Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ શ્રવણથી હરણિયાં દોડાદોડ-નાસભાગ કરી મૂકે એવાં ચપલ હરણિયાને શી રીતે પકડે છે કે મારા છે? આ સમજાતું નથી. રાજાઃ-સુનંદા! હરણિયાને પકડવા માટે સંગીત કળામાં કુશલ ગવૈયાઓ સાથે લઈ જઈએ છીએ; કેટલાક માણસો દૂર દૂર ઝાડ ઉપર લપાઈ-સંતાઈને બેસી જાય છે. ગવૈયાએ મૃદંગ, સારંગી, તંબૂરા ઉપર સંગીત શરૂ કરે છે. રાગ આલાપાય છે અને તે સાંભળતાં જ સંગીતપ્રિય હરણિયાં એના નાદ તરફ આકર્ષાય છે. પછી તો ધીમે ધીમે ટેડી, સારંગ, સિંધુડો છૂટે છે અને એના મીઠા મધુર સ્વર સાંભળતા હરણિયાઓની આસપાસ માણસો ધીમે પગલે આવી ચારે બાજુ ભયંકર જાળ ગૂંથી દે છે. પછી સંગીત બંધ થતાં હરણિયાં નાસવા માંડે છે અને અમે શ લઈ તેમની પાછળ દોડીએ છીએ. ચારે બાજુ જાળ પાથરેલી હોવાથી હરણિમાં તેની બહાર જઈ શકતી નથી પછી એમાં અમે શિકાર ખેલીએ છીએ ઘણું હરણિયાં મરાય છે અને કેટલાંક છવત પણ પકડડીએ છીએ. સુનંદા –નાથ! બિચારાં નિર્દોષ, જંગલનાં ઘાસ પાણી ખાઈને જીવનાર આ પશુઓને આમ સંહાર કરવો ઉચિત નથી. મનુષ્ય દયા, માનવતા અને કરુણાને ખાતર આ નિર્દોષ પશુઓને સંહાર બંધ કરવો જોઈએ. રાજા -- સુનંદા ! તમારી વાત સાચી છે. પરંતુ મારી રાજભૂમિનું ઘાસ અને પાણી પીને જીવનારાં આ પશુઓ મને કશું જ આપતાં નથી માટે રાજાની ફરજ છે કે મારે તેમની પાસેથી લેવું જોઈએ. શણી –નાથ ! ભલે તેમ હૈય, મારે એકવાર એ દશ્ય નજરે જેવું છે. ખરેખર શ્રીજિનેશ્વર ભગવાનની અમૃતમય વાણી જેના ફણપૂરમાં નથી પડી તેના દિલમાં દયા, પ્રેમ, મૈત્રી, કરુણા કયાંથી આવે એક્વાર રાજ સાથે-રાણી સુનંદા અને બીજે મેટો પરિવાર જંગલમાં શિકાર ખેલવા ગયો છે, કુશલગવૈયા, બીજા શિકારીઓ પણ સાથે છે. રાજાના આદેશથી ગવૈયાઓએ મધુર સંગીતથી હરણિયનિ આકર્ષ્યા. રૂપાસેનને જીવ પણ હરણુરૂપે આમાં બધાની સાથે આવ્યું. આવતાં જ એણે રાણી સુનંદાને જોઈ અને એને રાણી ઉપર રાગ દશા–મેહદશા જાગી. સંગીત બંધ થયું. બધાં હરણિયાં ચાલ્યાં ગયાં પણ ઉપસેન રૂપ હરણિયે તે વાણીની દષ્ટિ જાળમાં લુબ્ધ થઈ ગયો. રાણી સામે જ નઈ રહ્યો. રાજાએ રાણીને કહ્યું પ્રિયે ! આ હરણને પૂર્ણ રાગ દશા જાગી છે બધાં હરણિયાં ચાલ્યાં પણ આ તે સ્તબ્ધ બનીને ઊભો જ છે. જે હમણાં જ એની મોહનિદ્રા ઉડાડું છું. સૃષ્ટપુષ્ટ એનું માંસ પણ બહુ જ સારું લાગશે. કે. જેએમ કહેતાં જ તાકીને હરણને બાણ માર્યું. બાણ વાગતાં જ હરણિયા નીચે પાડ્યો ને મૃત્યુ પામ્યા. અહીંથી મારીને હરણિયો વિંધ્યાદ્રિના પહાડમાં હાથણીના ગર્ભમાં હાથી તરીકે જન્મ્યો. હાથીઃ આ બાજુ મરેલા હરણિયાને સેવ પાસે ઉપડાવી રાજમહેલના રસોઈ પરમાં પહેંચાડવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28