Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨). શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ ગાયના ઉપસર્ગથી જેમણે જિનવચન સત્ય હેવાની સંભાવના કરી તેઓ પાટલી પુત્ર છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા, પરંતુ કેટલાએક ગયા નહિ. ગંગા-શણના ઉપદ્રવ વિષયક જિનવચનને જેમણે સભિળ્યાં, તેઓ તે બીજા દેશોમાં ચાલ્યા ગયા, પરંતુ કેટલાક ગયા નહિ. “ ભિક્ષા યથેચ્છ મળી રહી છે, ત્યારે આપણે જવાની શી જરૂરત છે?' આમ કહેતા કેટલાક સાધુઓ ત્યાંથી ન ગયા. દૂર ગયેલાઓ પણ પૂર્વભાવિક કર્મોની નિકટ જ છે. નિયમિત કાળમાં ફળનાર કર્મોથી કોણ દૂર ભાગી શકે? મનુષ્ય સમજે છે કે હું નાસી જાઉં, જેથી શાંતિ મળે પરંતુ તેને ખબર નથી કે તેની પહેલાં જ કર્યો પણ ત્યાં પહોંચી જઈને તેની રાહ જુએ છે. તે દુર્મુખ અને અધમ્યમુખ રાજ ચતુર્મુખ (કક્કી) સાધુઓને એકઠા કરીને તેમની પાસેથી કર માગશે અને તે ન આપતાં શ્રેમસંઘ તેમજ અન્ય મતના સાધુઓને કેદ કરશે, ત્યારે જે સોનું-ચાંદી વગેરે પરિગ્રહ રાખનાર સાધુઓ હશે તે બધા કર દઈને છૂટશે. કકી તે પાખંડીઓને વેશ જબરજસ્તીથી લઈ લેશે. ભગ્રસ્ત બનીને તે સાધુઓને પણ કળશે ત્યારે સાધુઓના નેતા કહેશે– હે રાજન ! અમે અકિંચન છીએ, અમારી પાસે કઈ ચીજ છે જે તેને કોસ્વરૂપ આપીએ?” આ કહેવા છતાં કચ્છી તેમને છોડશે નહિ અને શ્રમણુસંધ કેટલાયે દિવસે સુધી એ જ પ્રકારે રોકાયેલ રહેશે. ત્યારે નગરદેવતા આવીને કહેશે–અરે નિર્દય રાજન ! તું શ્રમણુસંધને હેરાન કરીને શા માટે મરવાની જલદી તૈયારી કરે છે? જરા ધીરજ રાખ. તારી આ અનીતિનું આખરી પરિણામ તૈયાર છે. નગરદેવતાની આ ધમકીથી કચ્છી ગભરાઈ જશે અને આ વસ્ત્ર પહેરીને શ્રમણસંઘના પગમાં પડીને કહેશે – “હે ભગવન્! કેપ જોઈ લીધું. હવે પા ચાહું છું. આ રીતે કલકીને ઉત્પાત મટી જવા છતાં પણ અધિકતર સાધુઓ ત્યાં રહેવા નહિ ઈચછે; કેમકે તેમને ખબર પડી જશે કે, અહીં નિરંતર ઘોર વરસાદથી જલપ્રલય થવાને છે. ત્યારે ત્યાં નગરના નાશની સુચના કરનારા દિવ્ય, આંતરિક્ષ અને ભીમ ઉત્પાત શરૂ થશે, જેનાથી સાધુ-સાધ્વીઓને પીડા થશે. આ ઉત્પાત અને અતિશાયી જ્ઞાનથી એમ જાણી લેશે કે – “સાંવત્સરિક પારણાના દિવસે ભયંકર ઉપદ્રવ થવાને છે?” -–ત્યારે સાધુઓ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જશે. પરંતુ ઉપકરણે, મકાને તેમજ શ્રાવકોને પ્રતિબંધ કરનારા ભવિષ્ય ઉપર જાસો રાખનારા સાધુઓ ત્યાંથી જઈ નહિ શકે. ત્યારે સત્તર રાત-દિવસની નિરંતર વલો થશે, જેનાથી ગંગા અને શે:ણમાં પૂર આવશે. ગંગાના પૂર અને શણુતા દુર્ધર વેગથી આ રમણીય પાટલીપુત્ર નગર ચારે બાજુએથી જોવાઈ જશે. જે સાધુઓ ધીર હશે તેઓ આલેચના પ્રાયશ્ચિત કરતાં કરતાં અને જે શ્રાવકે તથા વસતિના મેહમાં ફસાયેલા હશે તે સકરુણ દૃષ્ટિએ જોતાં જોતાં મકાનની સાથે જ ગંગાના પ્રવાહમાં વહી જશે. પાણીમાં વહેતાં તેઓ કહેશે –“હે સ્વામી સનકુમાર ! તું શમણુસંધનું શરણ થા; આ વૈયાવૃત્ય કરવાનો સમય છે. એ જ પ્રકારે સાધ્વીઓ પણ સનસ્કુમારની સહાયતા માગતી મકાનોની સાથે જ વહી જશે. આમાંથી કોઈ કોઈ આચાર્ય અને સાધુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28