Book Title: Jain_Satyaprakash 1956 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાર્કિક યશોવિજયઃ ગણિ, વાચક, ઉપાધ્યાય, સુશિષ્ય, કવિ,બુધ, વિબુધ અને પંડિત લે. પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ઉદભવ–ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજ્યગણિનાં જીવન અને કવન વિષે અત્યાર સુધીમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓ તરફથી ઓછેવત્તે અંશે લખાયું છે તેમ છતાં એઓ ક્યારે અને ક્યાં જન્મ્યા તે બાબત ઉપર અને એમણે જે જે કતિઓ રચી છે તે તમામનાં નામો ઉપર પણ હજી સુધી તે પ્રકાશ પાડી શકાયો નથી તે એમની બધી કૃતિએના તલસ્પર્શ પરિશીલનની તો વાત જ શી કરવી ? વાચક યશોવિજ્યની ઉપલબ્ધ થયેલી કૃતિઓ પૈકી ઘણીખરી ઉપર ઉપરથી અને કેટલીક યથાશક્તિ ઊંડા ઊતરીને જોઈ જવાનું કાર્ય તો આજે લગભગ ત્રીસ વર્ષથી હું કરતો આવ્યો છું, પરંતુ હાલમાં એક સંસ્થાએ મને એ ઉપાધ્યાયજીની મુક્તિ તેમજ અમુદ્રિત ઉપલબ્ધ કૃતિઓની સમીક્ષા કરવા જેવું મહાદુષ્કર કાર્ય ભળાવ્યું છે એટલે કેટલીક બાબતોની ચકાસણી કરવા હું પ્રેરાય . પ્રસ્તુતમાં હું શ્રી યશોવિજયે જાતે પોતાને માટે ગણિ, વાચક, ઉપાધ્યાય, સુશિષ્ય, કવિ, બુધ, વિબુધ અને પંડિત પૈકી શેનો કઈ કૃતિમાં ઉલ્લેખ કર્યો છે તે વિચારવા ઈચ્છું છું. ગણિ–વાચક યશોવિજ્યની વિવિધ કૃતિઓ હું જોઈ ગયો તેમાં મને સટીક નયચક્રના આદર્શની પ્રશસ્તિ સિવાય એકેમાં એમણે પિતાને “ગણિ' કહ્યા હોય એમ જણાયું નહિ.' જે વસ્તુસ્થિતિ એમ જ હોય તે તેનું કારણ વિચારવું ઘટે. બાકી એમના બે કાગળ જે ગર્જર સાહિત્ય સંગ્રહ (ભા. ૨)ના અંતમાં છપાયા છે તેમાં એમણે પિતાને માટે ગણિ તેમજ ઉપાધ્યાય એ બે શબ્દો વાપર્યા છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – " स्वस्ति श्रीपार्श्वजिनं प्रणम्य श्रीस्तम्भतीर्थनगरतो न्यायाचार्योपाध्याय श्रीजशविजयगणयः सपरिकराः सुश्रावक....."साह हरराज शाह देवराजयोग्य धर्मलाभपूर्वकमिति लिखन्ति । २ ઐતિહાસિક વસ્ત્રપટ "ના નામથી એક લેખ એ વસ્ત્રપટની પ્રતિકૃતિ સહિત “ આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ” (પૃ. ૧૭૫ )માં હાલમાં પ્રસિદ્ધ થયો છે. એ પટ શ્રી. નયવિજ્યગણિએ પોતાના શિષ્ય શ્રી. યશોવિજયગણિ માટે જ્યાનું મનાય છે. એ પટ વિ. સં. ૧૬૬ માં “કણસાગર’ નામના ગામમાં આલેખાયો છે. એમાં શ્રી. વિજ્યને “ગણિ' કહ્યા ૧. “લાફલ વિષયક પ્રશ્નપત્રની એક હાથથી આ વાચકે લેખી છે અને તેમાં એમણે પિતાને ગણિ' કહ્યા છે. શું આ કૃતિ એમણે રચી છે? ૨. આ પંક્તિમાં “યશોવિજય” ને બહુવચનમાં પ્રયોગ છે એ તો ઠીક, પણ એમના નામ આગળ શ્રી” છે તેનું શું? શું આ કાગળ એમણે જાતે ને લખતાં એમના નામથી એમની તરફથી અન્ય કેઈએ લખ્યા હશે? અહીં હું એ ઉમેરીશ કે ભાષિક નાટકમાં એના કર્તાની કૃતિની પ્રશંસા સૂત્રધાર જેવા પાત્ર દ્વારા કરાયેલી જોવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28