Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 45
________________ પ્રતિષ્ઠિત થયા ગણાશે આપણા હ્દયમંદિરમાં મારી મોક્ષમાં જવાની ભાવનાનો ચેક કેશ કરાવવા આજ હું મારી સંપૂર્ણ આરાધનાની ડીપોઝીટ મા કરાવવા આવ્યો છું, તૈયાર છું. અમ્મુઠિઓમિ... તારા શરણમાં આવીને વ્યવહારશુદ્ધિ, મનશુદ્ધિ, ચિત્તશુધ્ધિ, ભાવશુધ્ધ અને આત્માશુધના માર્ગે ચાલવા તત્પર થયો છું. શ્રમણસૂત્રમાં જીવન વિકાસના ક્રમિક સોપાનો દર્શાવ્યા છે. અભ્યુત્થાનનો અર્દભુત ક્રમ શરૂ થાય ઈ ઈણમેવ નિગ્રંથ પાવયાણું સચ્ચું - અર્થાત આ નિર્પ્રય પ્રવચન - વીરપ્રભુની વાણી સત્ય છે એવા સ્વીકાર સાથે, અને પૂર્ણ થાય છે. તસ્સ ધમ્મસ કેવલી પન્નતસ્સ એટલે કે તે કેવળી પ્રરૂપિત ધર્મ ...અદ્ભુઠિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ એટલે કે આરાધના માટે ઉભો થયો છું. તૈયાર થયો છું અને વિરાધનાથી વિરમું છું. મહાવીર સ્વામીનો માર્ગ વિરાધનાથી વિરમવાનો માર્ગ છે. આ શ્રમણસૂત્રના આગળના શબ્દો છે. અસંજ્મમ્ પરિયાણામિ સંજ્મમ્ ઉવસંપજામિ - અર્થાત્ અસંયમનો ત્યાગ કરી હું સંયમમાં આવું છું. આત્મ સાધનાના માર્ગમાં માત્ર બોલેમિ ભંતે । શબ્દનો કોઇ અર્થ નથી કરેમિ ભંતે । હે ભગવાન હું કરું છું શબ્દ જ અર્થ ધરાવે છે. મહાવીર બનવા મથતો સાધક સંયમ - અસંયમનું પરિજ્ઞાન કરી, તેના ભેદ-પ્રભેદ જાણી, સંયમ આદરવા અને અસંયમથી વિરમવા અભ્યુત્થાનનું પ્રથમ પગલું ઉપાડે છે ત્યારે અનાદિની અનંત વિરાધનાનો અંત થઈ આરાધનાનો આરંભ થાય છે, પ્રારંભ થાય છે. અહીં આરંભ શબ્દ શરૂઆત અર્થ ધરાવે છે પરંતુ જૈન પરિભાષામાં સરંભ, સમારંભ અને આરંભ આત્રણ શબ્દો વિશેષ અર્થમાં વપરાય છે. વલી પ્રરૂપિત એક એક શબ્દમાં એક એક મહાનિબંધ થીસીસ લખાય એટલા રહસ્યો સમાયેલા છે. આપણે વ્યવહારમાં પણ તત્વાર્થસૂત્રમાં દર્શાવેલા ચાર ગતિમાં વાના કારણોમાંનું નર્કગતિમાં લઈ નાર એક કારણ માટે બોલીએ છીએ કે બહુ આરંભ અને પરિગ્રહથી નર્કાયુ બંધાય છે. તો આ આરંભ શબ્દ હિંસા, પાપ, વિરાધના વગેરે અર્થ ધરાવે છે. આવા ત્રણ શબ્દો સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ વિરાધનાના ભાવો છે. આરંભ એટલે પ્રત્યક્ષ થતી હિંસાદિ વિરાધનાની યિા કરતા અનેક ગણી વધુ વિરાધના આપણે સમારંભ અને સરંભ વડે કરતા હોઈએ છીએ. એક સાદા દ્રષ્ટાંત વડે તેને સમજીએ તો ધારોકે દિવસો મહિનાઓ બાદ એક સાંસારિક પાર્ટી-લગ્ન-વા કોઈ આયોજનમાં આપણે જોડાવાનું છે. મનમાં વિચારણા શરૂ થઇ કે આપણે આ પાર્ટીમાં જવું છે. જ્ઞાની મ્હે છે, ત્યાં થનાર તમામ યિાના હિંસાત્મક આરંભ તો જ્યારે તેમાં જોડાઈએ ત્યારે વિરાધનારૂપનો છે પરંતુ સરંભ એટલે ખરેખર શરૂઆત તો એ પળથી જ થઇ ગઇ કે જ્યારે મનોભૂમિકાએ ત્યાં જવાનું જોડાવાનું નક્કી ક્યું. અને ત્યારબાદ વસ્ત્ર, અલંકાર, પ્રવાસ વગેરેની વ્યવસ્થા કરવા માંડયા એટલે સમારંભરૂપ પાપયિાનો આશ્રવ ચાલુ થઈ ગયો. સૂક્ષ્મ જે સરંભની પાપક્રિયાનો આશ્રવ હતો તે દેઢ થયો પાપ પ્રવૃત્તિનો ભાવ બળવાન બન્યો અને વિરાધના વધી. જ્યારે પાર્ટીમાં જોડાયા ત્યારે તે ભાવ સ્થૂળ બની આત્માને બંધરૂપે જકડી લે છે. એવું પણ બને કે જેના માટે વિચારણા અને આયોનો ર્યા હતા એ પાર્ટી થાય જ નહીં, કે આપણે તેમાં જોડાઇ ન શકીએ, તો પણ સરંભ અને સમારંભરૂપ અનર્થ દંડે તો આપણે દંડાઈ જ ચૂક્યા. સંસારમાં રહેલા આપણે ગૃહસ્થાશ્રમી જીવન વ્યવહાર ચલાવવો પડે, પરંતુ જ્ઞાનવડે તત્વનો જાણકાર અનર્થદંડથી અટકી શકે છે. જીવન થોડું ને જંજાળ ઝાઝી એવું ન બને માટે જીવન વ્યવસ્થાનો વિવેક કરવાથી આશ્રવોથી અટકી - વિરાધનાથી બચી વાય છે. જીવનભર જરૂરી અને બિનજરૂરી વિચારણા - આયોજ્નોમાં ધણો સમય વેડફી વર્તમાન બગાડીએ છીએ. ક્ર્મબંધ કરી ભવિષ્ય કાળ બગાડીએ છીએ. ભૂતકાળમાં વિરાધના કરી તે તો બગાડયો જ છે, તો હવે પરમાત્મા સામે ઉભી જાગૃતિપૂર્વક હીએ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64