Book Title: Jain_Satyaprakash 1956 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરત
શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ ધર્મશિક્ષણ મળતું રહે એ કારણે જૈનોએ સંખ્યાબંધ મઠ અને પાઠશાળાઓ સ્થાપના કરેલી જેનું અનુકરણ પાછળથી હિંદુધમીઓએ કરેલું છે. ( મૂર્તિપૂજા મંદિરે વ મઠ પા. ૬૮)
જ્યાં એક કાળે ભગવંત શ્રીમહાવીર દેવના ઉપદેશની બોલબાલા થઈ રહી હતી ત્યાં પાછળથી કેવી સ્થિતિ થઈ ! અને આજે શી દશા છે. તે માટે તામાલપ્રાંતીય જૈનધર્મ નામા પ્રકરણના હારે તામીજનૈન અને જૈન અવરોજ-રમાર નામા બે મથાળા હેઠળ લેખકે જણાવેલ સારી વિગત વાંચવા જેવી છે. અહીં તે એને સાર માત્ર આપી સંતોષ પકડ્યો છે.
સને ૧૯૨૧ના વસ્તીપત્રક મુજબ મદ્રાસ ઇલાકામાં ૨૮૦૦૦ જેની વસ્તી બતાવેલી છે. એમાં કેવળ આર્કટ જિલ્લામાં ત્રેવીસ હજાર જેને હતા. જ્યારે ૧૯૩૧માં એમાં ચેડે વધારે દર્શાવાયો છે. પણ હમણાંના જેનો તે અશિક્ષિત દરિદ્રી અને મેટે ભાગે સેતકરી છે. તેમણે પિતાના પ્રતિભા સંપન્ન ને પરાક્રમી પૂર્વજોના ઇતિહાસની માહિતી સરખી પણ નથી!
__ अनेक जिनबिंबाचे भग्न व छिन्नविछिन्न झालेले अवशेष, डोंगरांतून खोदलेल्या अनेक निर्जन खोदा व लेणी व मोडकळीस आलेलों जिनमंदिरें या वरून सुमारे एक हजार वर्षापूर्वीच्या जैन वैभवाची कल्पना येऊन मति गुंग होते.
ઉપરના મરાઠી ઉલ્લેખને અર્થ સહજ સમજાય તેવો છે. આ પરિસ્થિતિ જન્મવાના કારણમાં વૈદિક તરફથી ધર્માભિમાન અને ધર્મઝનૂન દાખવવામાં આવેલ એ કારણરૂપ છે. દક્ષિણમાં વૈદિક મતાવલંબીઓના ધર્મઝનૂનથી, જેનધર્મ, જૈન સાહિત્યને, જેન દેવાલયોને અને જૈન સમાજને ઘણું ઘણું શોષવું પડયું છે. આજે પણ મદુરામાં દર વર્ષે જુદા જુદા જે બાર ઉત્સવ ઉજવાય છે, એમાંના પાંચમાં જેની માનહાનિ થાય તેવા પ્રકારની ઉજવણું છે!
જે જેનધર્મના પૂર્વજોએ તામીલદેશમાં ઉચ્ચ સંસ્કારને જન્મ આપે, સાહિત્ય અને વાંમયના ક્ષેત્રમાં સુંદર કૃતિઓનું સર્જન કર્યું, શિલ્પ-સ્થાપત્યમાં અને ખી ભાત પાડી
અહિંસા તત્વના પ્રચારથી માંસાહારનો ત્યાગ દઢ કર્યો, તેનો ઉપકાર યાદ કરવાને બાજુએ રાખી, આજે પણ એના અનુયાયીઓ સામે ઉપર પ્રમાણે અણછાજતું વર્તન દાખવાતું હોય એ શું વૈદિક મતાનુયાયીઓને શેભે છે?
લેખકને, આ પ્રકરણની પૂર્ણાતિ અંગેને ઉપરોકત ઉગાર જેમ દતર ધમીની આંખ ખેલવા માટે છે તેમ આપણે કે જેમના હાથમાં એ અણમૂલ વારસો મોજુદ છે તેમને પણ ઓછી ચીમકી દેનારે નથી જ. આપણી પણ એ માટે સૌ પ્રથમ ફરજ સંગઠીત બની, રહેવા પામેલ વારસાને વ્યવસ્થિત કરવાની છે. જેમને ધર્મના સંસ્કાર નથી તેમને સ્વામીભાઈ તરીકે અપનાવી એ આપવાની છે. જૈનધર્મની પ્રભાવના કરવી હોય તે સંપ્રદાયના ભેદ ભૂલી, ભ૦ મહાવીર દેવના ધ્વજ હેઠળ ખભે મીલાવી આગેકૂચ કરવાને કાર્યક્રમ આલેખવાની અગત્ય છે.
For Private And Personal Use Only