Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭ (૪) ઈંદ્ર, જેને દક્ષિણાધિપતિ કહેવામાં આવ્યો છે તેણે સાધુઓની રક્ષા માટે ૮૬ વર્ષની ઉંમરવાળા કક્કીને નાશ કર્યો.
(૫) ચતુર્મુખ પછી તેનો પુત્ર દત્ત ગાદીએ બેઠે.
પહેલી વાત પર વિચાર કરવાથી એવો ભાસ થાય છે કે ચતુર્મુખ અથવા કટકી નામે એક અત્યાચારી રાજા તે હતા, પરંતુ તેની ઐતિહાસિકતા કેટલી છે, એ કહેવું કઠણ છે; જે જૈન સિદ્ધાતાનુસાર કચ્છી અને ઉપકકી દુષમા(કાળ)માં બરાબર થતા આવ્યા છે. હજાર વર્ષમાં કક્કી થાય છે અને પાંચ વર્ષ ઉપકક્કી થાય છે. (આબેગ, મેસીયાસ ગ્લાઉએ ઈન ઈડિયન ઉન્ડ ઈરાન, પૃ. ૧૪૦), પરંતુ આ કચ્છીઓ અને ઉપકકીઓને સંબંધ એતિહાસિક ન હોતાં કલિયુગની કલ્પના સાથે સંબંધ ધરાવે છે. આમ છતાં જૈન સાહિત્યથી પત્તો લાગે છે કે વાસ્તવમાં કઈ એવો રાજા હતો, જે પિતાની કરણીથી અત્યાચારી બની ગયો. મુનિ કલ્યાણુવિજયજીએ (એજન. ૩૭-૩૮) ચતુર્મુખ કલ્કીના વિષયમાં તમામ ઉદ્ધરણે એકત્રિત કરી દીધાં છે જે અહીં ઉઘત કરવામાં આવે છે:
(૧) તિëગલી – શકથી ૧૩૨૩ (વીરનિર્વાણ : ૧૯૨૮) વ્યતીત થશે ત્યારે કુસુમપુર (પાટલીપુત્ર)માં દુષ્ટબુદ્ધિ કલ્કીને જન્મ થશે.
(૨) કાલસતિકા પ્રકરણ – વીરનિર્વાણુથી ૧૯ર વર્ષ ૫ માસ વ્યતીત થતાં પાટલીપુત્ર નગરમાં ચંડાલના કુળમાં ચૈત્રની અષ્ટમીના દિવસે શ્રમણોને વિરોધી જન્મશે, જેનાં ત્રણ નામ હશે – ૧. કછી, ૨. રુક, ૩. ચતુર્મુખ.
(8) દ્વીપમાલા ક૯૫– “વીરનિવાણુથી ૧૯૧૪ વર્ષ વ્યતીત થશે ત્યારે પાટલીપુત્રમાં - સ્કુલમાં યશની સ્ત્રી યશોદાની કુક્ષિથી ચૈત્ર સુદ ૮ ની રાતે કલ્કીને જન્મ થશે.” - (૪) દ્વીપમાલા કલ્પ (ઉપાધ્યાય ક્ષમાશમણુ) – મારાથી (વીરનિર્વાણથી ૧૭૫ વર્ષ વીતતાં) વિક્રમાદિત્ય નામને રાજા થશે. તે પછી ૧૨૪ વર્ષની અંદર (નિ. સં૫૯૯ માં) પાટલીપુત્ર નગરમાં x x x ચતુર્મુખ (કલ્કી)ને જન્મ થશે.
(૫) તિલોયસાર (દિગબરાચાર્ય નેમિચંદ્ર) – વીરનિર્વાણથી ૬૫ વર્ષ અને ૫ માસ વીતતાં શકરાજા' થશે અને તે પછી ૩૯૪ વર્ષ અને સાત મહિનામાં, અર્થાત નિર્વાણ સંવત્ ૧૦૦૦ માં કક્કી થશે.
ઉપર્યુક્ત ઉદ્ધરણોમાં નેમિચંદ્રને છડીને કેવળ વેતાંબરાયાના કલ્કીના સમય વિષે બે મત છે. કચ્છી અને ઉપકલ્કીવાળા સિદ્ધાંત દિગંબર સંપ્રદાયના ગ્રંથમાં પણ જોવામાં આવે છે. (જદિવસહ - તિલેયપણુતી, પૃ૦ ૩૪) તિલેયપણુત્તીની અનુતિ અનુસાર (એ જ પૃ. ૩૪૨) ચંદ્રપુત્ર કચ્છની ઉંમર 99 વર્ષની હતી અને તેણે ૪૨ વર્ષ રાજય કર્યું. તે જૈન સાધુઓ પાસેથી કર લેતો હતો. તેનું મૃત્યુ કઈ અસુરદેવના હાથે થયું. તેના પુત્રનું નામ અતિંજ કહેવામાં આવ્યું છે, પ્રેમી અભિનંદન ગ્રંથમાંથી
[ અપૂર્ણ ] સાભાર અનુવાદિત
For Private And Personal Use Only