Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a [૯૭ અંક : ૬ ]. નદીની આ પઘત્રિપુટી asy નોવાણ એટલે સમસ્ત જગતને ઉદ્યોત અથત પ્રકાશ કરનાર આ જ્ઞાનાતિશય સૂચવે છે : | નિબત્ત એટલે જિનનું. રાગ વગેરેના વિજેતા હોવાથી જિન' કહેવાયું છે. આ વિશેષણ ‘અપાયાપરમ ” નામના અતિશયનું દ્યોતન કરે છે. અહીં કોઈ શંકા ઉઠાવે કે ‘અપાયાપરમ ” અતિશયની પ્રાપ્તિ પછી “જ્ઞાનાતિશય ” હોય છે તે અહીં આ અતિશયને વ્યતિક્રમ છે તેનું કેમ ? તે આનો ઉત્તર એ છે કે સમારંભમાં ફળની પ્રધાનતા છે એ દશાર્વાને અહીં હેતુ રખાયો છે. સુરાપુનમંતિવરણ એટલે કે દેવો અને દાનવો દ્વારા નમસ્કાર કરાયેલા. આ પૂજાતિશય ’ સૂચવે છે. પૂજાતિશય અન્ય રીતે ઘટી નહિ શકે તેમ હોવાથી “વચનાતિશય ” સમજી લેવાને છે કેમકે વચનાતિશય વિના પૂજાતિશય હોતો નથી. દેવા ભગવાનના વૈભવને અનુરૂપ પૂજા કર્યા વિના એમને નમસ્કાર ન કરે એવો એમને આચાર છે. આ પૂજા તે આઠ મહાપ્રતિહાયરૂપ છે. - | સુથારસ એટલે જેમની કર્મરૂપ રજ દૂર થઈ છે એવા. આ ઉપરથી સર્વ પ્રકારના સાંસારિક કલહાથી મુક્ત બનેલા એમ સૂચવાયું છે અને એ દ્વારા મુક્ત અવસ્થાનું દ્યોતન કરાયું છે–અર્થાત મહાવીરસ્વામી મોક્ષે ગયા છે એ વાત અહીં કરી છે. આ સ્તુતિમાં “ હા ” અર્થ સૂચક માતુ' શબ્દને અધ્યાહાર સમજાવાનો છે. શંકા અને સમાધાન ભગવાન સંસારસાગર તરી ગયા છે એટલે એ સદા ઉકૃષ્ટ કલ્યાણરૂપ છે તો પછી એમનું કલ્યાણ હો એમ કેમ કહ્યું છે. વળી સ્તુતિ કરનાર જે કંઈ કહે તે બધું થતું નથી તો ‘કલ્યાણ હો ” એ કહેવાનું શું કારણ છે ? આને ઉત્તર એ છે કે આમ કલ્યાણ કહેનાર અને સાંભળનારની મન, વચન અને કાયાની કુશળ પ્રકૃતિનું એ કારણ બને છે એટલે એમાં કશે દોષ નથી. પદાર્થ આ દ્વારા હું સામાન્ય અર્થ રજુ કરું છું, કેમકે વિશેષ બાબતનું આ પૂર્વે મેં સૂચન કર્યું” છે. જગતના જીવોનાં ઉત્પત્તિ-સ્થાનના જાણકાર, જગદ્ગુરુ અને જગતને આનંદરૂપ એવા (તીર્થ કર ) ભગવાન વિજયી વર્તે છે. જગતના નાથ, જગતના બંધુ અને જગતના પિતામહ એવા ભગવાન જય પામે છે. સુતોના ઉત્પત્તિ કારણરૂપ, તીર્થકરોમાં અપશ્ચિમ, લેકાના ગુરુ અને મહાત્મા એવા મહાવીર સ્વામી) જયવતા વર્તે છે. સમસ્ત વિશ્વના પ્રકાશક, જિન, સુરોને અને અસુરોને પૂજ્ય અને (કમરૂ૫) રજથી રહિત એવા વીર (પરમાત્મા )નું કલ્યાણ હા, કલ્યાણ હો. e દાર્શનિક વિષયજીવની સિદ્ધિ અને એ દ્વારા ‘ચાર્વાક’ મતનું ખંડન શાબ્દ-પ્રામાણ્ય, સંસાર–યોગ્ય ” મતનું નિરસન, વચનની અપૌરુષેયતાનું ખંડન, સર્વ ભુતેની પૌરુષેયતા, અગ્નિદોડ્યું જુદુજાતુ રામઃ ” એ પંકિતના અર્થનો વિચાર, શિષ્ટત્વ એટલે શું, સર્વજ્ઞની સિદ્ધિ, નૈરાગ્યનું ખંડન, સંતાન–ખંડન, વાસ્ય-વાસક–ભાવનું ખંડન, અન્વયિજ્ઞાનની સિદ્ધિ, “ સાંખ્ય ’મત પ્રમાણે મુક્તિનું નિરસન તેમજ ધર્મ અને ધમને ભૂદાબેટ એમ વિવિધ વિષયોના વિશદ વ્યાખ્યાકાર મલયગિરિસૂરિએ ઉપર્યુકત પદ્યત્રિપુટીના વિવરણમાં– નંદીની વૃત્તિમાં રચે છે. સૂચન-સૂચવવા લલચાઉં છું કે આ પત્રિપુટી એના ઉપર્યુકત વિવરણ, વગેરે સહિત સ્વતંત્ર પુસ્તિકામાં પ્રસિદ્ધ થાય તો દાર્શનિક અભ્યાસ માટે એ અગત્યના સાધનની ગરજ સારી શકાશે... . . . . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28