Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહીડાથી પોસીનાજી તીર્થને સંઘ
લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી) રહીડા શ્રીસંઘના આગ્રહથી સં. ૨૦૦૪નું આમારું ચાતુર્માસ રહીડામાં થયું. અનેક ધાર્મિક શુભ કાર્યો કરવા સાથે રોહીડા શ્રોસંધે ભક્તિને પણ સુંદર લાભ ઊઠા હતે, સાથે બધા મહાનુભાવોની ભાવના થઈ કે, નજીકમાં રહેલા પિસીના પ્રાચીન તીર્થની યાત્રા થાય તો સારું. આથી શ્રીસંધ યાત્રા માટે તૈયાર થયો. યાત્રાનું મુહૂર્ત કાર્તિક વદિ દશમ ને રવિવારે નિશ્ચિત થયું.
રહી શ્રીસંધમાં આ પ્રસંગને ઉત્સાહ અપૂર્વ હતું. આ સંધ યાત્રા માટે તૈયાર થયે. શુભ મુહૂર્ત વાજતે ગાજતે ચતુર્વિધ શ્રીસ યાત્રાર્થે પ્રયાણ કર્યું પહેલું મુકામઃ
રોહીડાથી લગભગ બારથી તેર માઈલ દૂર ખાપાના બંગલામાં પહેલું મુકામ રાખવામાં આવ્યું હતું. પહેલા મુકામે પહોંચતાં રસ્તામાં એક માઈલ દૂર સનવાડા, આવ્યું. અહીં એક ઘર શ્રાવકનું છે. ત્યાંથી ભૂલા ત્રણ માઈલ થાય. ભૂલા ગામ બે છે. એક નાનું ને એક મોટું. મેટું ભૂલા દૂર છે. આ રસ્તે તે નાના ભૂલી આવે છે. અહીં ભીલોના ઝૂંપડાં છુટાં છૂટાં છે. ભૂલા મૂક્યા પછી પહાડી રસ્તે શરૂ થાય છે. ચારે બાજુ પહાડે પહાડ જ દેખાય છે. પગે ચાલનારને પગરસ્તો તે પહાડની વચ્ચે જ નીકળે છે. ગાડા રસ્તો ફેરમાં જાય છે. લગભગ બે વાગે ખાપા ના બંગલે પહોંચ્યા. અહીં રહી શ્રીસંધ તરફથી સંતોકચંદજી લાધુરામજી વગેરે શ્રાવકે અગાઉથી વ્યવસ્થા કરી આવ્યા હતા, તેમજ વીકરણી શ્રીસંઘના ભાઈએ પણ આવી પહોંચ્યા હતા. ખાપાના બંગલે તે દિવસનું જમણ વીકરણ શ્રીસંધ તરફથી થયું તેમાં લગભગ ૩૫૦ થી ચારસો માણસોએ એ જમણુમાં ભાગ લીધે.
ખાપાને બંગલો મેવાડ સ્ટેટની હદમાં છે. પહાડની વચ્ચે સ્ટેટની ચકી માટે આ બંગલો બંધાયો છે. ચારે બાજુ પહાડ અને જંગલની વચ્ચે આ બંગલો છે. બંગલામાં સાધુમહારાજે વગેરેને ઉતારાની વ્યવસ્થા થાય છે શ્રીસંધને માટે બહાર વરડામાં અને મેદાનમાં સગવડ કરવામાં આવી હતી.
પ્રાતઃકાળમાં શ્રી સાથે રાખવામાં આવેલ શ્રી શાંતિનાથ ભગવાનનાં દર્શન કરી પૂજા વ્યાખ્યાન વગેરેને લાભ લીધે અને બપોરે રહીડા શ્રીસંધ તરફથી જમણુ થયા પછી ત્યાંથી ૮ માઈલ દૂર કાલીકાંકર પડાવ રાખ્યો હતો, ત્યાં માટે પ્રયાણ શરૂ કર્યું, રસ્તામાં મેવાડની ચેકીની વ્યવસ્થા બહુ જ સરસ હતી. સાથે ભીલોની ચુકી હતી. પગદંડી રસ્તે જતાં આજની ગામમાં ભીલને ત્યાં રહેલ ધાતુની પંચતીથીના દર્શન કયાં આ મૂર્તિના પાછળના ભાગમાં નીચે પ્રમાણે લેખ જોવામાં આવ્યો હતો –
હં. ૧૫૨૧ વર્ષ માપ દુર ૧૦ જીદ કુ. ૫. સલમારા માવિડ કુલિંદા મા. xxx अपसे श्रीकुंथुनाथर्षिबं करितं ३० श्रोजारापल्लिगच्छे श्रीउदयचंद्रसूरिभिः रामसी(से)ण.
For Private And Personal Use Only