SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વજ્ઞાન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતેથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યાગ્રહણની સંભવિત બધી જ રીતને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીને જન્મ થયેલે છે. એ સરણું કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તે શબ્દછળની આંટીઘૂંટી ખેલવા માટે નથી જાયેલી; પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંત વિચારસરણું ખરે અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં ગ્ય રીતે સ્થાન આપવું. જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પિતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાએના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસનાઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અને કાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતા. તેથી અને કાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાનો પ્રશ્ન આવે છે. જેને અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધોધાપ છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિશ્રેષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કોઈ પણ વિકાર ઊભો થયો, કઈવાસાએ ડકિયું કાઢયું કે કઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જેને અહિંસા એમ કહે છે કે તું એ વિકારો, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હણા, ન હાર, ન દબા. હું એની સામે ઝઝૂમ અને એ વિરોધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249510
Book TitleJain Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size422 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy