Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શુંલાખ અને કાંટા [ ૨૧૭ રાજાધિરાજ ઃ આ ત્રીજી નવલકથામાં મુનશીનું કપના પાત્ર મંજરી ખૂબ ખીલે છે. ને તેમાં કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્યવાળો પ્રસંગ જગજાણીતું છે. છતાં અને “ગુજરાતનો નાથ' પ્રસ્તુત હોવાથી એ વિશે એટલું કહેવું બસ થશે, કે ફિલ્મના દિગદર્શકે આ નવલકથાને ખૂબ વિશદતાથી સ્પર્શે ને આ બિનસાંપ્રદાયિક જમાનામાં કોઈ ધર્મની કે તેના મહાને શ્રદ્ધેય પુરુષોની ઠેકડી ન થાય તેમ પ્રસંગે યોજે. શ્રી. મુનશીની નવલકથાઓ એ કંઈ ન ઈતિહાસ નથી. એ નવલકથાના ઉપક્રવાતના લેખક સાક્ષરવર્ય નરસિંહરાવ ભ. દીવેટિયા કહે છે તેમ–“ આ વાર્તા છે, ઈતિહાસ નથી. ઈતિહાસની સામગ્રી લઈરચેલી કથા છે, એટલું સ્મરણમાં રાખતાં આટલી ઈતિહાસ સાથે લીધેલી છૂટને ખુલાસો મળવા સાથે ક્ષમા પણ મળશે જ.” એટલે ફિલ્મ દિગ્ગદર્શક જરૂર આ વાતને વિચાર કરી પોતાની ફિલ્મ વાર્તા તૈયાર કરે, ને જેને પણ મીઠાશથી પિતાની વાત રજુ કરી દિકને સત્ય સમજાવે. ને શાંતિથી એ કાળના જૈનોનું ઉદાત્ત જીવન તથા મહામંત્રી ઉદયનની શૌર્ય ને ત્યાગ ભરી જીવનકથા તેઓને આપે. કાવાશથી કંઈ કામ સિદ્ધ થતું નથી, એ આપણે અનુભવ છે. અમદાવાદ રેડિયો પરથી હાલમાં સારાં પુસ્તકોની માસિક આલોચનાઓ કરાવવામાં આવે છેઆ વર્ષના મે મહિનાની ર૯મી તારીખે ગુજરાત કોલેજના વિદ્વાન પ્રોફેસર શ્રી. ધીરુભાઈ ઠાકરે રેડિયો પરની માસિક આલોચનામાં શ્રી. જયભિખ્ખની તાજેતરમાં બહાર પડેલ ભગવાન મહાવીર સ્વામીના યુગની નવલકથા “મસ્ય ગલાગલ' વિષે વિવેચન કર્યું હતું. X ટૂંક સમય પહેલાં મહાવીર જયંતી પ્રસંગે શ્રી. જયન્તી લાલે અમદાવાદ રક્રિયા પર “વાઈ” કરીને દેવદૂષ્યને લગતી નાટિકા રજૂ કરી હતી. “વસ્તુપાળ અને તેમનું વિદ્યામંડળ” વિષે વપૂર્ણ નિબંધ લખીને જાણીતા વિદ્વાન શ્રી. ભોગીલાલ સર્ડિસરા પીએચ. ડી. ડૉકટર બન્યા છે. તાજેતરમાં સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી “વનરાજ ચાવડે ” નામનું સ્વ. રા. સા. મહીપતરામ નીલકંઠનું લખેલું પુસ્તક બહાર પડવાનું છે. આ પુસ્તક પ્રથમ લેડી વિદ્યાગૌરીએ કરેલા સુધારા સાથે સુરતથી પ્રગટ થયું હતું, ને તેમાં કેટલાંક ચિત્રો પણ અપાયાં હતાં, જેમાં રેસઠમા પાને ને ૧૦૨મા પાને શ્રી. શીલગુણસરિઝનાં ચિત્ર રજૂ થયાં છે. આ ચિત્રોમાં શીલગુણસૂરિજીને મેએ મુહપત્તિ બાંધેલા ચિતર્યા છે. સિદ્ધરાજ જયસિંહને કાળ જેમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ને મહામંત્રી ઉદયન જેવા મંત્રીઓથી ઝળહળતો છે, તેમ ગુર્જરી રાજ્યના સ્થાપક વનરાજના સમયમાં શીલગુણસરિજીનું સ્થાન તેટલું મહત્વનું છે. લેખક પોતે, સિંહાસન પર બેસતી વખતે વનરાજ પાસે બેલાવે છે, કે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28