________________
જૈન તત્વજ્ઞાન
છણવા માંડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ખાસ મહત્ત્વનો ભાગ રોકે છે. આર્યાવર્તના વિચારકોએ તે ગ્રીક ચિંતકે પહેલાં હજાર વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્ન કરેલા, જેને ઈતિહાસ પણ સામે સ્પષ્ટ છે. ઉત્તરેનું સંક્ષિપ્ત વર્ગીકરણ
આર્ય વિચારીએ એક એક પ્રશ્ન પરત્વે આપેલા જુદા જુદા ઉત્તરે અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરોનું વર્ગીકરણ કરીએ તો આ પ્રમાણે કરી શકાય – (૧) એક વિચારપ્રવાહ એ શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્મ માન, પણ તે વિશ્વ કોઈ કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું–થયાની ના પાડતે અને એમ કહે કે જેમ દૂધમાં માખણ ઉં રહેલું હોય છે અને ક્યારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું સ્થળ વિશ્વ કઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પાયે જાય છે અને એ મૂળ કારણું તે સ્વતઃ સિદ્ધ અનાદિ છે.
બીજે વિચારપ્રવાહ એમ માનતે કે આ બાહ્ય વિશ્વ કોઈ એક કારણથી જન્મતું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણે છે અને એ કારણેમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે ૫ રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણેનાં સંશ્લેષણ–વિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલે પરિણામવાદી અને બીજે કાર્યવાદી એ બને વિચારપ્રવાહે બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. અને એમ માનતા કે અહં નામનું આત્મતત્ત્વ અનાદિ છે. નથી તે કોઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org