Book Title: Jain Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જૈન ધર્મના પ્રાણ ઉત્પન્ન થયું હશે ? શેમાંથી ઉત્પન્ન થયું હશે ? પિતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કેઈએ ઉત્પન્ન કર્યું હશે? અને ઉત્પન્ન થયું ન હોય તે શું આ વિશ્વ એમ જ હતું અને છે? જો તેનાં કારણે હોય તે તે પિતે પરિવર્તન વિનાનાં શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ ? વળી એ કારણે કેઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જે હશે ? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલન અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હોવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હેવી જોઈએ જે બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તો તે કેની બુદ્ધિને આભારી છે? શું એ બુદ્ધિમાન તત્વ પિતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પોતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે? ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વનો ઉપભોગ કરે છે ત્યા જે બાહ્ય વિશ્વ વિશે વિચાર કરે છે તે તત્ત્વ શું છે? શું એ અહંરૂપે ભાસતું તત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્ત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહંરૂપે ભાસતાં અનેક તો વસ્તુતઃ જુદાં જ છે કે કોઈ એક મૂળ તરવની નિર્મિતિઓ છે? આ બધાં સજીવ ત ખરી રીતે જુદાં જ હોય તો તે પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાને કે કાળની દૃષ્ટિએ અંત રહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તો ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે? આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોને કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્વિક ચિંતનના ઇતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકે એ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17