Book Title: Jin Shasanna Mahapurushona Jivan Prasango
Author(s): 
Publisher: Bhuvanbhanusuri

View full book text
Previous | Next

Page 3
________________ शालिभद्र धनाजी और કુલ શાલિભદ્રજી આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ ર∞ શાલિભદ્રજી (વૈરાગ્ય) (૧) ભારે પુણ્યશાળી શ્રી શાલિભદ્ર, તેમના પિતા દેવ થયા પછી દિવ્ય ખાનપાન અને વસ્ત્રાભૂષણની ૯૯ પેટીઓ રોજ શાલિભદ્રને મોકલતા. એવાં સુખ ભોગવનાર છતાં એક પ્રસંગે માતાએ કહ્યું કે “રાજા શ્રેણિક આપણા સ્વામી છે’’ એથી તુર્ત વૈરાગ્ય થયો. દીક્ષા લેવા રોજ એક એક સ્ત્રીને છોડવા લાગ્યા. (૨) શાલિભદ્રની વ્હેન સુભદ્રા ધન્નાજીનાં પત્ની હતાં. તે પતિને સ્નાન કરાવે છે. ભાઈના સ્નેહથી સુભદ્રાને રડતી જાણી ધન્નાજીએ કારણ પૂછ્યું. સુભદ્રાએ શાલિભદ્રની એક એક પત્નીના ત્યાગની વાત કહી. ધન્નાજી બોલ્યા – “કાચર છે, છોડવી છે તો એક સાથે કેમ ન છોડે ?’’ સુભદ્રા- “બોલવું સહેલું, કરવું કઠિન છે.’’ ધન્નાજી તુર્ત બધું છોડી શાલિભદ્રને ત્યાં ગયા. (૩) ધન્નાજીએ કહ્યું, “શાલિભદ્ર! છોડવું હોય તો એક સાથે છોડો, ચાલો આજે જ દીક્ષા લઈએ.” (૪) બન્ને પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. ઘોર તપ કરવા લાગ્યા. (૫) શાલિભદ્ર ભિક્ષા લેવા ચાલ્યા, પ્રભુએ કહ્યું “આજે તમારી માતા ભિક્ષા આપશે,’’ પણ ઘેર જવા છતાં તપથી કૃષ બનેલા તેમને કોઈ ઓળખી ન શકયું, ભિક્ષા વિના પાછા ફરતાં વચ્ચે પૂર્વ ભવની માતા મળ્યાં, તેણે સ્નેહ ઉભરાવાથી દહીં વહોરાવ્યું. (૬) વૈભારગિરિ પર અંતિમ અનશન કરી. અનુત્તર વિમાનમાં દેવ થયા. માતા પુત્રના સ્નેહથી શોકાતુર થયાં. રાજા શ્રેણિકે આશ્વાસન અને ધન્યવાદ આપી શાન્ત કર્યા. ધન્ય હો મહાત્મા શાલિભદ્રના વૈરાગ્યને !

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31