________________
જૈન તત્ત્વજ્ઞાન
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપ વિષે તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમેના સંબંધમાં જે તાત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્વજ્ઞાન. આવી વિચારણું કોઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હોતું; પણ આ જાતની વિચારણું એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે વહેલી કે મેડી દરેક દેશમાં વસનાર દરેક જાતિની માનવપ્રજામાં એ છે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણું જુદી જુદી પ્રજાના પરસ્પર સંસર્ગને લીધે, અને કોઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ, વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેક રૂપે ફંટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્વિક વિચારણાઓ કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઓને કમિક ઈતિહાસ પણ પૂર્ણપણે આપણું સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થોડું ઘણું આપણે જાણુએ છીએ તે ઉપરથી એટલું તે નિર્વિવાદપણે કહી શકાય કે તત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરોધી દેખાતી ગમે તેટલી ધારાઓ હેય, છતાં એ બધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org