Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯ ]
શ્રી. જૈવ સત્ય પ્રકાશ
[ vaid છતાં પણ આત્માથી સÖથા ભિન્ન નથી, તે આત્માના સ્વભાવ છે એટલા જ માટે આત્માથી અભિન્ન છે,
અહી એક શકા થાય છે કે, જો આત્મા અને જ્ઞાન અભિન્ન છે તો તે બંનેમાં કેતુકરણભાવ કેવી રીતે બની શકે ? જે રીતે સપ્ત પાતાને પોતાના શરીરથી લપેટે છે એ જ પ્રકારે આત્મા પોતાનાથી જ પોતાતી જાતને જાણે છે, તે જ આત્મા જાણનારા છે—કર્યાં છે અને એ જ આત્માથી જાણે છે-કરણ છે, કર્યાં અને કરણના આ સંબંધ પર્યાયભેદથી છે. આત્માના પાયા જ કરણ બને છે, એ પર્યાયાને છોડીને બીજું કાઈ કરણું નથી બનતુ એટલા માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે.
આત્મા પરિણામી છે આ વિશેષણ તે લકાના મતના ખંડન માટે છે જેગ્મા આત્માને ચૈતન્ય સ્વરૂપ માનવા છતાં પણ એકાંતરૂપે નિત્ય શાશ્વત માને છે. તેઓ કહે છે કે આત્મા અપરિણામી છે—અપરિવર્તનશીલ છે. ઉદાહરણ માટે સાંખ્ય દર્શનને લઈ એ, તે પુરુષને ફૂટસ્થ નિય માને છે. જે કંઈ પણ પિરવન થાય છે તે પ્રકૃતિમાં થાય છે. પુરુષ ન કદાપિ બંધાય છે અને ત કદી મુક્ત થાય છે. બંધન અને મુક્તિરૂપ જેટલાં પણ પરિણામ છે તે પ્રકૃતિને આશ્રિત છે; પુરુષને આશ્રિત નહી.ને પુરુષ નિત્ય છે તેથી જન્મ, મરણુ દિ જેટલાં પણ પરિણામેા છે તેનાથી તે ભિન્ન છે—અસ્પૃશ્ય છે. એટલા માટે પુરુષ અર્પારણાની છે. પરિણામવાદનું સમર્થન કરનાર જૈનદર્શન કહે છે કે જો પ્રકૃતિ જ બુદ્ધ થાય છે અને પ્રકૃતિ જ મુક્ત થાય છે તો તે શું છે જેનાથી પ્રકૃતિ બધાય છે અને જેના અભાવમાં તેને મુક્તિ મળે છે ? પ્રકૃતિ સિવાય કોઈ એવું તત્ત્વ નથી જેને સાંદશ ન માનતું હાય, એટલા માટે પ્રકૃતિ કાઇ બીજા તત્ત્વથી તો બહુ થઈ નથી શકતી. જો પ્રકૃતિ સ્વય બદ્વ થાય છે અને સ્વય' મુન બને છે તે તેા બંધન અને મુકિતમાં કાઈ અંતર નહિં થાય, કેમકે પ્રકૃતિ હમેશાં પ્રકૃતિ છે, તે જેવી છે તેવી જ રહેશે કેમકે એમાં ભેઃ કરનાર કાઈ અન્ય તત્ત્વ નથી. અખંડ તત્ત્વમાં પોતાની મેળે અવસ્થાભેદ નથી થઇ શકતો. જો એમ માનવામાં આવે કે પુરુષ પ્રકૃતિના પરિવર્તનમાં કારણ છે તા પણ સમસ્યાનું સમાધાન થઈ શકતુ નથી, પુરુષ હમેશાં પ્રકૃતિની સન્મુખ રહે છે. જો તે હરેશાં એકરૂપ છે તે પ્રકૃતિ પણ એકરૂપ રહેશે. જો તેમાં પિરવતન થાય છે તે પ્રકૃતિમાં પણ પરિવČન થશે. એમ નથી થઈ શકતુ` કે પુરુષ તો સદૈવ એકરૂપ રહે અને પ્રકૃતિમાં પરિવન થતું રહે, એ સમજમાં નથી આવતુ. જે પ્રકૃતિના પરિવર્તન માટે પુરુષમાં પિરવતનું માનવામાં આવે તો જે બલાથી બચવા માટે પ્રકૃતિનું શરણ લેવું પડયું તે જ ખેલા
ગળામાં આવી પડી.
સાંખ્ય દર્શનની ધારણા અનુસાર સુખ-દુઃખ આદિ જેટલીધે માનસિક ક્રિયાએ છે, તે બધી પ્રકૃતિના જ કારણે છે. પુરુષનુ બુદ્ધિમાં પ્રતબંબ પડે છે. આ પ્રતિબિંબના કારણે પુરુષ એ સમજે છે કે, સુખ-દુ:ખ આદિ મારા ભાવા છે. આ ધારણા પણ પરિણામવાદની તરફ જાય છે. પુરુષ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈ સુખ-દુઃખ આદિને પોતાનું સમજવા લાગે છે એનો અર્થ એ થા કે, એના મૂળરૂપમાં એક પ્રકારનું પરિવર્તન થઈ ગયું. પોતાના [ જુઓ અનુસ ંધાન પૃષ્ઠ ૭૪ ]
"
१ सर्प आत्मानमात्मना वेष्टयति स्याद्वादमञ्जरी, पृ० ४२
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
तस्मान्न बच्यतेऽमौ न मुन्यते नापि संसरति कचित् ।
संसरति दयते मुच्यते च नानाश्रया - प्रकृलिः ॥ साङ्ख्यकारिका, ६२
For Private And Personal Use Only