Book Title: Jain Tattvagyan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 5
________________ જૈનધર્મને પ્રાણ થયેલું. જેમ તે આત્મતત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બને દષ્ટિએ તે અનંત પણ છે અને તે આત્મતત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી. ત્રીજો વિચારપ્રવાહ એ પણ હતું કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બન્નેને કોઈ એક અખંડ સતતત્ત્વનું પરિણામ માનતા અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશો જ ભેદ માનવા ના પાડત. જેને વિચારપ્રવાહનું સ્વરૂપ ઉપરના ત્રણ વચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહોને વિશેષ મળતે અને છતાં તેનાથી જુદે એવો એક થે વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતે હતે. એ વિચારપ્રવાહ હત તે પરમાણુવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વના કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતા ન હતા, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનત. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણું ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતા હોવાથી, એમ કહેતા કે પરમાણુjજમાંથી બાહ્ય વિશ્વ આપોઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું. તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતો. તે એમ કહે કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પિતાના પરમાણુરૂપ કારણોમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ તલમાંથી તેલની પેઠે પિતાના કારણમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17