Book Title: Jain_Satyaprakash 1956 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ રર અશોકવૃક્ષ નીચે એમને કેવળજ્ઞાન થયું હતું, સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા. કુબેર અને અપરાજિતા એમના યક્ષ અને યક્ષિણી હતાં. “વેતામ્બર પરમ્પરા મુજબ મિથિલાના રાજા કુંભ અને રાણી પ્રભાવતીના કુંવરી મલિનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો હતો. દિગમ્બર અને વેતામ્બર મતે જન્મનક્ષત્ર, જન્મસ્થળ વગેરેમાં કોઈ ભેદ નથી. રાજાનું નામ પણ એક જ છે, માતાના નામમાં નામને ભેદ છે. પ્રભાવતી અને પ્રજાવતી જે ભેદ તે જૂના ગ્રન્થોમાં લહિયાઓના ખલનરૂપે પણ થઈ ગયા હોય ! વેતામ્બર મત પ્રમાણે શ્રી. મલ્લિનાથનું ચિત્યક્ષ પણ અશોકવૃક્ષ જ છે, એટલું જ નહિ લાંછન પણ “કળશ” જ છે. એટલે બે ફિરકાઓ વચ્ચે મુખ્ય ભેદ તે તેઓ પુષ–જાતિ હતા કે નારી-જાતિ હતા એ જ અંગે પ્રવર્તે છે. સંભવ છે કે સ્ત્રી-મુકિત અશક્ય માનવાના આગ્રહને પરિણામે આ જાતને ચરિત્ર-ભેદ ઉભો હોય. મલ્લિ નામ પડવાનું કારણ શ્રી હેમચન્દ્રાચાર્ય નીચે મુજબ આપે છે– गर्भस्थायां तत्र मातुर्यन्माल्यस्वापदोहदः । जज्ञे तदकरोत्तस्या नाम मल्लीति भूपतिः ।। –favo દ કર વેતામ્બર સમ્પ્રદાય અનુસાર શ્રી. મલ્લિનાથના શરીરને વર્ણ “નીલવર્ણ હતે. એમના શાસનયક્ષ અને યક્ષિણી કુબેર અને વૈશટયાદેવી ગણાય છે. શ્રી. જિનપ્રભસૂરિના જણાવ્યા મુજબ શ્રીપર્વત ઉપર શ્રી મલ્લિનાથજીનું તીર્થસ્થાન હતું. તીર્થંકર પ્રતિમાઓ, ઊભી કે બેઠી, અમુક નિશ્ચિત બની જ ભરાવવામાં આવે છે અને તે પદ્માસને કે કાર્યોત્સર્ગ ધ્યાને હોય છે. પદ્માસને બિરાજેલ આકૃતિઓમાં પ્રાચીન સમયમાં નગ્નત્વ અસ્પષ્ટ રહેતું, પણ ગિરનારના ઝઘડા પછી (જેને ઉલ્લેખ પ્રાચીન ગ્રન્થામાં મળે છે) ઓ ચિહ્ન પણ સ્પષ્ટ કરવાનો દિગમ્બર મતે રિવાજ પડ્યો. કંદોરાનું સ્પષ્ટ ચિહ્ન વેતામ્બર બેઠી પ્રતિમાઓમાં થવા માંડ્યું. ઊભી પ્રતિમાઓમાં તે દિગમ્બર જૈવેતામ્બર પ્રતિમાઓ વચ્ચે ભેદ સરળતાથી જણાઈ આવતે કેમકે ઊભી તીર્થંકર પ્રતિમાઓમાં નગ્નત્વ સ્પષ્ટ દેખાતું. શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ બોળવી જોઈએ. વેતામ્બર મન્દિરેમાં પણ બેડી કે ઊભી મલિનાથ ભગવાનની પ્રતિમા કોઈ પણ રીતે સ્ત્રીદેહનું સૂચન કરતી વેતામ્બર મન્દિરામાં પણ મળવી મુશ્કેલ છે. પદ્માસને બિરાજેલ તીર્થંકર પ્રતિમામાં પણ નારીદેહનું સૂચન વિકસિત સ્તનથી કરી શકાય. પણ આ દાખલે પણ જો દુર્લભ છે. સદ્ભાગ્યે આવી એક પ્રતિમા મારો જોવામાં આવી છે, તેને ફેટી આ અંકના પૂઠાના બીજા પાના પર છાપ્યો છે. આ પ્રતિમા ઉત્તર પ્રદેશના ઉનાવ (!) ગામમાંથી મળેલી, હાલ લખનૌના મ્યુઝિયમમાં છે. મ્યુઝિયમના સંગ્રહમાં તેને નંબર જે-૮૮૫ (J-885 ) છે. પ્રતિમા અત્યારે જે સ્થિતિમાં ઉપલબ્ધ છે તે સ્થિતિમાં એની ઊંચાઈ આશરે એક ફૂટ સાડાસાત ઈચ અને પહોળાઈ આશરે એક ફૂટ અને ચાર ઇંચ છે. ' ૨. વેતામ્બર મત પ્રમાણે શ્રીમલ્લિનાથના ચરિત્ર માટે જુઓ યાધર્મવેરાવો મલિ-અધ્યયન પિશિgષત્રિ, ૬-૬. વગેરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28