Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપ વિષે તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમેના સંબંધમાં જે તાત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્વજ્ઞાન. આવી વિચારણું કોઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હોતું; પણ આ જાતની વિચારણું એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે વહેલી કે મેડી દરેક દેશમાં વસનાર દરેક જાતિની માનવપ્રજામાં એ છે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણું જુદી જુદી પ્રજાના પરસ્પર સંસર્ગને લીધે, અને કોઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ, વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેક રૂપે ફંટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્વિક વિચારણાઓ કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઓને કમિક ઈતિહાસ પણ પૂર્ણપણે આપણું સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થોડું ઘણું આપણે જાણુએ છીએ તે ઉપરથી એટલું તે નિર્વિવાદપણે કહી શકાય કે તત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરોધી દેખાતી ગમે તેટલી ધારાઓ હેય, છતાં એ બધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
૩
બાલ તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમાનુ રહસ્ય શોધી કાઢવું.
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કાઈ એક મનુષ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હોતી, પણ તે બાહ્ય આદિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા સાથે જ પેાતાના અનુભવા વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યતિને પણ બાહ્ય આદિ ક્રમિક અવસ્થા અપેક્ષાવિશેષ હાય જ છે. તેનુ જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંબું અને વિશાળ હોઈ તેની બાહ્ય વગેરે અવસ્થાએને સમય પણ તેટલા જ લાંખે। હોય તે સ્વાભાવિક છે. મનુષ્યજાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ આંખ ખેાલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમકારી વસ્તુ તેમ જ બનાવે ઉપસ્થિત થયાં. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને ખીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહે તેમ જ મેધગર્જનાઓ અને વિદ્યુત્ક્રમકારાએ તેનુ ધ્યાન ખેચ્યું. મનુષ્યનું માનસ આ બધા સ્થૂલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને આદ્ય વિશ્વના ગૂઢ તેમજ અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું એ પ્રશ્નો ગમે તેટલા હોય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
તાત્વિક પ્રશ્નો
દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાલ વિશ્વ કાર
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના પ્રાણ
ઉત્પન્ન થયું હશે ? શેમાંથી ઉત્પન્ન થયું હશે ? પિતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કેઈએ ઉત્પન્ન કર્યું હશે? અને ઉત્પન્ન થયું ન હોય તે શું આ વિશ્વ એમ જ હતું અને છે? જો તેનાં કારણે હોય તે તે પિતે પરિવર્તન વિનાનાં શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ ? વળી એ કારણે કેઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જે હશે ? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલન અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હોવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હેવી જોઈએ જે બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તો તે કેની બુદ્ધિને આભારી છે? શું એ બુદ્ધિમાન તત્વ પિતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પોતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે?
ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વનો ઉપભોગ કરે છે ત્યા જે બાહ્ય વિશ્વ વિશે વિચાર કરે છે તે તત્ત્વ શું છે? શું એ અહંરૂપે ભાસતું તત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્ત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહંરૂપે ભાસતાં અનેક તો વસ્તુતઃ જુદાં જ છે કે કોઈ એક મૂળ તરવની નિર્મિતિઓ છે? આ બધાં સજીવ ત ખરી રીતે જુદાં જ હોય તો તે પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાને કે કાળની દૃષ્ટિએ અંત રહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તો ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે?
આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોને કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્વિક ચિંતનના ઇતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકે એ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન
છણવા માંડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ખાસ મહત્ત્વનો ભાગ રોકે છે. આર્યાવર્તના વિચારકોએ તે ગ્રીક ચિંતકે પહેલાં હજાર વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્ન કરેલા, જેને ઈતિહાસ પણ સામે સ્પષ્ટ છે. ઉત્તરેનું સંક્ષિપ્ત વર્ગીકરણ
આર્ય વિચારીએ એક એક પ્રશ્ન પરત્વે આપેલા જુદા જુદા ઉત્તરે અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરોનું વર્ગીકરણ કરીએ તો આ પ્રમાણે કરી શકાય – (૧) એક વિચારપ્રવાહ એ શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્મ માન, પણ તે વિશ્વ કોઈ કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું–થયાની ના પાડતે અને એમ કહે કે જેમ દૂધમાં માખણ ઉં રહેલું હોય છે અને ક્યારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું સ્થળ વિશ્વ કઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પાયે જાય છે અને એ મૂળ કારણું તે સ્વતઃ સિદ્ધ અનાદિ છે.
