Book Title: Jain_Satyaprakash 1950 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષે ૧૫ રીતે માને છે નથી. તેથી જ મારા પિતાએ પહેલાં તેને યોગ્ય કર્યું હતું. અને હમણું હું પણ તેની યોગ્યતા પ્રમાણે કરીને તેની પુત્રીને પરણી લાવીશ.' આ પ્રમાણે કહીને શાંબને સાથે લઈને પ્રધુમ્ન ભેજ ક્રટ નગરે આગ્યો. ત્યાં એકે કિનરનું અને બીજાએ ચાંડાળનું રૂપ ધારણ કર્યું. બંને જણે ખૂબ સુંદર ગાયન કરતા નગરમાં ફરતા હતા. તેમણે નગરના લોકેનું મન એટલું બધું આકર્ષી લીધું કે તેમની 20 યુનાળાની કીર્તિ ઠેઠ રાજા સુધી પહોંચી. રાજાએ તેમને બોલાવ્યા, અને પિતા ની પુત્રીને ખોળામાં બેસાડીને તેમની પાસે રાયન કરાવ્યું. રાન ખૂબ ખુશી થશે અને તેમને ઘણું દ્રવ્ય આપી પૂછ્યું કે, તમે કયાંથી આવે છે ?' ત્યારે તેમણે કહ્યું કે, “ અમે દ્વારકાની રાવ્યા છીએ. એટલે વેદભએ તરત હર્ષાં આવીને પૂછયું કે “તમે કૃણું-એકમના પુત્ર પ્રદુકુમારને જાણે છે ?” ત્યારે શાબે કહ્યું કે, “કા દેવ સમાન રૂપવાન પ્રદ્યુમ્નકુમારને કણ ન જાણે આ સાંભળી લે પ્રદ્યુમ્નને પરણવાની ઈચ્છાવાળી થઈ. આ વખતે રાજાને એક મન્મત્ત હાથી અલાન સ્તંભને તોડી નાખી છૂટ થઈ ને નગરમાં દોડવા લાગ્યો અને ચારે બાજુ ફાન મચાવવા લાગે. જયારે કોઈનાથી પણ એ વશ ન ય ત્યારે રાજાએ પડહે વગડા કે, “જે કઈ આ કાથીને વશ કરશે તેને હું ઈચ્છિત વસ્તુ આપીશ.' કેઈએ પહ ઝીલવાની હિંમત ન કરી ત્યારે આ પ્રચ્છન્ન શાંબ અને પ્રધુને પહાને ઝીલે. સુંદર માયનથી તત્કાળ હાથીને ખંભિત કરી દીધા અને બંધનરથાનમાં લાવીને બાંધી દીધો. રાજા હર્ષિત થઈને તેમને કહ્યું કે, તમારે જે જોઈએ તે માગી લે.” ત્યારે તેમણે કહ્યું કે, “અમારે ત્યાં કોઈ રાંધનારી નથી. તેથી રસોઈ કરવા માટે તમારી આ વિભી'ને આપો.” રાજાએ તે બંનેની અયોગ્ય માગણી સાંભળી ગુસ્સે થઈને તેમને નગર બહાર કાઢી મૂળ્યા. પ્રદ્યુમ્ન શાંબને કહ્યું કે, “માતા રુકિમણી આપણી રાહ જોતી દુઃખી થતી હશે. માટે ઉદભીને પરાણુવામાં વિલંબ કરો યુક્ત નથી.” એટલામાં રાત્રિ પડી અને સર્વ લેકે સઈ ગયા ત્યારે પ્રદ્યુમ્ન વિદાબળથી ઉદભી જ્યાં સૂતી હતી ત્યાં પહુંચી ગયું અને વેદલીને કહ્યું કે, “સકમણુએ જેના માટે તમારી માગણી કરી હતી તે હું પ્રદ્યુમન પિતે જ છું. વેદ બહુ ખુશી થઈ ગઈ અને ત્યાં જ બંનેને ગાંધર્વ વિવાહ થયે, પ્રદ્યુમ્ન ત્યાં જ આખી રાત રહ્યો. સવારમાં પઢિયું થયું ત્યારે દિલ્મને કોઈ પણ પૂછે તે જવાબ ન આપવાનું તેમજ નિશ્ચિંત રહેવાનું કહીને પ્રદ્યુમ્ન શાંબ પાસે પહોંચી છે. રાત્રે અતિજાગરણને લીધે સવારમાં સુઈ ગયેલી દભોને જ્યારે ધાવમાતા જગાડવા માટે આવી ત્યારે લગ્નનાં મંગળચિનને જઈને ગભરાઈ ગઈ અને તેણે રાજાને એકદમ ખબર આપી. કિમએ જાતે આવીને વિદર્ભને પૂછ્યું પણ કંઈ જવાબ ન મળવાથી ગુસ્સે થયેલા તેણે વિચાર કર્યો કે જરૂર આ કન્યા મેં આપ્યા સિવાય કોઈ અધમ પુરુષના સંબંધમાં આવી છે. માટે હવે તે પેલા એ ચંડાળાને જ મા તુન્યા આપવી યોગ્ય છે. આમ વિચાર કરીને તેણે એ બંને ચંડાળાને બોલાવ્યા અને કહ્યું કે, “ આ કન્યાને લઇને તમે ને સ્થાને ચાલ્યા જાઓ કે ફરીથી તમારું માં મારા જોવામાં ન આવે.’ એ મ કહીને ક્રોધમાં ને ફોધામ જ રુકિમએ વિદભીને બંને ચંડાળાને આપી દીધી. તે પણ ૯ઈને ગામ બહાર ચાલ્યા ગયા. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28