SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમના માણ ૯૪ કર્યો સિવાય રહી શકતુ નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે, જૈન દર્શન ધિર જેવી કાઈ વ્યક્તિને -તદ્દન સ્વત ંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણા જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે—ભલે તે આવરણથી દબાયેલી હાય; પણ જો જીવ ચેાગ્ય દિશામાં પ્રયત્ન કરે તો એ પેાતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી પાતે જ ઇશ્વર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે શ્વિરતત્ત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે ઈશ્વરતત્ત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણુ સ્વીકારે છે. જે જે જીવાત્મા ક્રવાસનાઓથી પૂર્ણ પણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમને આદશ સામે રાખી પાતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતે જ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદશન પ્રમાણે જીવના બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને વિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવતા પરમાત્મભાવ આવ્રુત છે અને તે આવરણ દૂર થતાં પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત સિવાય કરશે જ ભેદ નથી, (લ) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ એ તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી રીતે પાંચમાંથી ચાર! તત્ત્વા જ રહે છે. આ ચાર તરવા જીવનશોધનને લગતાં અથવા આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વ પણ કહી શકાય. બધ, આસવ, સવર અને મેક્ષ એ ચાર તત્ત્વો છે. આ તત્ત્વને બૌદ્ધ શાઓમાં અનુક્રમે દુઃખ, દુઃખ ૧. નિજ રાતત્ત્વને અહીં' ગણતરીમાં નથી લીધું. આંશિક ક્રમ ક્ષય તે નિજા છે અને સર્વાંગે કમક્ષય તે મેક્ષ છે.-સ‘પાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249510
Book TitleJain Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size422 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy