Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૨ ] સુન અને સુમિત્ર
[ અe કુમારીને પણ પારાવાર વેદના થઈ. આખરે બધાએ એ જ વિચાર્યું કે કર્મની ગતિ વિચિત્ર છે. કોઈ રાની મુનિ મહાત્મા સિવાય કોણ આ વસ્તુનો સાચો ખુલાસો કરે ?
થોડા જ દિવસોમાં રાજકુમારીને ગર્ભ રહ્યાનાં ચિહને જણાયાં. એણે પિતાની પ્રિય સખીને કહ્યુંઃ અરેરે મારું શું થશે? રૂપસેન કુમાર જીવતા હોત તો એની સાથે લગ્ન પણ કરત. પરંતુ એ તો ગયા ને મને મારતા ગયા. હવે તે આનું કાંઈક બીજું કર્યા સિવાય નહિ ચાલે. સખીએ આબરુ અને જીવન બચાવવા તીવ્ર ઔષધિઓ આપી ગર્ભપાત કરાવ્યું અને રૂપમેન કુમારની ભવપરંપરા પણ શરૂ થઈ ગઈ.
રાજકુમારીના ગર્ભમાંથી અકાલ મૃત્યુ પામી રૂપસેન કુમાર નાગણીની કુણીમાં નાગપણે ઉત્પન્ન થયે. આ એને ત્રીજો ભવ છે.
અહીં રાજકુમારીએ સખી દ્વારા માતાને પોતાનું લગ્ન કરવા જણાવ્યું રાજમાતા આ સમાચાર સાભળી ખૂબ જ પ્રસન્ન થયાં અને રાજાને આ સમાચાર આપ્યા. રાજાએ પણ ખૂબ જ રાજી થઈ ક્ષિતિપ્રતિષ્ઠાનપુરના રાજા સાથે ખૂબ મહત્સવપૂર્વક સુનંદાનું લગ્ન કર્યું. કન્યાદાનમાં રાજાએ હાથી, ઘોડા, મણિ, માણેક, મોતી, સોનું, રૂપું અને આભૂષણો વગેરે આપ્યું.
સાપ સુનંદા લગ્ન કર્યા પછી સાસરે ગઈ છે. દિવસ આમોદ-પ્રમોદ અને વિલાસમાં ચાલ્યા જાય છે. એક વાર ગરમીની ઋતુ છે. સવિતા નારાયણ પણ ખૂબ તપે છે. દુનિયામાં સર્વત્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે. સુનંદા પિતાના પતિ સાથે એક મનહર લીલાછમ બગીચામાં શાંતિથી કરે છે. ફરતાં ફરતાં એક વાર પાસે જઈને બેઠાં ચારે બાજુ લતામંડપમાં અનેક લીલીછમ લતાઓ ફેલાયેલી છે. ફુવારામાંથી પાણી ઊડી રહ્યું છે. ભયંકર ગ્રીષ્મઋતુ પણ ભૂલી જવાય એવી ઠંડક–સુવાસ ફેલાઈ રહી છે. ત્યાં અકસ્માત નાગનું બચ્ચું દેડી આવ્યું. એનું શરીર તો કાળું હતું. વચમાં શરીર નાના નાના સફેદ બિંદુઓ જાણે વાદળમાં ઢંકાયેલે અષ્ટમીને ચંદ્રમા જોઈ લે. નાની જીભ લપલપ થઈ રહી હતી. નાના બચ્ચાએ સુનંદાને જોઈ, તેને વિલાસ અને તેનું હસતું મુખડું જોયું. જાણે કોઈ ચિરપરિચિત હોય એમ એકીટશે સુનંદાને ધરાઈ ધરાઈને જોઈ. પૂર્વને મોત જાગ્રત થયા. સુનંદાએ આ નાના રમતિયાળ સાપના બચ્ચાને જોયું અને ભાભી. એમાં વળી એ સાપનું બચ્ચું એકીટશે પિતાને જ જોઈ રહ્યું છે, આ જોઈ–એ વધુ મુંઝાઈ ગભરાઈ; અરેરે ! આ સાપ મારી જ સામે જોઈ રહ્યો છે; ફેણ માંડી છે અને મારા મારે છે. આમ વિચારતી એકદમ સફાળી ભી થઈ અને નાસવા. માંડી સાપનું બચ્ચું સુનંદાના પ્રેમથી–મેથી આકર્ષાઈને તેની પાછળ દોડવા લાગ્યું. આમળ રાજરાણી સુનંદા અને પાછળ સાપ આમ રાડવાની હરીફાઈ ચાલી રહી છે.
રાણી સુનંદાએ ચીલેચીસ પાડવા માંડી. મને બચાવો-બચાવે. મારા પાછળ સાપ પડયો છે. દેડે દોડે. આ સાંભળી રાજા-રાજસેવકે દોડી આવ્યા અને એકદમ તીક્ષણ હથિયાર વડે સાપને મારી નાંખે.
વાંચકે! ખ્યાલ રાખજે; આ એ જ રૂ૫સેન કુમારને જીવ છે. નાગણના ઉદરમાં સાપરૂપે જન્મ લઈ મોટે થયું છે. ફરતો ફરતો લતામંડપમાં આવ્યું
For Private And Personal Use Only