Book Title: Jain Tattvagyan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ જૈન ધર્મના પ્રાણ આ એથે વિચારપ્રવાહ તે જ જૈન તત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યા આવતે અને તે પિતાની ઢબે વિકાસ સાધતા તેમ જ સ્થિર થતું જ હતું. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મેટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય તામ્બર અને દિગમ્બર બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ ધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ બૌદ્ધ મતના નાનામોટા ઘણું ફટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તે એકબીજાથી તદ્દન વિરોધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફોટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફાંટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્વચિંતનની બાબતમાં કેટલાક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમનામાં તત્વચિંતનની બાબતમાં કોઈ મૌલિક ભેદ હજી સુધી ધાયેલ નથી. માત્ર આર્ય તત્ત્વચિંતનના ઈતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્વચિંતનના સમગ્ર ઈતિહાસમાં આ એક જ દાખલે એવો છે કે આટલા બધા લાંબા વખતને વિશિષ્ટ પ્રતિહાસ ધરાવવા છતાં જેના તત્વચિંતનને પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્વજ્ઞાનની પ્રકૃતિનું તાલન તત્વજ્ઞાન પૂર્વીય હેય કે પશ્ચિમીય હો, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પિતાના પ્રદેશમાં ચારિત્રને પ્રશ્ન પણ હાથ ધરે છે. ઓછે કે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17