________________
જનધર્મને પ્રાણ વિચારસરણીમાં ખાસ ભેદ હતો જ નથી; તેમનો ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલંબી ઊભો થયેલ અને પોષાયેલું હોય છે; દાખલા તરીકે જૈન દર્શનની વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખાઓ ગણાવી શકાય.
આત્માને કોઈ એક માને કેઈ અનેક માને, કઈ ઈશ્વરને માને કે કઈ ન માને ઈત્યાદિ તાત્ત્વિક વિચારણને ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાર્ય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમના ભેદો બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કોઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને; કેઈ બુદ્ધગયા અને સારનાથ જઈ બુદ્ધના દર્શનમાં કૃતકૃત્યતા માને; કઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માને એ જ રીતે કોઈ અગિયારસના તપ-ઉપવાસને અતિપવિત્ર ગણે બીજે કઈ અષ્ટમી અને ચતુર્દશીનું વ્રતને મહત્ત્વ આપે; કોઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તો બીજે કઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પિષણ અને સચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિનો ભેદ કદી ભૂંસાવાને નહિ. ભેદની ઉત્પાદક અને પોષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્વના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરું કર્યું તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતાઓને ઉલ્લેખ કરી દઉં : અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org