બીજે વિચારપ્રવાહ એમ માનતે કે આ બાહ્ય વિશ્વ કોઈ એક કારણથી જન્મતું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણે છે અને એ કારણેમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે ૫ રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણેનાં સંશ્લેષણ–વિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલે પરિણામવાદી અને બીજે કાર્યવાદી એ બને વિચારપ્રવાહે બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. અને એમ માનતા કે અહં નામનું આત્મતત્ત્વ અનાદિ છે. નથી તે કોઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
થયેલું. જેમ તે આત્મતત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બને દષ્ટિએ તે અનંત પણ છે અને તે આત્મતત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી.
ત્રીજો વિચારપ્રવાહ એ પણ હતું કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બન્નેને કોઈ એક અખંડ સતતત્ત્વનું પરિણામ માનતા અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશો જ ભેદ માનવા ના પાડત. જેને વિચારપ્રવાહનું સ્વરૂપ
ઉપરના ત્રણ વચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહોને વિશેષ મળતે અને છતાં તેનાથી જુદે એવો એક
થે વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતે હતે. એ વિચારપ્રવાહ હત તે પરમાણુવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વના કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતા ન હતા, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનત. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણું ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતા હોવાથી, એમ કહેતા કે પરમાણુjજમાંથી બાહ્ય વિશ્વ આપોઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું.
તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતો. તે એમ કહે કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પિતાના પરમાણુરૂપ કારણોમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ તલમાંથી તેલની પેઠે પિતાના કારણમાંથી
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
9
માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદ્દન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે ખાદ્ય વિશ્વમાં ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે પેાતાનાં જડ કારણામાંથી ઉત્પન્ન થાય છે, પણ પોતાની ઉત્પત્તિમાં કાઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુ પોતાનાં જડ કારામાં તલમાં તેલની પેઠે પેલી નથી હેાતી, ધ્યુ તે તે તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કાઈ સુતાર જુદા જુદા લાકડાના કટકા એકા કરી તે ઉપરથી એક ધાડે! અનાવે ત્યારે તે ધોડા લાકડાના કટકાઓમાં છૂપા નથી હાતા, જેમ કે તલમાં તેલ હોય છે, પણુ ઘેડા બતાવનાર સુતારની બુદ્ધિમાં કલ્પનારૂપે હાય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જો સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘેાડા ન બનાવતાં ગાય, ગાડી ૬ બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કાઈ ગમે તેટલા વિચાર કરે કે ઈચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચોથા વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આવિર્ભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતા હતા, અને બીજી બાજુ કાર્ય તેમ જ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી જા વિચારપ્રવાહને મળતા હતા.
આ તે! ખાદ્ય વિશ્વની બાબતમાં ચેાથા વિચારપ્રવાહની માન્યતા થઈ, પણ આત્મતત્ત્વની બાબતમાં તે એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહા કરતાં જુદી જ હતી. તે માનતા કે દેહભેદે આત્મા ભિન્ન છે, પર ંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફૂટસ્થ પણુ નથી. એ એમ માનતા કે જેમ ખાધુ વિશ્વ પરિવર્તનશીલ છે. તેમ આત્મા પણ પરિણામી હાઈ સતત પરિવતનશીલ છે. આત્મતત્ત્વ સ કાચ-વિસ્તારશીલ પણુ છે અને તેથી તે દેહપ્રમાણ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના પ્રાણ
આ એથે વિચારપ્રવાહ તે જ જૈન તત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યા આવતે અને તે પિતાની ઢબે વિકાસ સાધતા તેમ જ સ્થિર થતું જ હતું. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મેટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય તામ્બર અને દિગમ્બર બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ ધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ બૌદ્ધ મતના નાનામોટા ઘણું ફટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તે એકબીજાથી તદ્દન વિરોધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફોટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફાંટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્વચિંતનની બાબતમાં કેટલાક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમનામાં તત્વચિંતનની બાબતમાં કોઈ મૌલિક ભેદ હજી સુધી ધાયેલ નથી. માત્ર આર્ય તત્ત્વચિંતનના ઈતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્વચિંતનના સમગ્ર ઈતિહાસમાં આ એક જ દાખલે એવો છે કે આટલા બધા લાંબા વખતને વિશિષ્ટ પ્રતિહાસ ધરાવવા છતાં જેના તત્વચિંતનને પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્વજ્ઞાનની પ્રકૃતિનું તાલન
