Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ બધી જીમેદારી તમારી ગણાશે અને એનાં વિપરીત કટુ ફલે તમારે જ ભેગવવાં પડશે એ ન ભૂલશો. મેવાડ પ્રાંતીય જૈન શ્વેતાંબર મહાસભાએ પણ સવેળા જાગ્રત થઈ નીચેના મહત્ત્વના અને ઉપયોગી ઠરાવ કર્યો છે ૧–સંવત ૧૯૩૪ પ્રમાણે વહીવટ સુપ્રત કરવો. ૨–સંતોષકારક અમાધાન ન થાય ત્યાં સુધી કોઈએ યાત્રાએ ન જવું, તેમ જ કોઈ પણ પ્રકારની બોલી ન બોલવી. ૩-કમિટીને સત્તા સુપ્રત કરવામાં ન આવે ત્યાં સુધી પ્રચાર અને વિરોધનું આંદોલન ચાલુ રાખવું. ૪-મુનિરાજેએ તેમજ શ્રીસંધોએ તીર્થયાત્રાનો બહિષ્કાર પિકાર. પ-તત્કાલ નિર્ણય માટે જરૂરી તમામ પગલાં ભરવાં. જવલ બહેનના ઉપવાસ ચાલુ છે. જેનો સમાજ જાગૃત થયો છે. ભારતીય સ્વયંસેવક પરિષદના સેવાભાવી મહાનુભાવ પણે શ્રી કેસરીયાજી ગયા હતા. તેઓ પ્રચાર અને જાગૃતિ માટે તનતોડ પ્રયત્ન કરી રહેલ છે. મુનિરાજ શ્રી ધર્મ સાગરજી મહારાજ આદિ મુનિ મહાત્માઓ પણ પ્રયત્ન કરી રહેલ છે. કિન્તુ આખા હિન્દના જૈન સંઘનું પ્રતિનિધિત્વ કરતી આપણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, તથા શ્વેતાંબર જૈન કેન્ફરન્સ, એસોસીએશન ઓફ ઈન્ડિયા, યંગમેન્સ જેન સોસાયટી વગેરે વગેરે અનેક સંસ્થાઓ હજી કેમ મૌન છે તે સમજાતું નથી. આપણું પેઢીએ લગારે પ્રમાદ કે ઉપેક્ષાભાવ રાખ્યા સિવાય સમાજની જાતિના આ મહાપુરમાં નેતૃત્વ લઈ આગળ આવવાની જરૂર છે. જૈન સંઘને સવેળા યોગ્ય દોરવણી આપી તીર્થ રક્ષા માટે, તીર્થના ન્યાયી હોના સંરક્ષણ માટે, જાગૃત થવાની જરૂર છે. હિન્દના સકલ જૈન સંઘે એકત્રપણે જાગૃત થઈ તીર્થ સંરક્ષણના હક માટે કટીબદ્ધ થવાની જરૂર છે. આજે આઝાદીના આ યુગમાં લગાર ઉપેક્ષા, લબાર અહંભાવ આપણા પતનનું કારણ બની જશે અને આપણા સ્વમાન અને ગૌરવના નાશને નેતરશે. આમાંથી બચવું હોય તે બધાએ અહં અને મમ છેડી સવેળા જાગૃત થઈ એકત્રપણે–સંબઠિત પણે કાર્ય કરવાની જરૂર છે. પૂજ્ય આચાર્ય મહારાજાદિ પણ સવેળા જાગૃત થઈ આ વિકટ પ્રશ્ન પૂજ્ય શ્રમણસંધને આપ બધા આ પ્રશ્નને સવેળા ઉપાડી લઈ જૈન સંઘને જાગ્રત કરે. સંપ, સંગઠ્ઠન, ઐક્ય અને પ્રેમથી એકત્રભાવે આ તીર્થના રક્ષણ માટે સંઘને જાગ્રત કરશે, યોગ્ય પ્રચાર કરશે અને સમસ્ત સંધ તીર્થ માટે બલિદાન આપવા તૈયાર થાય તેવો ઉપદેશ અને પ્રેરણા આપશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28