Book Title: Jin Shasanna Mahapurushona Jivan Prasango
Author(s):
Publisher: Bhuvanbhanusuri
View full book text
________________
કામવિજેતા મહામુનિ સ્થૂલભદ્રજી
કામવિજેતા મહામુનિ
સ્થૂલભદ્રજી (કામવિજય)
(૧) બાર વર્ષથી કોશા વેશ્યાને ત્યાં રહેલા સ્થૂલભદ્રને રાજા નંદે મંત્રી બનાવવા મુદ્રા આપવા માંડી, ત્યારે સ્થૂલભદ્રે કહ્યું ‘‘વિચાર કરીને લઈશ''. રાજા. ત્યાં જ વિચારવા કહે છે. (૨) સ્થૂલભદ્રજી મંત્રીપદમાં સંસારનું બંધન સમજી વિરાગથી ત્યાં જ સ્વયં મુનિ બન્યા અને (૩) સાધુવેશે ‘‘ધર્મલાભ '' આપી ચાલી નીકળ્યા. રાજાએ પરીક્ષા કરી , સાચા વૈરાગી જાણી આશ્ચર્ય થયું. સ્થૂલભદ્રજીએ આર્યસંભૂતિ ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. (૪) આર્ય ભદ્રબાહુ પાસે ૧૪ પૂર્વે ભણ્યા અને કામનો વિજય કરવા ગુરુ આજ્ઞા લઈ પૂર્વ પરિચિત કોશા વેશ્યાના રંગ મહેલમાં ચોમાસું રહૃા. રાગી વેશ્યા વિવિધ હાવભાવ, નાચગાન અને ડ્રેસ ભોજનથી સ્થૂલભદ્રજીને લલચાવે છે. આખરે નિરાશા બને છે. (૫) સ્થૂલભદ્રમુનિની વ્રતની દૃઢતા જોઈ વેશ્યાં તેમના ઉપદેશથી બાર વ્રતધારી. મહાશ્રાવિકા બને છે. (૬) સિંહગુફાના દ્વારે ચાર માસ ચૌવિહારા ઉપવાસથી ચોમાસુ કરનાર મુનિ, (૭) સર્પના દરે પાસ ચારમાસ ચૌવિહારા ઉપવાસથી ચોમાસુ કરનાર મુનિ. (૮) કુવાના કોઈ ઉપર ચાર માસ ચવિહારા ઉપવાસ કરનાર મુનિ. (૯) ચોમાસું પૂર્ણ થતાં ચાર મહાત્મા ગુરૂના ચરણમાં હાજર થયા ત્યારે ગુરુએ ત્રણને ‘દુષ્કર કારક કહી સત્કાર્યા અને સ્થૂલભદ્રજીને ‘દુષ્કર દુષ્કર કારક” કહી સત્કાર્યા, જેનું નામ ૮૪ ચોવિસ સુધી અમર રહેશે તે મહાત્મા સ્થૂલભદ્રજીને કોટિ કોટિ પ્રણામ !
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31