Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 5
________________ પાષાણમાંથી પરમાત્મા સુધીની યાત્રા. Puty Shree Jinchandra જે પાષાણની મૂર્તિને આપણે પરમાત્મા માનીને પૂજીએ છીએ એ પત્થરની મૂર્તિ પરમાત્મા બને છે કેવી રીતે ? તે જાણવું બહુ જટ્ટી છે. વર્ષોથી ઊંડી ખાણમાં પત્થરના એક અંશ તરીકે જડ બનીને પડી રહેલો એ પાષાણનો ટુકડો કોઈક બડભાગી દિવસે એ ખાણમાંથી બહાર નીકળે છે. પત્થરમાંથી પરમાત્માનું સર્જન કરવા માટે વિધિપૂર્વક બહાર કાઢવામાં આવેલા એ પત્થરના ટુકડામાં પણ ભક્તોને ભાવિના પરમાત્માનું દર્શન થવા લાગે છે અને એ પત્થરની શીલાનું પણ ભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ એ પત્થરની શીલા કુશળ શિલ્પીઓના હાથમાં પહોંચે છે, શિલ્પીઓ વિવિધ ટાંકણાઓ દ્વારા એ પત્થરમાંથી વધારાના ભાગો કાઢી નાંખીને પ્રભુ પ્રતિમાનો આકાર ઉપસાવવાનું શરૂ કરે છે, કલાકોના કલાકો સુધી શિલ્પીઓ એની ઉપર કામ કરતાં રહે છે, રોજ નવા નવા ટાંકણા લાગતા રહે છે અને પ્રભુજીની પ્રતિમા ઘડાતી જાય છે. અને એક વખતનો પત્થરનો એ જડ ટૂકડો પ્રશમરસ નિમગ્ન, કરૂણા સભર સુંદર ભાવવાહી નેત્રોવાળી પ્રભુ પ્રતિમાનું આકર્ષક રૂપ ધારણ કરી લે છે. હવે પત્થરનો ટુકડો ભગવાનની મૂર્તિ બની જાય છે. સુંદર પાષાણમાંથી નિર્મિત આ ભાવવાહી પ્રભુ પ્રતિમાને કેટલાક ભાવિકો દર્શનીય મૂર્તિ તરીકે ઘરમાં પધરાવતા હોય છે અને એનું આલંબન લઈને પ્રભુભક્તિ કરતાં રહે છે. પરંતુ એ મૂર્તિ પૂજનીય તો ત્યારે જ બને કે જ્યારે તેની ઉપર લઘુ પ્રતિષ્ઠારૂપે ૧૮ અભિષેકની વિધિ કરવામાં આવે - આવી ૧૮ અભિષેક કરીને સ્થાપિત કરેલી મૂર્તિ પૂજનીય તો બની જાય છે, પણ તેની રોજ અષ્ટપ્રકારી પૂજા વિગેરે થવું જ જોઈએ તેવો નિયમ નથી. ભક્તોની ભાવના હોય તો રોજ પૂજા કરી શકાય અને કદાચ પૂજા ન થઈ તો વિશેષ કોઈ દોષ લાગી જવાનો ભય પણ રહેતો નથી. પરંતુ પ્રભુજીની એ મૂર્તિ સાક્ષાત પરમાત્મા તુલ્ય તો ત્યારેજ બને છે જ્યારે તેની ઉપર અધિવાસના, પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાની શાસ્ત્રીય વિધિઓ સાથે તેની પૂર્ણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે. આવી અંજનશલાકા કરેલી સાક્ષાત પરમાત્મા તુલ્ય પ્રભુ પ્રતિમાની રોજ અભિષેક આદિ બધી પૂજા થવી જ જોઈએ તેવો નિયમ છે. જેના આલંબનથી આત્માનું કલ્યાણ થાય તેવી પ્રભુજીની મૂર્તિમાં પ્રાણનું આરોપણ કરવું - ચૈતન્યનું અવતરણ કરવું અને મૂર્તિને સાક્ષાત પરમાત્માતુલ્ય બનાવવી તેનું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા...અધિવાસના...અંજન શલાકા... પરમાત્માના પાંચેય કલ્યાણકોની વિશુદ્ધ ભાવે ઉજવણી કરી - કરાવીને પોતાના સમ્યગ્દર્શનને વધુ નિર્મળ અને સ્થિર બનાવવાનું છે, અને તે રીતે પ્રભુ ભક્તિ દ્વારા પોતાના આત્માને નિર્મળ કરતાં કરતાં પોતાના આત્મામાં રહેલા પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું છે. આ માટે પ્રતિષ્ઠાકારકમાં જોઈએ પરમાત્મા સાથે અનુસંધાન જોડ્વાનું સામર્થ્ય... તપ-જપ અને સંયમની. સાધના દ્વારા પ્રગટેલી પવિત્રતા અને ચિત્તની એકાગ્રતા... મંત્ર અને મુદ્રાઓનું ઊંડુ જ્ઞાન... તેમજ મન, મંત્ર, મુદ્રા અને મૂર્તિ સાથેનું તાદાભ્ય જોડીને - પ્રાણવાન બનીને અંજન વિધિ કરવાની યોગ્યતા. જિનબિંબમાં સ્થાપના નિક્ષેપે આઈત્યની પ્રતિષ્ઠા - સ્થાપના કરવાનું પરમોચ્ચ કોટિનું શાસ્ત્રીય વિધાન એટલે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, અંજનશલાકા યુક્ત પ્રાણ પ્રતિષ્ઠાનું આ પરમોચ્ચ વિધાન સર્વાગ સંપૂર્ણ અને વિશુદ્ધ હૃદયના ઉચ્ચ ભાવ તથા ભક્તિમય ચિત્તની એકાગ્રતા સાથે થાય તો તે સ્થાન કે સંઘનો અભ્યદય થયા વિના રહેતો નથી. અનેક સદીઓથી ચાલી આવતી પ્રાણપ્રતિષ્ઠાની આ પરંપરા પ્રાચીન આચાર્યોના માર્ગદર્શન અનુસાર આજે પણ ઘણે અંશે જીવંત રહી છે, તે જૈન સંઘનું મહાન સદ્ભાગ્ય છે. આવા મહા કલ્યાણકારી અંજન શલાકા – પ્રતિષ્ઠાના વિધાનોને આપણે સહુ અંતરના ઉમળકાથી વધાવીએ અને જીવનને મંગલમય બનાવીએ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64