Book Title: Jain Society Greater Atlanta 2008 11 Pratistha
Author(s): Jain Center of Greater Atlanta
Publisher: USA Jain Center Greater Atlanta

Previous | Next

Page 43
________________ ૐ શ્રીં અહમ્ નમઃ પરમપિતા પરમાત્માના ચરણોમાં કોટિ કોટિ વંદના. શ્રી સંધના કરકમલમાં મુજ હૃદયની ભૂરીભૂરી અભિનંદના (તરલાબેન દોશી) વિદેશની ધરતી પર વસવા છતાં જેના રોમ રોમમાં વિતરાગભક્તિ જાગૃત છે, એવો જૈનસમાજ આજ ભૌતિકવાદના પ્રબળ પ્રલોભનોના ઝંઝાવાત સામે આધ્યાત્મિકતાનો દિવડો ઝળહળતો રાખી શક્યો હોય, તો તેનો યશ અવશ્ય બે વસ્તુને ફાળે જાય છે. જેમાં પ્રથમ છે વીતરાગ પરમાત્માની વાણીરૂપ જિનાગમ અને બીજુ છે જિનબિંબ - જિનાલયનું પ્રત્યક્ષ અવલંબન. ભારતથી ધર્મસંસ્કારનો જે વારસો મળ્યો હતો તેને જાળવી રાખવાની તીવ્ર ઝંખના અને મથામણમાંથી અમેરિકામાં સ્વાધ્યાય પ્રવૃત્તિનો જન્મ થયો. નાના નાના સ્વાધ્યાયમંડળો કાર્યરત બન્યા , સ્વયં ચિંતન, વાંચન, વિવેચના અને વિચારોની આપલે કરવા ઉપરાંત ભારતથી સંત-સતીજીઓ, પંડિતો, વિદ્વતજનો અને અભ્યાસીઓને આમંત્રિત કરી સ્વાધ્યાય પ્રવૃત્તિને વધુ વ્યાપક અને અર્થપૂર્ણ બનાવી. પુખ્તવયના જૈનો ઉપરાંત નવી પેઢીને આર્યસંસ્કાર અને સંસ્કૃતિનું વાતાવરણ આપવા, કુમળીવયમાં દૃઢ સંસ્કારનું સિંચન કરવા પાઠશાળાઓ શરૂ કરી. આમ જૈન સંસ્કારની એક ભૂમિકા તૈયાર થઈ, પરંતુ આ બધીજ પ્રવૃત્તિમાં પ્રાણ પૂરવાનું બાકી હતું એક પ્રબળ પ્રત્યક્ષ અવલંબનની અનિવાર્યતા હતી. અને એ ક્ષતિની પૂર્તિમાંથી પ્રગટયાં જિનાલયો. અમેરિકાની ધરતી પર એક પછી એક જૈન સેન્ટર - જૈન સંધો નિર્માણ થતાં રહ્યા અને શ્રૃંખલાબદ્ધ જિનાલયો પણ નિર્મિત થતાં ગયાં. જેના પૂર્વ પ્રયત્નોથી જિનાલયો નિર્માણ થયા હતા એવા પૂર્વજોનું ઋણવર્તમાન પેઢીના મસ્તકે ચઢેલું છે. જેના સંસ્કાર પામી આપણે ધર્મ આરાધના કરી રહ્યા છીએ એ પૂર્વજોનું ત્રણ ત્યારે જ ચૂકવાયકે જયારે નવી પેઢી સુધી એ વારસો આપણે પહોંચાડીએ. આવી એક સુષુપ્ત ભાવનાના બીજમાંથી પાંગર્યુ છે આ નૂતન જિનાલયરૂપી વટવૃક્ષ. શ્રી એટલાંટા જૈન સંધે જોયું હતું એક સ્વપ્ન, જે આજ સાકાર બન્યું છે, વધુ સુવિધાપૂર્ણ અને ખૂબજ ભવ્ય જિનાલય આજ દ્વાર ખોલી રહ્યું છે ત્યારે સક્લસંધ સાથે હું પણ કૃતકૃત્યતા અનુભવી રહી છું. નુતન જિનાલયના નિર્માણના સહભાગી - તન, મન, ધન અને સમયના દાન કરનાર પ્રત્યેક દાતા - ભવ્ય આત્માઓને લાખ લાખ અભિનંદન. આ દિવ્ય, ભવ્ય અને પાવન જિનાલયમાં પરમાત્માની પાવન - પ્રતિષ્ઠા પ્રસંગે પ્રત્યક્ષ ઉપસ્થિત ન રહી શકવાની મજબૂરીની ક્ષમાયાચના સાથે મારા Æયની ઉત્કૃષ્ટ અનુમોદના શુભેચ્છા સંદેશરૂપે પાઠવું છું કે, જૈનશાસનનો ધર્મધ્વજ વિશ્વ આકાશમાં સદૈવ ફરકતો રહે, અને આ જિનાલયના પાવન પરિસરમાં પ્રવેશનાર પ્રત્યેક પર શાસનદેવની અસીમકૃપા વરસતી રહે, સૌ જિન આરાધના વડે પરમ કલ્યાણને પામે-સૌનો એકજ નાદ - જૈનમ જયતી શાસનમ જગતમાં ગુંજતો રહે એજ ભાવના સાથે... તરલાબેન દોશીના જ્ય જિનેન્દ્ર.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64