તત્વજ્ઞાન પૂર્વીય હેય કે પશ્ચિમીય હો, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પિતાના પ્રદેશમાં ચારિત્રને પ્રશ્ન પણ હાથ ધરે છે. ઓછે કે તે
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
શે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન તામાં જીવનશેાધનની મીમાંસા સમાવે છે. અલબત્ત, પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થાડે તફાવત પણ જોઈએ છીએ. શ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એના સબંધ જોડાતાં એમાં જીવનશોધનને પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પશુ રામન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનાધનના વિચાર સાથે સકળાયેલું જોઈએ છીએ, પરંતુ આ તત્ત્વજ્ઞાનના પ્રતિહાસમાં આપણે એક ખાસ વિશેષતા જોઈ એ છીએ અને તે એ કે આય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નમાંથી થઈ હેય તેમ લાગે છે. કારણ કે આ તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિચિતન સાથે જીવનશોધનનું ચિંતન સકળાયેલું છે. આર્યાવર્તનુ કાઈ પણ દર્શન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય; પણ તેથી ઊલટું. આપણે એમ જોઈ એ છીએ કે દરેક મુખ્ય કે તેનુ શાખરૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પેાતાના વિશિષ્ટ વિચાર। દર્શાવી છેવટે જીવનશેાધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશેાધનની ક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મેક્ષના ઉદ્દેશ અને અંતમાં તેને જ ઉપસંહાર જોઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પોતાના વિશિષ્ટ યેગ ધરાવેછે અને તે ચેગદર્શનથી ભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ યેાગના મૂળ સિદ્ધાંત છે. બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ ચાગપ્રક્રિયાએ ખાસ સ્થાન રૈકયુ' છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારે દર્શાવે છે.
૮૯
Page #9
--------------------------------------------------------------------------
________________
=
=
4
૯૦
જૈનધર્મને પ્રાણ જીવનધનના મૌલિક પ્રશ્નોની એકતા
આ રીતે આપણે જોયું કે જેના દર્શનમાં મુખ્ય બે ભાગ છેઃ એક તત્વચિંતનને અને બીજે જીવનશોધનને. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક દર્શનની કેાઈ પણ પરંપરા લે કે બૌદ્ધ દર્શનની કઈ પરંપરા લે અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવો તે એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે. એક તે જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજે આચારનાં સ્થળ તેિમ જ બાહ્ય વિધિવિધા અને સ્થૂળ રહેણીકરણી વિશે. પણ આર્ય દશનની દરેક પરંપરામાં જીવનધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરોમાં જરા પણ તફાવત નથી. કાઈ ઈશ્વર માને કે નહિ, કઈ પ્રકૃતિવાદી હોય કે કોઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કાઈ આત્માને વ્યાપફ અને નિત્ય માને કે કઈ તિથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે: દુઃખ છે કે નહિ ? હોય તે તેનું કારણ શું? તે કારણને નાશ શક્ય છે? અને શક્ય હોય તે કઈ રીતે ? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ? આ પ્રશ્નોના ઉત્તરા પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદુ હેય, સંક્ષેપ કે વિસ્તાર હેય, છતાં દરેકને ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણે છે. તેને નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણાછેદ દ્વારા દુઃખનાં કારણે નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનની પરંપરા જીવનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમ વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે,
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
જીવનશાધનની જૈન પ્રક્રિયા
જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાન દરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેના અનાદિ પ્રવાહને આભારી છે.! અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ મેહને વિલય કરવા જૈન દર્શન. એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને બીજી બાજુ તે રાગદ્વેષના સસ્કારે નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકામાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મેનુ પૂર્ણ પ્રાબલ્ય હાય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે. તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઇચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. જીવની આ પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનુ ચક્ર બંધ પડવાને કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલા વિકાસ દેખાય છતા ખરી રીતે એ આત્મા અવિકસિત જ હાય છે,
વિવેકશક્તિનો પ્રાદુભવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારોનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયાગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછીવત્તી ચાલતી હેાય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હેાય છે. આ ખીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હાવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે.
