Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૫ “મહારાજ, આપ મારા ગુરુ અને ધર્મપિતા છે. આપના શ્રમથી અને આપની કૃપાથી મારી માતા અને હું બચ્યાં છીએ ગુજરી રાજા અને ચાવડા વંશની પુનઃ સ્થાપના થઈ તેનાં મૂળ કારણ આપે છે, માટે સાધુને અને ગુરુને છાજે એવી રાજપિતાની પદવી આપ સ્વીકારો.”
શ્રી, શીલગુણસૂરિજી નવવિકસિત ગૂજર રાજ્યના રાષ્ટ્રપિતા બને છે. પણ લેખક આ પછી એ કાળે પ્રવર્તતા જૈન સાધુઓ ને જૈન ગૃહસ્થ વિના પૂર્વગ્રહે ઠેર ઠેર મૂકે છે. જેનોની અહિંસાની મશ્કરી કરે છે. શીલાગુણસૂરિએ વનરાજને શિકારમાં પ્રેરતા વગેરે વગેરે બતાવે છે, જે વિષે આગામી અંકમાં વિશેષ લખીશું.
સોલંકી યુગે તે ન જાણે કેટ-કેટલા લેખને આકર્ષી છે. એક એક પાત્ર પર ત્રણ ત્રણ ને ચાર ચાર લેખકે નવીનવી રીતે લખે છે. છુટાછવાયાં પત્રોમાં પણ તે અંગે નાની-મોટી વાર્તાઓ આવ્યા કરે છે. હાલમાં અમદાવાદથી નીકળતા “ભવિષ્યવાણી” સાપ્તાહિકમાં પણ પંડિત માર્કડેય શર્મા ”ના શીર્ષક નીચે એક નાટિકા ક્રમશઃ આપવી શરૂ કરી છે. લેખક કઈ “રસરાજ ” છે. તેઓએ આગળ આપેલ પરિચયમાં “દિવિજય - સૂરિ-જૈનાચાર્ય હેમચંદ્રસૂરિના પશષ્ય ને નિરિ-મંત્રવિદ્યામાં કુશળ જૈન મુનિને જેના પર નાટિક લખાય છે તે માય શર્મા મારવાના મહાન જ્યોતિષી છે. આ વાર્તામાં હેમચંદ્રાચાર્યને રુદ્રમહાલયના શિલારોપણ પ્રસંગે સિદ્ધપુર જવા વગેરેની ચર્ચા છે. વિશેષ હવે પછી.
આત્મા એ જ મિત્ર અને શત્રુ अप्पा नइ वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नंदणं वणं ॥ अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुप्पट्टियसुपट्टिओ ॥
-આપણો આત્મા જ નરકની વૈતરણ નદી તથા કૂટ શીમલી વૃક્ષ છે; આપણે આત્મા જ સ્વર્ગની કામદુધા ધેનુ તથા નંદનવન છે. દુખે અને સુખને આત્મા જ કર્તા અને વિકર્તા છે. સારા માર્ગે જનાર આત્મા જ મિત્ર છે અને ખરાબ માગે જનારો આત્મા જ શત્રુ છે.
- ઉત્તરાખ્યયને સત્ર.
For Private And Personal Use Only