Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] લોજી [ ૨૧૧ મળ્યા છે. સંશોધકોએ ઘણું સંશોધન કરીને નક્કી કર્યું છે કે આ પ્રદેશમાં વિક્રમની ચોથી થી છઠ્ઠી સદીમાં વાકાટક વંશને ઘણો જ ઉત્કર્ષ હતો અને તેનું સામ્રાજ્ય પણ ઘણું સાયેલું હતું. તામ્રપટમાં જણાવેલ ચર્મોક ગામ તે આજનું ચમક જ છે એમાં કંઈ કહેવાની ભાગ્યે જ જરૂર છે. ચર્માકનું પ્રાકૃત ચમ્મક અને તેનું પછીથી ચમ્મક થઈ ગયું છે. લેખમાં ચમ્મક મધુ નદીને કિનારે જણાવ્યું છે, પણ વર્તમાનમાં લેકા એ નદીને ચંદ્રભાગાના નામથી ઓળખે છે. પણ દક્ષિણ મહારાષ્ટ્રમાંનું હિંદુઓનું મોટું તીર્થ પંઢરપુર ચંદ્રભાગાને કિનારે આવેલું છે તે સાચી ચંદ્રભાગા છે. પિતાની નદીઓને પવિત્ર બનાવવા માટે તીર્થસ્થાનમાં વહેતી કંઈક નદીઓનાં નામો આવી રીતે ઉછીનાં લઈને પોતાની નદી બોને લગાડી દેવામાં આવ્યાં છે. નિજામ સ્ટેટમાં પૈઠણ ( પ્રતિષ્ઠાનપુર) વગેરે પાસે વહેતી ગોદાવરી નદીને ભાગ્યે જ ત્યનિ કેઈમાણસ “ગોદાવરી” એમ. કહેનારા મળશે. ત્યાં બધા લાકે એને ગંગા જ કહે છે. તે પ્રમાણે કેટલીય નદીઓને અંતે એ પેનગંગા, વેનગંગા, પંચગંગા ' એમ ગંગા શબદ લગાડી દીધેલ છે. એટલે ચમક પાસે આજે વહેતી ચંદ્રભાગા જ તે વખતની મધુનદી છે. તામ્રપટમાં ચમ્મક ભેજકેટ રાજ્યમાં છે પાનું લખેલું છે. એટલે ત્યથિી વિશેક માઈલ દૂર રહેલું ભા કુલી કે જેનું પ્રાચીન નામ ભેજકટ છે તેના તાબામાં આ મામ હોય એ સર્વથા સંભવિત છે. આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં આ પ્રદેશ ભેજકટને નામે જ પ્રસિદ્ધ હતો. તેથી “વરાટના લોકે ભાત કુલીને ભોજકટ માનતા આવ્યા છે.” તે સાચું ઠરીને ઊભું રહે છે. આથી વિદ્વાન સંશોધકોએ ભાત કુલીને જ ભોજકટ તરીકે સ્થિર કયું છે. ગામ પણ પ્રાચીન જ છે. વર્તમાન કાળ ભેજકટમાં લગભગ પાંચ હજાર માણસની વસ્તી છે. દિગંબર જૈન પણ ઠીક સંખ્યામાં વસે છે. તેમનું મંદિર છે. તેમજ આજથી બે વર્ષ પહેલાં ત્યાં જ મળી આવેલી પ્રાચીન મૂર્તિઓની પણ તેમણે સ્થાપના કરી છે. તેઓ આ સ્થાનને તીર્થ જેવું માને છે. દર કાર્તિક વદ ૫ ને દિવસે ત્યાં તેમનો મોટો રત્સવ પણ થાય છે. ભોજકટ નામ પાડવાનું કારણ રુકિમ રાજા ભેજકુળને હોવાથી પિતે વસાવેલા નવા પાટનગરનું તેણે ભોજકટ નામ રાખ્યું હતું. આ ક્ષત્રિયો ચંદ્રવંશમાં ભોજકુળના હતા. તેથી ભોજકટ' શબ્દનો અર્થ ૧ જૈન સાહિત્યમાં એવી હકીકત આવે છે કે પરમાત્મા પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ ભગવાને રાજ્યવ્યવસ્થા–પ્રજા રક્ષણ માટે જે લોકોને નીમ્યા હતા તેમાં ઉગ્ર કંડ-શિક્ષા કરનારાઓને ભમવાને ૩ઝ સંજ્ઞા આપી હતી. પ્રધાન વગેરે થયા તે “ભેગ' સંજ્ઞાથી પ્રસિદ્ધ થયા. ભગવાનની સમાન વયવાળા હતી તે રાજપુત્રો રાજકુળવાળા કહેવાયા. બાકીના ક્ષત્રિય નામથી પ્રસિદ્ધ થયા. આ પ્રમાણે જેમાં કુળની વ્યવસ્થા છે. ૨ શ્રદ વગેરે વેદોમાં તેમ જ મહાભારતમાં ચંદ્રવંશ કે સૂર્યવંશનું નામ નથી. પણ તેના પ્રાચીન પુરુષનાં નામે મળે છે. મહાભારતમાં ચંદ્રવંશીઓને પદ અને સૂર્યવશીઓને પવા જણાવ્યા છે. વેદ-મહાભારત (ઈતિહાસ)-પુરાણોને આધારે ભોજકુલની આ જાતની માહિતી મળે છે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28