Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 7
________________ શું સાધુસંધ ઉથાપવા યોગ્ય છે? નહિ જ. ઉદેશ ઐહિક છે, જ્યારે આપણા સંતોને ઉદેશ પારગામી, પારલૌકિક છે કારણ કે પશ્ચિમ પ્રવૃત્તિમય છે, પૂર્વ નિવૃત્તિમય છે. પ્રવૃત્તિમાં રહી ઐહિક કલ્યાણ શોધવું તેના કરતાંનિવૃત્તિમાં રહી બીજાઓને પણ નિવૃત્તિ શીખવવી અને નિવૃત્તિમય બનાવી પારલૌકિક પરમ કલ્યાણ શોધવું એ કોટયાવધિ ઉચ્ચતર છે. –જૈન પતાકા ફે. માર્ચ ૧૮૦ ૮. આ સં. ૧૮૬૩ ના આષાઢ માસમાં શ્રીમન મોહનલાલજી મુનિ મહારાજના સંબંધે લખેલા લેખમાંના અમારા વિચારો અત્યારે અહીં ટાંકવાની જરૂર પડે છે. આ પરથી આ૫ણા સાધુઓને વિશિષ્ટ પ્રકાર સમજી શકાશે હજારો વર્ષો થયાં, છતાં આપણા સાધુપૂર્વના આચાર વિચારને ઘણી ચીવાઇથી જેટલા બની શકે તેટલા જાળવી શકયા છે, રેલ્વે સ્ટીમરાદિની સગવડ થઈ છતાં તેનો ઉપયોગ ન કરતાં પાદવિહાર કરી એક શહેરથી બીજે શહેર, એક ગામથી બીજે ગામ એમ નાનામાં નાના સ્થલમાં જઈ બોધને લાભ લોકોને આપે છે, ધન કદી રાખતા નથી. સંસારમાં માથું ઘાલતા નથી અને જ્ઞાન લઈ આપી નવીન પુસ્તક રચી નાં પ્રગટ કરાવી ધર્મસેવા કરવા ઉઘુકત રહેતા આવે છે એ અન્ય ધર્મના અધિકારીઓ કેવા વૈભવમાં, મેજ શોખમાં રહે છે, પગે બૂટમોજાં રાખી રેલ્વે વિહાર કરી, ગૃહસ્થોને ત્યાં રહી કેવી મજા કરે છે તે સાથે તુલના કરી ખાસ વિચારવા જેવું છે. મનુષ્ય સ્વભાવ કેવો છે તે પર દ્રષ્ટિ ફેંકી વિચાર કરીએ તે આપણા સાધુ- સમહમાં નિર્બળતાઓ, દેષ નથી એવું કોઇનું કહેવું છે જ નહિ, કારણ કે તેઓ સર્વજ્ઞ નથી કે જેથી તેઓ સંપૂર્ણ દોષ : હેત હોઈ શકે, તેમજ બધા સાધુઓ નિષ્પરિગ્રહી, જ્ઞાની, સુશીલ અને ધર્મ સ્તંભ છે એમ પણ ન હોઈ શકે કારણ કે એક મોટા ટોળામાં કોઈ કોઈ એવા હોય કે જે દોષી જણાય, છતાં એકંદરે સાધુસંધની સંસ્થા ( Institution ) ઉપયોગી-આવકાર દાયક માર્ગદર્શક અને આવશ્યક છે. બીજી બાજુ હાલના સાધુઓએ, ઉપરના વિચારો દિવસે દિવસે બેલાવાનો સમય આવે છે તે તે પર સૂક્ષ્મતાથી વિચાર કરી પિતાના સમગ્ર સમૂહની એક સંગતતા કરી સમયાનુસાર આચાર વિચાર--રહેણી કરણમાં સુધારા પર આવવું ઘટે છે. પ્રો. ખુશાલભાઈના શબ્દોમાં કહીએ તે ખરા સાધુ તરીકે, ખરા જૈન તરીકે, સત્પરૂષ તરીકે તેઓ પિતાની ફરજ અદા કરે, તેઓનું વર્તન નમુનારૂપ થાય, તેઓના જ્ઞાનભંડાર આગળ આપણને સ્વભાવતઃ નમવું પડે, અને અકિંચનતા, ત્યાગને બદલે ( ની સાથે ) ખરે ભેગ આપે, ધર્મ ખાતર, સમાજખાતર, દેશખાતર (ધર્મ દ્રષ્ટિએ ) ભોગ આપે, તે તેઓ આપણું નાયક બનશે, અને આપણને શ્રદ્ધા બેસશે. ” -તંત્રી ::: --

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 264