Book Title: Jin Shasanna Mahapurushona Jivan Prasango Author(s): Publisher: Bhuvanbhanusuri View full book textPage 8
________________ ચક્રી સનકુમાર ચક્રી સનકુમાર ( સત્ય) GTછે છે (૧) ચક્રી સનત્ પૂર્વજન્મમાં દેહસમકિતી શ્રાવક હતો. મિથ્યાદિ એક તાપસનું સન્માન ન કરવાથી ગુસ્સે થયેલો તાપસ પોતાના ભકત રાજા દ્વારા તેથી પીઠ ઉપર અતિ ઉષ્ણ ભોજન મૂકોવી જમ્યો. સનના જીવને ઘણી પીડા થઈ , પીઠ પર ફોલ્લા પડયા. (૨) નાશવંત સુખ અને શરીરનો મોહ છોડી તે શ્રાવકે અનશન કર્યું અને પ્રત્યેક દિશામાં પંદર-પંદર દિવસ ધ્યાન ધર્યું. માંસાહારી પક્ષીઓ તેની પીઠનું માંસ ખાતા રહ્યા, પણ તેણે સમતા ન છોડી. (૩) સમાધિથી મરીને તે શ્રાવક દેવોનો ઈન્દ્ર થયો. (૪) પછી તે સનત્કુમાર નામે અતિ સૌંદર્યવાન ચકી થયા. રૂપ જોવા બ્રાહ્મણ વેશે આવેલા બે દેવો ચક્રીનું રૂપ જોઈ આશ્ચર્ય પામ્યા. ચીને રૂપનો ગર્વ થો. તેથી દેવોને પોતાનું શણગારેલું રૂપ જોવા દરબારમાં આવવા કહ્યું. (૫) ત્યાં બ્રાહ્મણવેશ દેવોએ ચક્રીના શરીરને સોળ. રોગથી ઘેરાયેલું જોઈ મોં બગાડયું. ચક્રીએ પૂછવાથી દેલાએ કહ્યું'હે રૂડી કીચાવાળા રોગી, તુ અભિમાન ન કર !” તુર્ત ચક્રીએ થુંકદાનીમાં ઘૂંકીને જોવાથી રોગોત્પતિ જાણી. (૬) વૈરાગ્ય થી તુર્ત દીક્ષા લીધી. નેહથી છ મહીના સુધી પરિવારે પાછળ ફરી કરુણ વિનંતિ કરી. પણ દ્રઢવિરાગી ચક્રીએ તેમની સામે પણ ન જો યું. (૩) સાતસો વર્ષ રોગપીડીત શરીરથી ઉગ્ર તપ કર્યા, ધાતુઓ રોગ નાશક બન્યો. પુન: તે દેવો વૈદ્યના વેશે ઔષધ કરવા આવ્યા. મહામુનિએ પોતાના ઘૂંકથી આંગળીના કોઢનો નાશ કરી આંગળનું સૌંદર્ય બતાવ્યું-દેવો તપલબ્ધિથી આશ્ચર્ય પામી સ્વરૂપે પ્રગટ થઈ નમી પડયા. મુનિએ કહ્યું- “રોગ તો કર્મનાશક મિત્ર છે, તેને રોકવો શા માટે ?'' એક લાખ વર્ષ સંગમ પાળી. કલ્યાણ સાધ્યું. ધન્ય દ્રઢતા ! આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31