Book Title: Jain Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જૈન તત્ત્વજ્ઞાન ૩ બાલ તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમાનુ રહસ્ય શોધી કાઢવું. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ જેમ કાઈ એક મનુષ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હોતી, પણ તે બાહ્ય આદિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા સાથે જ પેાતાના અનુભવા વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યતિને પણ બાહ્ય આદિ ક્રમિક અવસ્થા અપેક્ષાવિશેષ હાય જ છે. તેનુ જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંબું અને વિશાળ હોઈ તેની બાહ્ય વગેરે અવસ્થાએને સમય પણ તેટલા જ લાંખે। હોય તે સ્વાભાવિક છે. મનુષ્યજાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ આંખ ખેાલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમકારી વસ્તુ તેમ જ બનાવે ઉપસ્થિત થયાં. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને ખીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહે તેમ જ મેધગર્જનાઓ અને વિદ્યુત્ક્રમકારાએ તેનુ ધ્યાન ખેચ્યું. મનુષ્યનું માનસ આ બધા સ્થૂલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને આદ્ય વિશ્વના ગૂઢ તેમજ અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું એ પ્રશ્નો ગમે તેટલા હોય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. તાત્વિક પ્રશ્નો દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાલ વિશ્વ કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17