________________
જૈન તત્ત્વજ્ઞાન
જીવનશાધનની જૈન પ્રક્રિયા
જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાન દરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેના અનાદિ પ્રવાહને આભારી છે.! અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ મેહને વિલય કરવા જૈન દર્શન. એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને બીજી બાજુ તે રાગદ્વેષના સસ્કારે નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકામાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મેનુ પૂર્ણ પ્રાબલ્ય હાય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે. તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઇચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. જીવની આ પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનુ ચક્ર બંધ પડવાને કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલા વિકાસ દેખાય છતા ખરી રીતે એ આત્મા અવિકસિત જ હાય છે,
વિવેકશક્તિનો પ્રાદુભવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારોનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયાગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછીવત્તી ચાલતી હેાય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હેાય છે. આ ખીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હાવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે.
૧
ખીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયા કહેવાય છે. આ જીવનસાધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org