________________
જૈન તત્ત્વજ્ઞાન
શે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન તામાં જીવનશેાધનની મીમાંસા સમાવે છે. અલબત્ત, પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થાડે તફાવત પણ જોઈએ છીએ. શ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એના સબંધ જોડાતાં એમાં જીવનશોધનને પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પશુ રામન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનાધનના વિચાર સાથે સકળાયેલું જોઈએ છીએ, પરંતુ આ તત્ત્વજ્ઞાનના પ્રતિહાસમાં આપણે એક ખાસ વિશેષતા જોઈ એ છીએ અને તે એ કે આય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નમાંથી થઈ હેય તેમ લાગે છે. કારણ કે આ તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિચિતન સાથે જીવનશોધનનું ચિંતન સકળાયેલું છે. આર્યાવર્તનુ કાઈ પણ દર્શન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય; પણ તેથી ઊલટું. આપણે એમ જોઈ એ છીએ કે દરેક મુખ્ય કે તેનુ શાખરૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પેાતાના વિશિષ્ટ વિચાર। દર્શાવી છેવટે જીવનશેાધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશેાધનની ક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મેક્ષના ઉદ્દેશ અને અંતમાં તેને જ ઉપસંહાર જોઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પોતાના વિશિષ્ટ યેગ ધરાવેછે અને તે ચેગદર્શનથી ભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ યેાગના મૂળ સિદ્ધાંત છે. બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ ચાગપ્રક્રિયાએ ખાસ સ્થાન રૈકયુ' છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારે દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
૮૯
www.jainelibrary.org