Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અટાર નાતરાં પાંચમે નાતે સાસુ કહી, મેરે પતિની માતા સહી; છ નાતે સૌતિન લગી, મેરે પતિ પતની સગી. ૧૪. વેશ્યા આવીને બાઈને પૂછવા લાગી; “તું છે કે બાઈ? તારા અવાજમાં પુરાણ સ્નેહનું દર્દ કાં દીસે ?” “હું અઢાર નેહસંબંધવાળી સ્ત્રી છું,” કુબેરદત્તાએ કહ્યું. બાઈ! તારી વાતમાં હું કંઈ સમજતી નથી. તું ભણેલી વિદ્વાન બાઈ લાગે છે. તારા હાલરડાંને અર્થ મને કહે, અને તારો નેહસંબંધ સમજાવ.' કુબેરદત્તા કહે: “મેં હાલરડામાં પણ આ બાળક સાથે મારે નેહસંબંધ બતાવતાં એ વાત કહી કે હે બાળક ! તું મારો ભાઈ છે, પુત્ર છે, દિયર છે, ભત્રીજે છે, કાકે છે, પૌત્ર છે! માટે રડતે છા રહી સુઈ જા ! “અને એથી પણ છાને ન રહે તે સાંભળ ! તું જેનો પુત્ર છે, તે પણ મારે ભાઈ છે, પિતા છે, પિતામહ છે, પતિ છે, પુત્ર છે, સસરે છે ! અને તેથી વધુ સંબંધ તારે જાણવો હોય તે જાણી લેજે કે તું જેના ગર્ભથી ઉપન્ન થયો છે, તે પણ મારી માતા, દાદીમા, ભેજાઈ, વહુ, સાસુ અને શક્ય છે !” *ગણિકો કહેઃ “બાઈ! તું કોણ છે? “તારી પુત્રી ! અરે ! વેશ્યાને વળી બાળ કેવાં?” “તારે કઈ પુત્ર કે પુત્રી હતાં ?' હા હતાં, પણ એમને તે જન્માં એવાં જમનાના જળમાં વહેતી મૂક હતા! એ જ અમે બે !' શું ત્યારે જેને પતિ માનીને રાખ્યો છે, એ જ મારા પુત્ર ! અરેરે ! કોઈ અધમમાં - અધમ ગર્ગિકા પણ ન આચરે એવું પાપ મેં કર્યું પુત્ર સાથે ભાગ !” ગણિકાને હજાર નાગ ડયા હોય એવું દુઃખ થઈ રહ્યું. “ મા ! સંસારને સાર તો એથીય ખરાબ છે. અમે ભાઈ–બેન પતિ-પત્ની બનીને રહ્યાં! કુબેરદા ! તારી વાત થોભાવ ” કુબેરદત્ત દોડી આવી બેનના ચરણમાં પડયો - કુબેરસેના બેલીઃ “સમજી હું તારું ગીત ! પુત્રી ! પાપના પંકમાં પડેલી મને તે તારી! હવે મારે ઉદ્ધાર કર !' “મા ? ચાલો વનજંગલમાં જઈએ ! તપ તપી પાપનાં પ્રાયશ્ચિત્ત કરી, દુખિયાઓની સેવા કરી, જીવનના શાપ હળવા કરીએ. નાના નેહસંબંધો છોડી વિશાળ નેહસંબંધ બાંધીએ. મેહનાં માર્યો, લેભનાં માર્યા નેહ ન કરીએ ! આપણું જીવન ઉજાળી, પરમાર્થના કાજ કરી, પાપના- બંધ છોડીએ. પરમાર્થ એ જ પાપ પખાળવાનો માટે માર્ગ! મા, જો ને આ સંસાર કેટલે દુઃખી છે !' કુબેરદત્તાના વા વાળે ગણિકા કુબેરસેના અને કુબેરદત્તનાં મોહબંધન ઓછું થયાં. સંસાર છોડીને એ અળગાં થયાં. ચિત્તવિશુદ્ધિ ને પરોપકારને પંથે પળ્યાં. ભૂતકાળ જેનાર સંસારે એમને સદાકાળ નીચ કહી તિરસ્કાય, પણ એમણે કદી નેહસંબંધ ન તો! [ તાજેતરમાં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહ સિંહપુરુષ (વીરધર્મની વાતો ભાગ કથા) માંથી). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28