Book Title: Jain_Satyaprakash 1956 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસા તેમજ મૂર્તિપૂજા લેખક : શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી अहिंसेचे महत्त्व प्रतिपादन करण्याची स्फूर्ति द्रवीडियन कवींनी जनी पासून च घेतली असे त्यांच्या काव्यावरून स्पष्ट दिसत आहे. જન ધર્મમાં અહિંસા નામ મહાન તત્ત્વ સંબંધમાં જેટલી બારિકાઈથી વિચારણા કરવામાં આવી છે તેટલી સુમતાથી અન્ય કોઈ ધર્મગ્રંથોમાં કરવામાં આવી નથી. આ વાત નિર્વિવાદ સત્ય છે. જેનધર્મની અહિંસાના પ્રચારથી જ વૈદિક યામાં પશુબલિ દેવાને તેના ઉપર સખત કાપ પડો. હિંદુ સમાજમાં બ્રાહ્મણ આદિ ઉચ્ચ વર્ગોમાં માંસાહાર નથી જોવાત એ પણ ઉપરની વાતને જ આભારી છે. એના સમર્થનમાં મથાળે ઢાંકેલ બે લીટી પર્યાપ્ત છે. દ્રવીડ દેશના જૈનેતર કવિઓએ અહિંસાનું મહત્વ જણાવતી જે કૃતિઓ રચી છે એના મૂળમાં જૈનધમી સાહિત્યનું લખાણ જ સાધનરૂપ બનેલ છે. ઈ. સ.ના પંદરમા તેમજ સમા સૈકામાં જે સંખ્યાબંધ આંગ્લ મુસાફરોએ હિંદુસ્તાનમાં આવી વિજયનગર તેમજ દક્ષિણદેશના અન્ય સ્થળામાં પર્યટન કરેલું અને તેમના લખેલા જે હેવાલ જોવા મળે છે એમાં પણ ઉપર પ્રમાણે ને જ ઉલ્લેખ દષ્ટિગોચર થાય છે. કેટલાક સ્થળોમાંથી જૈનધર્મ સમૂળગે નષ્ટ થઈ ગયું છે છતાં પૂર્વ એણે અહિંસા, સત્ય, ક્ષમા આદિ સંબધે જે સંસ્કાર જનસમૂહમાં વિસ્તારેલા, એની અસર હજુ પણ જોવા મળે છે. એક રીતે ભલે ત્યાં આજે જેનેનું અસ્તિત્વ ન હોય છતાં એનાં તની છાપ આજે પણ રહેવા પામી છે એ એક પ્રકારને જૈનધર્મને વિજ્ય છે, (દક્ષિણ-ભારત, જૈન વ જૈનધર્મ. પા. ૬૮) मूर्तिपूजा करण्याचे व मोठ्या प्रमाणावर शिल्पकलायुक्त मंदिरे बांधण्याच्या कामांत हि जैनांचेच अनुकरण इतर धर्मीयांनी केलें. मूर्तिपूजा व मंदिरप्रतिष्ठा करून जैनधर्मीयांनी आपल्या धर्माची छाप इतरांवर बसविली. ઉપરના ઉલ્લેખમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ભારતમાં જે મોટી સંખ્યામાં શિલ્પકળાના ધામ સમા મંદિર ઈતિર ધમઓ તરફથી બાંધવામાં આવ્યા છે એનો સૌ પ્રથમ યશ જેનોના ફાળે જાય છે. જેનધમ એનું અનુકરણ કરી અન્ય ધમી ઓએ એ જાતનાં મંદિરે બાંધ્યાં અને જેનીઓની માફક મૂર્તિપૂજાની પ્રતિષ્ઠા આદિને આરંભ કર્યો. આ સંબંધમાં લેખકે આગળ જણાવતાં લખ્યું છે કે તામિલદેશમાં વૈદિક મતવાળાઓએ અનુકરણ વૃદ્ધિ કરતા રહી અપર ન સમયમાં અને ત્યાર પછી એમાં એટલે વધારે કર્યો કે તામીલદેશ દેવોથી ભરપુર બની ગયો. શિવેના પ્રત્યેક દેવળમાં સંખ્યાબંધ સ્થાનમાં શિવધમી સાધુઓની મૂર્તિઓ સ્થાપન કરવામાં આવેલી છે. એનું કારણ એટલું જ કે દેવની સ્મૃતિની સાથોસાથ ધર્મપ્રચારક સાધુઓની યાદ આવે. મદુરાના પ્રખ્યાત મંદિરમાં આ રીતે ૬૩ સાધુઓને સ્થાન મળેલું છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28