Book Title: Jain Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 11
________________ જૈનધર્મને પ્રાણ આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક (મિથ્યાદષ્ટિ) અને મેહ (તૃષ્ણ) એ બે જ સંસાર છે અથવા સંસારનાં કારણે છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત એ જ મેક્ષ છે અથવા મેશને માર્ગ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈન મીમાંસા અનેક જૈન ગ્રંથમાં અનેક રીતે, સંક્ષેપ કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વર્ણવેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દર્શનેમાં પણ પદે પદે નજરે પડે છે. કંઈક વિશેષ સરખામણી ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણું અને આધ્યાત્મિક વિકાસક્રમની જૈન વિચારસરણીને બહુ જ ટૂંકમાં નિર્દેશ છે. એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય બીજા દર્શનના વિચારો સાથે કાંઈક સરખામણું કરવી યોગ્ય છે. (૪) જૈન દર્શન જગતને ભાયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સતત એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સ–તત્ત્વ એ શાંકર વેદાંત પ્રમાણે કેવળ ચૈતન્યમાત્ર પણ નથી. પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત-તત્વને તદ્દન સ્વતંત્ર તેમ જ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન બે ભાગમાં વહેચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સતતત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન બે પદાર્થો ઉપરથી ઘડાતું હોય, ક્તાં એ કાર્યની પાછળ કોઈ અનાદિસિદ્ધ સમર્થ ચેતનશક્તિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17