૧
ખીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયા કહેવાય છે. આ જીવનસાધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક (મિથ્યાદષ્ટિ) અને મેહ (તૃષ્ણ) એ બે જ સંસાર છે અથવા સંસારનાં કારણે છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત એ જ મેક્ષ છે અથવા મેશને માર્ગ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈન મીમાંસા અનેક જૈન ગ્રંથમાં અનેક રીતે, સંક્ષેપ કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વર્ણવેલી મળે છે, અને
આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દર્શનેમાં પણ પદે પદે નજરે પડે છે. કંઈક વિશેષ સરખામણી
ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણું અને આધ્યાત્મિક વિકાસક્રમની જૈન વિચારસરણીને બહુ જ ટૂંકમાં નિર્દેશ છે.
એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય બીજા દર્શનના વિચારો સાથે કાંઈક સરખામણું કરવી યોગ્ય છે.
(૪) જૈન દર્શન જગતને ભાયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સતત એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સ–તત્ત્વ એ શાંકર વેદાંત પ્રમાણે કેવળ ચૈતન્યમાત્ર પણ નથી. પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત-તત્વને તદ્દન સ્વતંત્ર તેમ જ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન બે ભાગમાં વહેચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સતતત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન બે પદાર્થો ઉપરથી ઘડાતું હોય, ક્તાં એ કાર્યની પાછળ કોઈ અનાદિસિદ્ધ સમર્થ ચેતનશક્તિને
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન
હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહિ, તેમ જેન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સત્-પ્રવાહ આપોઆપ, કોઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જૈન દર્શન ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત –તત્ત્વને અનાદિસિદ્ધ અનંત વ્યક્તિરૂપે સ્વીકારે છે, અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક જડ સત્તામાં સ્થાન આપે છે.
આ રીતે જૈન માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તે સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે ઘટનાઓ કોઈનાં બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવનો હાથ છે, એટલે કે તેવી ઘટનાઓ જાણે-અજાણે કોઈ ને કોઈ સંસારી જીવની બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારો ધરાવે છે. - વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્વને એક કે અખંડ નથી માનતું, પણ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક તેમ જ બૌદ્ધ આદિની પેઠે એ સચેતન તત્વને અનેક વ્યક્તિરૂપે માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનનો ઘેડે મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્વ બૌદ્ધ માન્યતાની જેમ કેવળ પરિવર્તન-પ્રવાહ નથી, તેમ જ સાંખ્ય-ન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હેવા છતાં એ દેશકાળની અસર ધારણ
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈનધમના માણ
૯૪
કર્યો સિવાય રહી શકતુ નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે, જૈન દર્શન ધિર જેવી કાઈ વ્યક્તિને -તદ્દન સ્વત ંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણા જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે—ભલે તે આવરણથી દબાયેલી હાય; પણ જો જીવ ચેાગ્ય દિશામાં પ્રયત્ન કરે તો એ પેાતામાં રહેલી ઈશ્વરીય શક્તિને
પૂર્ણપણે વિકસાવી પાતે જ ઇશ્વર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે શ્વિરતત્ત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે ઈશ્વરતત્ત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણુ સ્વીકારે છે. જે જે જીવાત્મા ક્રવાસનાઓથી પૂર્ણ પણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમને આદશ સામે રાખી પાતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતે જ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદશન પ્રમાણે જીવના બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને વિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવતા પરમાત્મભાવ આવ્રુત છે અને તે આવરણ દૂર થતાં પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત સિવાય કરશે જ ભેદ નથી,
(લ) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ એ તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી રીતે પાંચમાંથી ચાર! તત્ત્વા જ રહે છે. આ ચાર તરવા જીવનશોધનને લગતાં અથવા આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વ પણ કહી શકાય. બધ, આસવ, સવર અને મેક્ષ એ ચાર તત્ત્વો છે. આ તત્ત્વને બૌદ્ધ શાઓમાં અનુક્રમે દુઃખ, દુઃખ
૧. નિજ રાતત્ત્વને અહીં' ગણતરીમાં નથી લીધું. આંશિક ક્રમ ક્ષય તે નિજા છે અને સર્વાંગે કમક્ષય તે મેક્ષ છે.-સ‘પાદક
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન હતુ, નિર્વાણુમાર્ગ અને નિર્વાણુ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને શાસ્ત્રમાં એને જ હેય, હેતુ, હાને પાય અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યફજ્ઞાન અને અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મસાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે.
