Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta
View full book text
________________
એક એવા શુભ પ્રસંગે, રાત્રે ભાવનામાં સંગીતકારે શ્રી મેતારક મુનિનું ગીતબદ્ધ કક્શાનક શરૂ કર્યું તો, નિશ્રાદાતા પૂજ્ય આચાર્ય ભગવંતે સૂચના મોકલાવી કે ધના-શાલિભદ્ર જેવું કથાગીત રજૂ કરવાનું રાખો, આ ન કરશો.
ઉત્સવના દિવસોમાં સકળ સંધના મન-પ્રાણમાં ઉલ્લાસનું તત્વ જ રમમાણ રહેવું જોઈએ. આ અનુસંધાને અન્ય એક પ્રસંગ રજૂ કરવા મન થાય છે. આજકાલ ઉજવાતા શાનદાર અંજનશલાકા પ્રસંગોએ, પંચકલ્યાણકની ઉજવણી પણ બડા ઠાઠ થી થતી હોય છે. જન્મ કલ્યાણક્ની ઉજવણીમાં, ધર ધર દીવડા પ્રગટાવો અને ધર ધર હર્ષ વધાઈનું જ વાતાવરણ, ચોમેર ઉભું કરવામાં આવે છે. આ બરાબર છે. દુનિયાનો તારણહાર, એક રાજદુલારો જન્મ ધારણ કરે તેથી સર્વત્ર હર્ષની છોળ ઉછાળે તે સમજી શકાય તેવું છે. વળી બધું મહોત્સવની શોભારૂપ પણ છે.
આવી સ્થિતિ હોવા છતાં, દીક્ષાકલ્યાણક ઉજવવાનું આવે છે ત્યારે, શા માટે ભારે ગમગીન અને શોકમય વાતાવરણ સર્જવામાં આવે છે, તે સમજાતું નથી રૂડા રાજમહેલ ત્યાગીને, અવની પરનો એક અજોડ સંયમી, જન્મ-જરામૃત્યુના રોગથી કાયમી છુટકારાના માર્ગને બતાવવા, જગતના જીવમાત્રને દુ:ખના કળણમાંથી ઉદ્ધારવા માટે, તરણ-તારણ જહાજરૂપ ધર્મતીર્થ પામવા માટેના ઉત્તમોત્તમ માર્ગે સંચરવા જાય છે, તે તો આપણા સૌને માટે આનંદની, હર્ષની, ગૌરવની ઘટના છે. આવા રળિયાતા પ્રસંગને લૌકિક શોક્નાં કાળા કપડાંથી શા માટે મઢવો પડે
જાતું નથી. આ બાબત તો ઉલ્લાસવંત મહોત્સવમાં કળ ધાબું છે જો એ શોક કૃત્રિમ હોય તો તે દંભ છે, નાટક છે, અહંદુ ધર્મ એને કદી આવકારે નહીં. એ શોક સત્ય હોય તો પણ, આવા પ્રસંગે જે પાંચ શુદ્ધિનો આગ્રહ કરવામાં આવે છે તેમાં પ્રાણ સ્વરૂપ, ભાવશુદ્ધિ ખંડિત થાય છે. અન્ય ચાર શુદ્ધિમાં ભૂમિશુદ્ધિ, મુહૂર્તશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ (ધન તથા ઔષધિઓ, પૂજન-અનુષ્ઠાનનાં દ્રવ્યો), પૂજકશુદ્ધિ (નિશ્રાદાતા, આચાર્ય મહારાજ, વિધિાર, ભગવાનનાં માતાપિતા બન્યા હોય તેના આચાર-વિચાર તથા દેહની શુદ્ધિ), ભાવશુદ્ધિ (સહુનું દય નિર્વેર હોય, નિર્મળ હોય, નિરહંકારી હોય) - આ બધું હોય પછી જુઓ, પ્રભુજીના મહોત્સવની રંગત નિહાળો, આવો પ્રસંગ
અનેના હૈયે ચિરકાળ પર્યત સંભારણું બની રહેશે. પ્રસંગ ઉજવવાનો હેતુ સિદ્ધ થાય છે. આવો પ્રસંગ નિહાળનારામાં બોધિબીજનું વાવેતર થાય છે.
લંબાણ પૂર્વક્તા આ ઉત્તરથી તમારું મન નિઃસંશય બન્યું હશે. ધર્મ પ્રત્યે નિ:શંક બનેલા ચિત્તને, ધર્માનુષ્ઠાનનું ફળ કલ્પવૃક્ષની જેમ ફળે છે. આવું ફળ તમને પણ પ્રાપ્ત થાઓ II