Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 48
________________ ન્નિાલય તથા નિ પ્રતિમાની આવશ્યક્તા (શ્રી નસંધને શુભસંદેશ) અનંત ભવોમાં પણ અતિશય દુર્લભ એવો મનુષ્યનો ભવ, આર્યદેશ આર્યલ, જૈનશાસનની પ્રાપ્તિ અને નિરોગી શરીર વિગેરે શુભસામગ્રી પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ સાધવું એ જ કલ્યાણકારી માર્ગ છે. આત્માનું કલ્યાણ કરવા માટે આ કાલમાં મુખ્યાને બે જ ઉપાય છે. એક પરમાત્માની વાણી (આગમ શાસ્ત્રો અને બીજું પરમાત્માની મૂર્તિ. પરમાત્માની વાણી (આગમશાસ્ત્રો) ત્રણે લોક્ના ત્રણે કાળના સમસ્ત ભાવો સમજાવવા દ્વારા આ આત્મામાં દીપકના જેમ જ્ઞાનપ્રકાશ આપે છે. આત્મતત્વ દેહથી ભિન્ન છે એવી ઓળખાણ કરાવે છે. સંસારનો રાગ ધટાડે છે. વૈરાગ્ય વધારે છે અને આત્માને ત્યાગ-તપ-સંયમ અને ધ્યાન તરફ દોરે છે તેનાથી પરિણતિ નિર્મળ-નિર્મળતર બને છે. જિનેશ્વર પ્રભુની વાણી આત્મામાં નિશ્ચયદેષ્ટિ જગાડે છે. પરમાત્માની મૂર્તિ શુદ્ધ આત્મતત્વનું વીતરાગમય સ્વરૂપનું દિગ્દર્શન કરાવે છે. મારો આત્મા પણ આપના જેવો અનંતગણોનો સ્વામી છે. તેને પ્રગટ કરી પરમાત્મા બનું. આપની ભક્તિ તેમાં નિમિત્ત બને. પરમાત્માની મૂર્તિ એ સાક્ષાત્ પરમાત્માલ્ય છે. તેમની સેવા-પૂજા-દર્શન-વંદન અને ગાનતાન એ સધળો ભક્તિયોગ છે. આ યોગ સંસાર કરવાનો ઉપાય છે. આ પરમાત્માએ સંસાર તરવાના ઉપાયો બતાવવા રૂપે આપણા ઉપર ધણો જ ધણો ઉપકાર કર્યો છે. સાચું તત્ત્વ સમજાવવા સ્વરૂપે ધણું જ ધણું આપ્યું છે. તેથી તેઓની ગેરહાજરીમાં તેઓની પ્રતિમા દર્શનીય - વંદનીય અને પૂજનીય છે. પ્રાણપ્રતિષ્ઠા કરવાથી મૂર્તિ એ મૂર્તિ રહેતી નથી પણ પરમાત્માસ્વરૂપ જ બને છે. આ પરમાત્મા છે આ વીતરાગ પ્રભુજ છે આમ જ બોલાય છે અને આમ સમજીને જ સેવા-પૂજા-દર્શન-નમન આદિ કરાય છે. કોઈ કોઈ લોકો આવો તર્ક કરે છે કે પ્રતિમાની પૂજા કરવામાં ધૂપદીપ પુષ્પ અને જલાદિના ઉપયોગમાં હિંસા થાય છે આપણે તો અહિંસાના પૂજારી છીએ માટે જિનાલય અને જિનમૂર્તિ ન હોવાં જોઈએ પણ આ તર્ક ખોટો છે. કારણ કે શ્રાવક-શ્રાવિકાઓ જ પરમાત્માની પૂજા સેવા કરે છે. સાધુ-સાધ્વીજી કરતા નથી. સાધુ-સાધ્વીજી સર્વથા સાવદ્યયોગના ત્યાગી છે. પણ શ્રાવક-શ્રાવિકા તો માત્ર ત્રસાયની જ હિંસાના ત્યાગી છે. આ પૂજામાં ત્રસકાયની હિંસા તો કંયાય છે જ નહીં. માત્ર એકેન્દ્રિયજીવોની ધણી જ હિંસા થાય તેનો વાંધો નહીં અને ભક્તિના પ્રસંગોમાં એક દિીવો કરવાનો હોય કે એક-બે પુષ્પ ચડાવવાનાં હોય ત્યાં હિંસાનો પ્રશ્ન કરવો તે કેટલું અનુચિત છે? શાંતિથી વિચારીએ તો આ વાત સમજાય તેમ છે. જૈનશાસનમાં કોઈ પણ વસ્તુ ઉપર ચાર નિક્ષેપા સમજાવ્યા છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ. તે ચારમાં સ્થાપના એ પણ ભાવનિક્ષેપાની સ્મૃતિનું કારણ છે. માટે જેનો ભાવનિક્ષેપો પૂજ્ય હોય છે. તેની સ્થાપના પણ પૂજ્ય અને દર્શનીય હોય છે. સંપ્રતિ મહારાજાએ અનેક જિનાલયો બનાવ્યાં અને મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. ગઈ ચોવીસીમાં આષાઢીશ્રાવકે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા દામોદરકેવલી ભગવાનના કાલમાં બનાવરાવી. કુમારપાલ મહારાજાએ તારંગાનું ભવ્ય મંદિર બનાવ્યું. રાણકપુર, આબુ, સમેતશિખર, ગિરનાર અને શત્રુંજય પર્વત ઉપર અનેકગગનચુંબી ભવ્યમંદિરો થયાં છે. જે આજે અનેક ભવ્ય આત્માઓને કલ્યાણનું કારણ બને છે. લાખો મણ ધીના આદેશો બોલીને પરમાત્માની સેવા ભક્તિના પ્રસંગોમાં જીવો જોડાય છે. તેથી મૂર્તિ પણ પરમાત્મા સ્વરૂપ હોવાથી દર્શનીય-પૂજનીય અને વંદનીય છે. અમેરિકાના ગામે ગામમાં જે કોઈ જૈનધર્મની પ્રભાવના થઈ રહી છે અને પ્રતિદિન તેમાં જે કંઈ વૃદ્ધિ થઈ રહી છે તેમાં જિનાલયો-જિનપ્રતિમાઓ તથા ભક્તિના ઠાઠમાઠથી ઉજવાતા પ્રસંગો એ પ્રધાનતમ કારણ છે તથા ભારતથી

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64