જૈન દર્શનમાં બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માની ત્રણ સંક્ષિપ્ત ભૂમિકાઓને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વર્ણવેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિક જેવા વેદાન્તના ગ્રન્થામાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્ય-ગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિદ્ધ એ પાંચ ચિત્તભૂમિકાઓ પણ એ જ ચૌદ ભૂમિકાઓનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસકમને પૃથજન, સંતાપન આદિ તરીકે છ ભૂમિકાઓમાં વહેચી વર્ણવે છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનમાં સંસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેને ક્રમ અને તેનાં કારણે વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ દર્શનેના વિચારોમાં મૌલિક એકતા છે ત્યારે પંથ પંથ વચ્ચે કદી ન સંધાય એ આટલે બધે ભેદ કેમ દેખાય છે?
આને ઉત્તર સ્પષ્ટ છે. પથેની ભિન્નતા મુખ્ય બે વસ્તુઓને આભારી છેઃ તત્વજ્ઞાનની જુદાઈ અને બાહ્ય આચાર-વિચારની જુદાઈ કેટલાક પળે તે એવા જ છે કે જેમના બાહ્ય આચાર-વિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હેય છે; જેમ કે વેદાન્ત, બૌદ્ધ અને જૈન આદિ પશે. વળી કેટલાક પછે કે તેના ફાંટાઓ એવા પણું હેય છે કે જેમની તત્ત્વજ્ઞાનવિષયક
Page #15
--------------------------------------------------------------------------
________________
જનધર્મને પ્રાણ વિચારસરણીમાં ખાસ ભેદ હતો જ નથી; તેમનો ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલંબી ઊભો થયેલ અને પોષાયેલું હોય છે; દાખલા તરીકે જૈન દર્શનની વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખાઓ ગણાવી શકાય.
આત્માને કોઈ એક માને કેઈ અનેક માને, કઈ ઈશ્વરને માને કે કઈ ન માને ઈત્યાદિ તાત્ત્વિક વિચારણને ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાર્ય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમના ભેદો બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કોઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને; કેઈ બુદ્ધગયા અને સારનાથ જઈ બુદ્ધના દર્શનમાં કૃતકૃત્યતા માને; કઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માને એ જ રીતે કોઈ અગિયારસના તપ-ઉપવાસને અતિપવિત્ર ગણે બીજે કઈ અષ્ટમી અને ચતુર્દશીનું વ્રતને મહત્ત્વ આપે; કોઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તો બીજે કઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પિષણ અને સચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિનો ભેદ કદી ભૂંસાવાને નહિ. ભેદની ઉત્પાદક અને પોષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્વના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરું કર્યું તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતાઓને ઉલ્લેખ કરી દઉં : અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાન
આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતેથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યાગ્રહણની સંભવિત બધી જ રીતને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીને જન્મ થયેલે છે. એ સરણું કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તે શબ્દછળની આંટીઘૂંટી ખેલવા માટે નથી જાયેલી; પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંત વિચારસરણું ખરે અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં
ગ્ય રીતે સ્થાન આપવું.
જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પિતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાએના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસનાઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અને કાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતા. તેથી અને કાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાનો પ્રશ્ન આવે છે. જેને અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધોધાપ છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિશ્રેષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કોઈ પણ વિકાર ઊભો થયો, કઈવાસાએ ડકિયું કાઢયું કે કઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જેને અહિંસા એમ કહે છે કે તું એ વિકારો, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હણા, ન હાર, ન દબા. હું એની સામે ઝઝૂમ અને એ વિરોધી
Page #17
--------------------------------------------------------------------------
________________ જૈન ધર્મના પ્રાણ બળાને જીત. આ આધ્યાત્મિક જય માટે પ્રયત્ન એ જ મુખ્ય જેને અહિંસા છે. આને સંયમ કહે, તપ કહે, ધ્યાન કહે કે કઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે. અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર પૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાકરૂપે અવતરેલે જીવનેકર્ષક આચાર છે. ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણું બાહ્યાચાર જ હેય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કઈ આચાર નિર્માયે હોય તે તેને જેન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જે ઉપરનું અહિંસાનું આંતરિક તત્વ સંબંધ ન ધરાવતું હોય તે તે આચાર અને તે વ્યવહાર જૈન દષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પિષક છે એમ ન કહી શકાય. અહીં જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જૈન વિચારસરણનો ઇશારે કર્યો છે. આચારની બાબતમાં પણ કઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આઢવ, સંવર આદિ તો કહેવામાં આવે છે. [ અચિં- ભા. , પૃ૧૦ 49-1061]