી સાંગોપાંગ પાર ઊતરશે અને એમના પર આવેલું આળ દૂર થશે. ૨ાજસેવકો સુદર્શન શેઠને શૂળી પર લઈ ગયા. એમને શૂળી પર ચડાવતાં શૂળી તૂટી ગઈ. શૂળીને સ્થાને સોનાનું સિંહાસન દેખાયું. જનસમૂહે સુદર્શન શ્રેષ્ઠીનો જયજયકાર કર્યો. અંતે રાણીનો પ્રપંચ ખુલ્લો પડી ગયો. રાજાએ પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. બન્નેએ એકબીજાને ખમાવ્યાં. મહાસતી મનોરમાની દૃઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ અંતે વિજયી બન્યાં. ધર્મસ્નેહસૌજન્ય Jain Education International પૂ. મુનિ શ્રી સમક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી સેજલબહેન વિજયભાઈ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ For Private & Personal Use Only 'www.jalmellibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244