Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 44
________________ નિાલયે નિબિંબ પ્રતિષ્ઠા (તરલાબેન દોશી) અનાદિ અનંત એવા આ કાળચક્રમાં કોઇ કાળખંડ અભ્યુત્થાનનું નિમિત બની યુગ પર છવાઇ જાય છે. અનંત તીર્થંકરોના પ્રત્યક્ષ જીવનકાળના પાંચ ક્લ્યાણકો વર્તમાનમાં આરાધકો માટે અવલંબનભૂત છે. નિાગમો શાસનકાળના સર્વોત્કૃષ્ટ અવલંબનો છે. એ જ રીતે જિનબિંબ, જિનાલયો પણ ભવ્યજીવો માટે ઉત્તમ અવલંબન - પ્રત્યક્ષ આધાર બની રહેછે. આ પ્રસંગ છે પરમ વત્સલ, અનંત કરૂણાધાર એવા પરમાત્મા જિનેશ્વર ભગવંતોની જિનાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપનાનો, ત્યારે સમગ્ર વિશ્વને એક પાવન પ્રેરક સંદેશ તેમાંથી પ્રગટતો દેખાય છે. અમુઠિઓમિ આરાહણાએ, એટલે કે આયી હું હે પરમાત્મા આપના શરણમાં આવું છું - આરાધના માટે ઉભો થયો છું. સન્મુખ થયો છું. અનાદિ અનંત ભૂતકાળથી પરિભ્રમણ કરતો આપણો આત્મા આ સંસારચક્માંથી બહાર કેમ આવી શક્યો નથી ? એની હું વિચારણા ચિંતન અનુપ્રેક્ષા આથીજ શરૂ કરું છું. આજ તારા આ પાવન પ્રતિક્ને તને સ્વયં પરમાત્મા સ્વરૂપને નિહાળતાં મને સમજાય છે કે અજ્ઞાનથી આવૃત્ત મારો આત્મા તને પામીને પણ કદિ અર્પણ થયો નથી. આજ તારી સન્મુખ આવતા મારી આ ભૂલનો મને એહસાસ થાય છે કે મારા ચવ્યૂહને ભેદવાના તમામ પ્રયત્નો મેં અધૂરાં છોડયા છે, ચક્રભેદ, લક્ષ્યવેધ કરી શક્યો નથી. આજ તારી પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે જિનાલયમાં જ નહી. મારા દેહાલયમાં હ્રદયમંદિરમાં હુંતારી પ્રાણપ્રતિષ્ઠા કરવા ઉભો થઉ છું. અભ્ઠઠિઓમિ. અને તું અંદરથી મને મારી ભૂલ સમજાવે છે. અનંતજ્ઞાની એ અભ્યુત્થાના ૧૦ પગચિયાંરૂપ ૧૦ બોલ. શાસ્ત્રમાં દુર્લભ બતાવ્યા છે. મનુષ્યભવની પ્રાપ્તિથી શરૂથતાં ૧૦ સોપાનના ૯ સોપાન આપણે ચઢી ગયા છીએ હવે માત્ર એક જ સોપાન જો ચડી શકીએ તો મોક્ષ આપણી થેલીમાં છે. આજ ૧૦ બોલને આગમકારે જ સોપાનમાં સમાવી દીધા છે. ચતારિ પરમંગાણિ દુલ્લહાણિ અજંતુણો, માવુસ્સતં, સુઇ સધ્ધા સંમમિ ય વીરિયં । એટલે કે મનુષ્ય જન્મ મળે તો પણ નિવાણી મળવી દુર્લભ, જિનવાણી મળે તો પણ તેમાં શ્રધ્ધાથવી દુર્લભ અને કદાચ શ્રધ્ધા પણ થશે તો પણ જિનાજ્ઞાનું પાલન આચરણ દુર્લભ છે. તો આજ આ પાવન પ્રસંગે પરમાત્માજીના પાવન સાનિધ્યે આ ભૂલ સુધારવા કટિબધ્ધ થઇને બોલીએ છીએ અબુઠઠિઓમિ - આવ્યો છું તારા શરણે... આજજિનાલયમાં આવ્યા એટલે બેંક્માં એકાઉન્ટ ખાતું ખોલાવ્યું, પણ ખાતું ખોલાવવાથી ચેક બુક જરૂર મળે, પણ બધા ચેક પાસ થઇ કેશ કરાવવા માટે બેંક્માં પર્યાપ્ત ડીપોઝીટ પણ હોવી જરૂરી છે ને ? પરંપરાગત ઉત્સવ મનાવવા સાથે જ્યજ્યકારના નારાથી ગગન ગજાવી સંતોષ માની નહીં શકાય પણ સાર્થતા ત્યારે જણાશે જ્યારે આપણાં આત્માના સમુત્થાન માટે સ્વયં પ્રયત્ન કરીશું. આપણા વ્યક્તિગત અને સમુહગત જીવનમાં ક્યની અને કરણીની, આદર્શ અને વ્યવહારની, વિચાર અને આચારની જે વિસંવાદીતા દેખાય છે તેમાં સંવાદીતા સાધવા અભ્ઠઠિઓમિ - હું તૈયાર થાઉં છું. તો પરમાત્માજી

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64