Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 46
________________ - અબ્દુઠઠિઓમિ આજથી અનર્થદંડે તો નહીંજ દંડાઉ અર્થદંડમાં પણ સાવધાન રહીશ. જીવનભર સંસાર લક્ષે વિચારણા કરતા જ રહીએ છીએ. આમ કરીશ ને તેમ કરીશ, પ્રકૃતિના વિરાટ કોમ્પ્યુટરમાં આપણે પ્રત્યેક ભાવ ‘સેવ’ થઇ જાય છે. ‘ફોરવર્ડ' થયાં જ કરે છે અને ચક્રવ્યૂહમાં ફંસાતા જઈએ છીએ. જો આ ચક્રવ્યૂહને ભેદી છૂટી જવું હોય તો જ્ઞાની માર્ગ બતાવે છે. સરંભ - સમારંભ અને આરંભરૂપ - પાપક્રિયા - આશ્રવ અને વિરાધનાની આ વૃત્તિ-પ્રવૃત્તિ આપણને ૧૦૮ પ્રકારે ધેરી વળે છે. આ ત્રણ અસંયમ આપણે ત્રણ યોગ એટલે મન, વચન, કાયાથી સેવીએ છીએ અને ત્રણ કરણ એટલે કરવારૂપ, કરાવવારૂપ અને અનુમોદનારૂપે વિસ્તારી ૩૪૩X૩ = ૨૭ અસંયમના મૂળમાં જે છે તે છે અનાદિથી જીવને લાગેલી ૪ સંજ્ઞાનું પ્રેરણાબળ એટલે તે ૨૭૪૪ = ૧૦૮ પ્રકારથી વિરાધનાનું વિષચક્ર આપણા આત્માને ભીંસ્યા કરે છે. એટલે હવે આપણે બોલ્યા કે અસંમમ્ પરિયાણામિ સંમમ્ ઉર્વીસંપજામિ... તો ૧૦૮ મણકાની માળા નવકારવાળીના એક એક મણકા પર એક એક પાપ - અસંયમ - આશ્રવનું પ્રાયશ્ચિત કરતાં કરતાં વિષચક્ર ભેદી શકીએ. પરમાત્માની સ્થાપના પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે અંતર પ્રતિષ્ઠિત પરમાત્માની સાક્ષીએ - અબ્દુઠઠિઓમિ... જે મે જીવા વિરાહિયા તસ્ક મિચ્છામિ દુક્કડમ્ની ભાવનાને મૂર્ત કરવા વિરાધનાથી બચી આરાધનાને સાર્થકબનાવી શકીએ. તંદુલિયો મચ્છ એક અંતર્મુહૂર્તમાં નર્કમાં ચાલ્યો જાય. શું પાપ કરી નાંખ્યા હશે ચોખા જેવડી કાયા સાથેના એક અંતર્મુહૂર્તના આયુષ્યમાં ? મમ્મણ શેઠે યુધ્ધો નથી લડયા, માંસ મદિરા, વ્યાભિચાર નથી સેવ્યા, ભોગ વિલાસ તો સ્પર્ધા પણ નહોતા તોયે નર્કમાં ચાલ્યા ગયા ? મનની અપાર શક્તિનો જ વ્યભિચાર દુર્ગતિના દરવાજા ખોલે છે. મહાવીરના માર્ગે, મહાવીરના અનુયાયી આપણે, માનવજીવન સાર્થક બનાવવા મહાવીર ક્યીત જૈનજીવન પદ્ધતિનો મહામંત્ર આજ દોહરાવીએ. જ્યં ચરે, જ્યં ચિઠે, જ્યં માર્સ, જ્યં સમે, જ્યં ભુજંતો, ભાસંતો પાવ્વ માં ન બંધઇ । જ્યણા - તના - જાગૃતિપૂર્વક ચાલવું, ઉભવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું તો મહાવીર ક્યે છે બચી જવાશે, તરી જવાશે, મોક્ષે પહોંચી જવાશે. પૂણ્યના પ્રીપેઇડ કાર્ડ વપરાઈ રહ્યા છે. મનુષ્ય જન્મની અમૂલ્ય આયુષ્ય પળો વીતી રહી છે. ચેતી જઈએ. આજથી જ આ ક્ષણેજ ઉભાં થઈ અર્પણ થઈ જઈએ. સર્વાંઅકરણીજં જોગ અકરણીય - ન કરવા યોગ્ય મન, વચન, કાયાના દરેક કાર્યોનો ત્યાગ કરવા પ્રતિજ્ઞાબધ્ધ થઇ પરમાત્માનું પ્રતીક, પાવન જિનબિંબ આપણા અંતરમાં પ્રતિબિંબિત કરવાની પળ એટલે - પ્રતિષ્ઠા મહોત્સવ તેમાં અર્પાઈ જઈએ. જૈનમ્ જ્યતિ શાસનમ્

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64