Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક હ૮ ] દસયાલિયની ઉત્પત્તિ
[ ૧૮૧ [૬] શ્રી. ગોપાલદાસ જીવાભાઈ પટેલે “સમી સાંજને ઉપદેa [શ્રી દશવૈકાંલસૂત્ર] ” નું સંપાદન કર્યું છે. આના ઉપવાત (પૃ. ૩) માં સુચવાયું છે કે “હરિભદ્રસૂરિની કથામાં વ્યાં કેટલુંક સંદિગ્ધ તેમજ અણુથ રહી જાય છે, ત્યાં હેમાયાયની કથા સ્પષ્ટ વિવરણ આપે છે. એટલે અહીં તો તે બંને કથાઓ મળીને થતી એક કથા જ આપીશું.” આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપેહવાતના લેખકે દસયાલિયની ગુણિ જોઈ હોય એમ લાગતું નથી, જોકે એ ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ થઈ છે, જ્યારે ઉપર્યુકત સંપાદન તો ઈ. સ. ૧૩૯ત્મ-છ વર્ષ બાદ પ્રકાશિત થયું છે.
પૃ. ૫માં ઉપયુંકત ઉલ્લેખના અંતને ઉદ્દેશીને એવું ટિ પણ છે કે “મૂળ કથાનો આ ભાગ સમજતો નથી. હરભદ્રસૂરિની કથામાં એ ભાગ આ પ્રમાણે છે: “આ યgસંભની નીચે હેમાચાર્યો આ ભાગને વિસ્તાર્યો છે. પરમ અહંત એવો નારદ વિવંસ કરી નાખે છે.”
આ ટિપણને હવે પછીને ભાગ વિચારું તે પૂર્વે એ કહીશ કે મને તે પરિશિષ્ટપર્વમાં આપેલી કથા કે હારિભદીય ટીકામાંની કથામાં કશું સંદિગ્ય જણાતું નથી. વિશેષમાં આ ટિપ્પણમાં નારદને “આહંત' એટલે અહંત યાને જિનના અનુયાયી કહેવાને બદલે તેમને જ “અહંત' યાને “તીર્થકર' ગણ્ય છે એ તો દેખીતી ભૂલ છે. નાયાધમ્મકામાં દ્રૌપદીના અધિકારમાં નારદ સર્વવિરતિથી રહીત હોવાને લીધે તે દ્રૌપદી એનું સન્માન કરતી નથી એવી વાત છે એટલે જ આ જાતના આ નારદ પણ હોય તે એ કાઈ જૈન સાધુ ગાય નહિ તે જેનોના દેવરૂપ તીર્થકર તો કયાંથી ગણુય? વિશેષમાં અરિહંતના અર્થમાં અહી જે “અહંત' શબ્દ વપરાય છે તે શું ઉચિત છે?
વિવંસ કરી નાખે છે.” એવા ઉલ્લેખ બાદ નવન કંડિકારૂપે નીચે મુજબ આ ટિપશુ લજાવાયું છે –
“આ જવાબથી શું સૂચવાય છે તે સમજી શકાતું નથી. યજ્ઞમાં સંભ નીચે મહાવીરની પ્રતિમા રાખવામાં આવતી હતી તેવો બ્રાહ્મમંથોમાં તે ક્યાંય ઉલ્લેખ મળતો નથી. શતપથ બ્રાહ્મણ, કાત્યાયન શૌતસત્ર આદિ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે યજ્ઞક્રિયાની શરૂઆતમાં “મહાવીર' નામનું પાત્ર વિશિષ્ટ વિધિ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે તથા તેને વિષ્ણુ તથા સૂર્યના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તે પાત્રને જ સમાન નામને કારણે અહીં ભૂલભર્યો ઉલ્લેખ થયો હોય તેવી કલ્પના જાય છે. બાકી તો, કથાને આ ભાગ તૂટક અથવા તે સંદિગ્ધ છે, એમ માનવું જોઈએ. અતની પ્રતિમા યજ્ઞ નીચે રાખવાથી જ બીજા મત એ હિંસક યજ્ઞની રક્ષા કરે કે તેને અનુમતિ આપે એ કેવી વિચિત્ર કલ્પના છે!”
આ ઉપરથી નીચેના પ્રશ્નો હુરે છે?
For Private And Personal Use Only