________________
જૈન તત્વજ્ઞાન
હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહિ, તેમ જેન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સત્-પ્રવાહ આપોઆપ, કોઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જૈન દર્શન ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત –તત્ત્વને અનાદિસિદ્ધ અનંત વ્યક્તિરૂપે સ્વીકારે છે, અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક જડ સત્તામાં સ્થાન આપે છે.
આ રીતે જૈન માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તે સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે ઘટનાઓ કોઈનાં બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવનો હાથ છે, એટલે કે તેવી ઘટનાઓ જાણે-અજાણે કોઈ ને કોઈ સંસારી જીવની બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારો ધરાવે છે. - વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્વને એક કે અખંડ નથી માનતું, પણ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક તેમ જ બૌદ્ધ આદિની પેઠે એ સચેતન તત્વને અનેક વ્યક્તિરૂપે માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનનો ઘેડે મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્વ બૌદ્ધ માન્યતાની જેમ કેવળ પરિવર્તન-પ્રવાહ નથી, તેમ જ સાંખ્ય-ન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હેવા છતાં એ દેશકાળની અસર ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org