Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 49
________________ આવતા સ્કોલરો દ્વારા અને સ્થાનિક સ્કોલરો દ્વારા અપાતી ધર્મવાંચના અને સ્વાધ્યાય - સત્સંગ વિગેરે પણ આ વૃદ્ધિનાં કારણો છે. મૂર્તિ-મંદિરોએ ભક્તિયોગ ગાયો છે. અને સ્વાધ્યાય તથા સત્સંગે જ્ઞાનયોગ અને ક્રિયાયોગ ગાયો છે. ભારતદેશમાં સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓનો જેવો યોગ છે તેવો સર્વત્યાગીઓનો યોગ આ દેશમાં શક્ય નથી તે માટે મૂર્તિ-મંદિર જેવાં બાહ્ય આલંબનોની અને સ્વાધ્યાય-સત્સંગ જેવાં ભાવાલંબનોની વધારે આવશ્યક્તા છે. આવા આલંબનોથી સંધની એકતા, સમાનું સંગઠઠન, પરસ્પર મૈત્રીભાવ, પુત્ર-પુત્રીઓમાં વિજાતીયમાં જતાં અટક્યું, લજજા અને ભયાદિના કારણે પણ દુર્વ્યસનોમાંથી બચવું, આવા ધણા ધણા લાભો આ મૂર્તિ-મંદિરની પ્રતિષ્ઠા અને શોભાયાત્રામાં રહેલા છે. આવા પ્રકારના ધાર્મિક પ્રસંગોના માહોલ ધણા બીજા જીવોને ધર્મમાં જોડનાર બને છે. જોડાયેલાઓને સ્થિર કરે છે. કલ્પનામાં પણ ન આવે તેવાં નાણાં આવા પ્રસંગોમાં પુણ્યાત્માઓ ખર્ચે છે. પોતાના જીવનની ધન્યધડી માને છે. આવા અનેરા ઉત્સાહ સાથે ઉજવાતા ધાર્મિક પ્રસંગો એ જીંદગીનો પરમ લ્હાવો છે. આવા ઉલ્લાસના અને આનંદના ધર્મમય પરિણામવાળા દિવસો ફરી જલ્દી આવતા નથી. પરમાત્માનું જીવન સાક્ષાત્કાર થાય છે. બાલક-બાલિકાઓ અને યુવાનો સંસ્કાર પામે છે. ધર્મમય વાતાવરણ હીલોળે ચડે છે ચારે તરફ ધર્મપ્રભાવનાની લ્હાણી થાય છે. બાલજીવોને અને અજ્ઞાની જીવોને ધર્મનગરમાં પ્રવેશકરવાનું પ્રથમદ્વાર છે. પૂજ્ય હરિભદ્ર સૂરિજી મ.શ્રીએ પંચવસ્તુ નામના ગ્રંથમાં તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ પ્રતિમાશતક નામના ગ્રંથમાં, શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ વીતરાગસ્ત્રોતમાં તથા ઉપાધ્યાયજીકૃત દોઢસો ગાથાના સ્તવનમાં પરમાત્માની મૂર્તિ તથા મંદિર કેટલાં આવશ્યક છે તે ઉપર સારો પ્રકાશ પાડેલો છે. શ્વેતાંબર આમ્નાયમાં દેશના આપતી અવસ્થાની અને દિગંબર આમ્નાયમાં સાધના અવસ્થાની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાય છે. બન્નેમાં માત્ર વિવક્ષાભેદ છે. શ્રી એટલાંટા જૈન સંધના સમસ્ત ભાઈ-બહેનોનો આ સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે. આખા સંધને ધર્મના વાતાવરણમાં પલટવાનો, ઉલ્લાસ-ઉમંગ અને આનંદના હીલોળે ચડવાનો, અનેક જીવોને ર્કોની નિર્જરા કરાવવાનો, પાછળની પેઢી દર પેઢીમાં મજબૂત સંસ્કારોના બીજનું વાવેતર કરવાનો આડા અવળા દુષ્ટવ્યસનોમાં સાતા જીવોને સાચા કલ્યાણકારી માર્ગે લાવવાનો, અને તમામ પ્રજાનું હિત કરવાનો આ મંદિરબનાવવારૂપ પ્રસંગ સૌથી શ્રેષ્ઠ પ્રસંગ છે. પ્રતિષ્ઠાનો પ્રસંગ સર્વશ્રેષ્ઠ પ્રસંગ છે તેથી આપણે બધા સાથે મળીને એક્મનના થઈને બીજુ બધુ ભુલીને અપૂર્વ ઉલ્લાસ સાથે આ પ્રતિષ્ઠામહોત્સવ ધામધૂમથી અને અનેરા ઠાઠમાઠથી ઉવીએ. આ ઉજવણી દ્વારા એટલાંટા જૈન સંધ તથા સમસ્ત જૈન સમાજ દિન-પ્રતિદિન દ્ધિ-વૃદ્ધિ-ક્લ્યાણ પામનારો ચાઓ સર્વે જીવો સુખી થાઓ અને સર્વેનું કલ્યાણ થાઓ. એજ લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ/૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પલેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત. દક્ષિણ ગુજરાત-૩૯૫૦૦૯. (ઈન્ડીયા). ટે. (૦૨૬૧) ૨૭૬૩૦૭૦ મો. ૯૮૯૮૩૩૦૮૩૫ તા. ૨૬/સપ્ટેમ્બર/૨૦૦૮

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64