Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ]. સુનંદા અને સુમિત્ર [ ૫૩ રાજા અને રાણી જમવા બેઠા એ સમયે બે ત્યાગી તપસ્વી મુનિઓ આવ્યા. જતાં જતાં નાની મુનિરાજે જ્ઞાનથી આ પ્રસંગ જાણુને વિચાર કર્યો. અરેરે ! કર્મને વિપાક તો જુઓ માત્ર મનથી જ સંક૯પ કરવા માત્રથી આ જીવને કેવાં ભયંકર દુખે સહવા પડવાં છે. મનથી કરેલા પાપના બદલામાં મન વચન અને કાયાના યોગોથી એ કર્મફળ ભમવવા છતાંયે હજીયે કર્મ જીણું નથી થયું અને વારંવાર અકાલ મૃત્યુના ભેગા થવું પડે છે. જે રાજરાણુ સુનંદા માટે આ જીવ “પુનરપિ મરણું પુનરપિ જનનમ' ભગવી રહ્યો છે તે રાજરાણી સુનંદા તો એ જ જીવનું માંસ પ્રીતિપૂર્વક અરે રસપૂર્વક ખાઈ રહી છે. ધિક્કાર છે આ અસાર સંસારને. ધિક્કાર છે એવા સંયોગને અને ધિક્કાર છે આ વિષયભોગને. આમ વિચારી મુનિમહારાજ માથું ધૂણાવી આગળ વધ્યા. બારણામાંથી રાજાએ આ જોયું અને આમ તિરસકારજન્ય માથું ધૂણાવવાનું કારણ જાણવા મુનિમહારાજને પાછા વળવા વિનંતિ કરી. મુનિરાજ લાભનું કારણ જાણી પાછા વળ્યા અને રાજાએ પૂછયું: હે મુનિરાજ ! આ૫ આમ માથું ધૂણવીને કેમ ચાલ્યા ગયા? શું અમે માંસાહાર કરીએ છીએ તેથી દુર્ગા થઈ કે બીજું કાંઈ કારણ છે ? માંસભક્ષ એ તે અમારા કુલપરંપરાગત ધર્મ છે. આમાં આપના જેવા મહાત્માને આવી રીતે માથું ધુ જીવવું ઉચિત નથી, માટે અમને લાગે છે કે આમાં કંઈક બી જે હેતુ છે. માટે અમે પૂછીએ છીએ કે આપે આમ માથું કેમ ધૂણાવ્યું તેનું કારણ જાવ. N. [ ચાલુ ] કાળધર્મ પામ્યા : - પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી ૭૭ વર્ષની વયે સં, ૨૦૦ ૫ના આસું વદ અમાવાસ્યા (દીવાળી)ના દિવસે સાંજના સાત વાગે મહુવા ગામમાં સમાધિપૂર્વક સ્વસ્થ થયા છે. એમની નેટ જેન સમાજમાં પૂરાય એવી નથી. અમે અહી યાદ આપીએ છીએ કે, આ માસિકનો આરંભ કરાવવામાં તેઓ મુખ્ય હતા, તેમની મૂળ સહાયતા અને આજ સુધીની સહાનુભૂતિથી આ માસિકે ચૌદ વર્ષની મજ લ કરી છે અને એવી અમારી સમિતિને તેમની ભારે બેટ પડી છે. જેન સંધની એ ખાટ સાથે અમારી સમવેદના રજુ કરતાં ઈછીએ કે, સ્વર્ગવાસી આત્માને શાંતિ મળે. તેમના નિમિત્તે મહુવા, અમદાવાદ, ભાવનગર, વઢવાણ શહેર, વઢવાણ કંપ, જામનગર વગેરે સ્થળોએ અઠ્ઠાઈ મહેત્સવ ઉજવાય છે. પૂજય આચાર્ય મહારાજ શ્રીવિજયસૂરંદ્રસૂરિજી મહારાજશ્રી તા. ૯-૧૧-૪૯ના રોજ રાતના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28